SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ દઉં? ત્યારે બીજી કહે બાઇ! ભરવા દેને એને, ઘરે છોકરું રોતું હશે, આપણે પાંચ મિનિટ પછી ભરીશું. “પાણી’ શબ્દ આત્માની જેવી પાત્રતા હોય, તે પ્રમાણે ક્રોધાદિની તારતમ્યતા દેખાય, કોઇ પાણી ભરતી ક્રોધાદિની ઉગ્રતા કરે, કોઇ તીવ્રતા કરે, કોઇ મંદતા કરે, કોઇ જતું કરે. એમ કલ્પવૃક્ષનાં ફળ ફૂલ જ્યારે ખૂટ્યાં ત્યારે કોઇ પાછળથી આવે ને એમ કહે કે મને પહેલાં ખાવા દે, મને ભૂખ લાગી છે; ત્યારે બીજો કહે તને શેનો પહેલાં ખાવા દઉં? પહેલાં તો અમે આવ્યા છીએ. ત્યારે ત્રીજો કહે કે ભાઇ! ખાવા દેને એને પહેલાં, એને ભૂખ લાગી છે તે ભલે ખાય, આપણે પછી ખાઇશું એમ કેટલાક ક્રોધાદિની મંદતા કરે, કેટલા તીવ્રતા કરે ને કેટલાક જતુ કરે, એમ અઢાર કોડાકોડી સાગરોપમમાં જે ભંગ પડ્યો ન હતો, તે ભંગ પડવા માંડ્યો ને વિરોધ-અવિરોધના ભાવો વધવા લાગ્યા. તેમાં જેણે જતું કર્યું હતું ને શાંત પરિણામ રાખ્યા હતા, તે જીવો પાત્ર અને લાયક હતા. તેણે ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી ત્યાં એમ થયું કે અહો! આ સ્વરૂપ; પુણ્ય-પાપથી જુદું, એકલું નિરાળું ને નિર્મળ એવું મારા આત્માનું સ્વરૂપ! એમ સમજી કેટલાક તો સમ્યગ્દર્શન પામ્યા; કેટલાકે મુનિપણું લીધું, કેટલાક તો કેવળ જ્ઞાન પામ્યા, ને કેટલાક તો ધ્વનિ સાંભળીને એવા વિરોધમાં પડયા કે, નરક નિગોદમાં જવાના પરિણામ શરૂ થઇ ગયાં ને ચોવીશ દંડકમાં જવાની તૈયારી કરી. ભગવાનની ધ્વનિ છૂટી તેમાં પાત્રને સવળું પડયું ને અપાત્રને અવળું પડયું. તે પડયું કોના કારણે? ઉત્તર- પોતાના કારણે, ભગવાનની ધ્વનિમાં તો કોઈ ને ક્ષમતા સ્વરૂપનો બધો ઉપદેશ આવે, એમાં જેણે ફળ ખાતી વખતે ક્રોધ કર્યો હતો. તેને એમ થયું કે આણે તો જે, વળી મારી જ માંડી છે કે ક્રોધનું ફલ આવું ને તેવું, તેમ મારી જ માંડી છે, એમ ક્રોધ કર્યો હતો તે અમને જ સંભળાવે છે, એમ કષાયની તીવ્રતા કરવા માંડ્યા. તેણે દુર્ગતિની તૈયારી કરી. ભગવાનની જ્યાં ધ્વનિ છૂટી ત્યાં સવળા ને અવળા બે ભાગ ફડાક દઇને પડી ગયા. સત્ય વાત બહાર આતાં સવળા ને સવળું ને અવળાને અવળું, જોર આવ્યા વિના રહે નહિ. એ વસ્તુસ્વભાવ છે. સમજાય તેમ સમજો. ૨૩૭ ષિ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારને ઋષિ (૨) બહ ઋદ્ધિધારી હોય તે. ઋષિના ચાર ભેદ=(૯)રાજર્ષિ,(૯) બ્રહ્મર્ષિ, (૯) દેવર્ષિ, () પરમર્ષિ. રાજર્ષિ= અધિવાળા, બહ્મર્ષિ=અક્ષીણ મહાન ઋદ્ધિવાળા, દેવર્ષિક આકાશગામી મુનિદેવ, પરમર્ષિ કેવળજ્ઞાની. જાણીશ્વરો :જિન દેવો; તીર્થકરો; લોકને પ્રગટ જાણનારા. ઋષીશ્વરો. એક અલ્પ અથવા એક પદાર્થનું જ્ઞાન થવું (જેમ એક માણસનું અથવા પાણીના પ્યાલાનું) થોડા પદાર્થ જ્ઞાનગોચર થવા. (૨) અખંડ હોવાથી એકરૂપ છે. (૩) અખંડ; એકરૂપ. તદ્રુપ એક અગ્રનું એકલું આત્માના વિષયનું-સંવેદન કરતા હોવાથી તેમને પરમાનંદનું ધ્યાન છે. એક અવિભાગ પ્રતિરછેદથી માંડીને અનંત અવિભાગ પ્રતિષ્ઠદો સુધી તરતમતા પામે છે એક ગુણમાં (એટલે કે ગુણના પર્યાયમાં) અંશકલ્પના કરવામાં આવતાં, તેનો જે નાનામાં નાનો (નિરંશ) અંશ પડે તેને તે ગુણનો (એટલે કે ગુણના પર્યાયનો) અવિભાગ પ્રતિછેદ કહેવામાં આવે છે. (બકરી કરતાં ગાયના દૂધમાં અને ગાય કરતાં ભેંસના દૂધમાં ચીકાશના અવિભાગ પ્રતિષ્ઠદો વધારે હોય છે. ધૂળ કરતાં રાખમાં અને રાખ કરતાં રેતીમાં લૂખાપણાના અવિભાગ પ્રતિછેદો અધિક હોય છે.) એક ઓરડામાં પ્રગટાવેલ અનેક દીવાના પ્રકાશની માફક જેમ ઘણા દીવાના પ્રકાશો એક જ ઓરડામાં ભેગા રહ્યા, હોય તો સ્થલ દષ્ટિથી જોતાં તેઓ એકબીજામાં મળી ગયેલા ભાસે છે, તો પણ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારપૂર્વક જોતાં, તો તે પ્રકાશો ભિન્ન ભિન્ન જ છે. (કારણ કે એક દીવો બુઝાઈ જતા, તે જ દિવાનો પ્રકાશ નષ્ટ થાય છે, અન્ય દીવાના પ્રકાશો નષ્ટ થતા નથી.); તેમ જીવાદિ, અનેક દ્રવ્યો, એક જ ક્ષેત્રમાં રહ્યાં છે તો પણ, સુકમ દૃષ્ટિથી જોતાં તેઓ ભિન્ન ભિન્ન જ છે, એકમેક થયાં નથી. એકોત્રાવગાહપણે એક જ સ્થાનમાં સાથે એક ચૈતન્યસ્વભાવ :સમ્યફ એકાંત
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy