SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન-“હૌ જાને થા એક હી, ઉપાદાન સોં કાજ; થકે સહાઇ પીન બિન, પાની માંહિ જહાજ' -૫ બીજા પ્રશ્નનું સમાધાનઃ સધ વસ્તુ અસહાય જહે, તહેં નિમિત્ત હૈ કૌન; જય જહાજ પરવાહમેં, તિરે સહજ વિન પીન.૬ અર્થ - પ્રત્યેક વસ્તુ સ્વતંત્રતાથી પોતાની અવસ્થાને કાર્યને પ્રાપ્ત કરે છે, ત્યાં નિમિત્ત કોણ? જેમ વહાણ પ્રવાહમાં સહેજે જ પવન વિના જ તરે છે. ભાવાર્થ : જીવ અને પુદગલ દ્રવ્ય શુદ્ધ કે અશુદ્ધ અવસ્થામાં સ્વતંત્રપણે જ, પોતાનાં પરિણામો કરે છે. અજ્ઞાની જીવ પણ સ્વતંત્રપણે નિમિત્તાધીન પરિણમન કરે છે. કોઇ નિમિત્ત તેને આધીન બનાવી શકતું નથી.૬ “ઉપાદાન વિવિધ નિર્વચન, હે નિમિત્ત ઉપદેશ; વસે જ જૈસે દેશમેં, કરે સુ તૈસે ભ” - ૭ ભાવાર્થ:- ઉપાદાનનું કથન કે “યોગ્યતા' શબ્દ દ્વારા જ થાય છે. ઉપાદાન પોતાની યોગ્યતાથી અનેક પ્રકારે પરિણમન કરે છે, ત્યારે ઉપસ્થિત નિમિત્ત પર ભિન્ન ભિન્ન કારણપણાનો આરોપ (ભષ) આવે છે. ઉપાદાનની વિધિ નિર્વચન હોવાથી નિમિત્ત દ્વારા આ કાર્ય થયું, એમ વ્યવહારથી કહેવાય છે. વિશેષાર્થ:ઉપાય જ્યારે જેવું કાર્ય કરે છે ત્યારે તેવા, કારણપણાને આરોપ (ભષ) નિમિત્ત ઉપર આવે છે. જેમ કોઇ જ કાર્ય શરીર ઉપર નરકના કારણપણાનો આરોપ આવે છે. અને જો જીવ મોક્ષને યોગ્ય નિર્મળ કરે તો તે જ નિમિત્ત પર, મોક્ષના કારણપણાનો આરોપ આવે છે. આ રીતે ઉપાદાનના કાર્યાનુસાર નિમિત્તમાં કારણપણાનો ભિન્ન ભિન્ન આરોપ કરવામાં આવે છે. એથી એમ સિદ્ધ થાય છે કે નિમિત્તથી કાર્ય થતું નથી પરંતુ કથન થાય છે. માટે ઉપાદાન સાચું કારણ છે, અને નિમિત્ત આરોપિત કારણ છે. ઉપાદાનની યોગ્યતા :“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભાવે ખેદ, અંતરદયા, તે કહીએ જિન્નાલ.” ૧૦૮ જેના કષાયો શાંત થયાં છે, મોક્ષ ૨૩૨ ભાવદયાથી ભરપૂર અંતર, કરુણામય બન્યું છે. આટલા ગુણોથી રંગાયેલ આત્મા, ઉપાદનની પૂર્ણ તૈયારી કરી ચુક્યો છે. ઉપાદાનસ :ઉપાદાન જેવાં ઉપાધ્યાય :પંચાસ્તિકાય, ષટદ્રવ્ય, સાતત્વ તથા નવ પદાર્થોમાં નિજ શુદ્ધ જીવસ્તિકાય, નિજ શુદ્ધ જીવતત્ત્વ, નિજ શુદ્ધ જીવદ્વારા, નિજ શુદ્ધજીવ પદાર્થ, જે પોતાના શુદ્ધભાવરૂપ છે, તે જ ઉપાદેય છે, તેથી અન્ય સર્વ હોય છે એમ ઉપદેશે છે, તથા શુદ્ધત્મસ્વભાવની શ્રદ્ધા જ્ઞાન અને આચરણ રૂપ અભેદ રત્નત્રયાત્મક જે નિશ્ચય મોક્ષમાર્ગ છે. તે માર્ગનું જેઓ કથન કર્યા કરે છે, તે ઉપાધ્યાય છે. (૨) જે સાધુ શાસ્ત્રોને શિખવાડે તે . (૪) જે આગમ ભણે, ભણાવે. ઉપાધ્યાયનું સ્વરૂપ તેઓ પણ મુનિના ૨૮ મૂળગુણ તથા નિશ્ચય સમ્યક દર્શાનાદિ સહિત છે, એવી અંતરંગ દશા થતાં બાહ્ય દિગમ્બર સૌમ્ય મુદ્રા ધારી થયા છે. આવા ઉપાધ્યાયના ૨૫ ગુણ-૧૧ અંગ ૧૪ પૂર્વનું પોતે ભણે છે તથા પાસે રહેનાર ભવ્ય જીવોને ભણાવે છે (તે મુનિઓમાં શિક્ષક-અધ્યાપક હોય છે. ઉપાધ્યાયના રૂપ ગુણ :(૧૧) અગિયાર અંગ, (૧૨) ઉપાંગ, (૧) ચરણ સિત્તેરી અને (૧) કરણ સિત્તેરી એ બધા મળી પચ્ચીશ ગુણ ઉપાધ્યાયના થાય છે. ઉપાધિ :બહારથી આવી પડેલી મુશ્કેલી; પીડા; આપદા; પંચાત. (૨) સ્ત્રી, ધન, પુત્ર, આબરૂ વગેરેની ચિંતા કરવી, તે ઉપાધિ છે. (૩) જંજાળ; (૪) પરવસ્તુનો સંગ; અનાથતા; (૫) પરવસ્તુનો સંગ છે તે ઉપાધિ છે. ઉપાધિભાવ :બહારથી આવી પડેલી મુશ્કેલીનો ભાવ, પીડા ભાવ, આપદાનો ભાવ, પંચાત કરવાનો સ્વભાવઃ (૨) કર્મના નિમિત્તમાં જોડાવાથી રાગદ્વેષ થાય, તે ઉપાધિભાવ, વિરોધભાવ કહેવાય. (૩) બંધભાવ (રાગદ્વેષ કરવાનો ઉપાધિ ભાવ= બંધભાવ) ઉપાય સાધન; કારણ. (૨) મોક્ષનું કારણ જે પ્રકારે છે તે પ્રકાર (૩) માર્ગ; સાધકરૂપ ઉપાય ઉ૫યભાવ સાધક-સાધ્યભાવ; કારણ-કાર્યભાવ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy