SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાને વર્તતા સંપૂર્ણ વિતરાગ અને કેવલ્ય સંપન્ન પરમ સદગુરુ શ્રી જિન તીર્થંકરાદિને વિષે ઘટે. તથાપિ છદ્દે ગુણસ્થાનકે વર્તતા મુનિ જે સંપૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદશાના ઉપાસક છે, તે દશા અર્થે જેનાં પ્રવર્તન પુરુષાર્થ છે, તે દશાને સંપૂર્ણપણાને જે પામ્યા નથી, તથાપિ તે સંપૂર્ણ દશાપામવાના માર્ગ સાધન, પોતે પરમ સદગુરુ શ્રી તીર્થંકરાદિ આપ્તપુરુષના આશ્રયવચનથી જેણે જાણ્યાં છે, પ્રતીત્યાં છે, અનુભવ્યાં છે. અને એ માર્ગ સાધનની ઉપાસનાએ, જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે, તથા શ્રી જિન તીર્થંકરાદિ પરમ સદગુરુનું તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, તે સદગુરુને વિષે પણ માર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપ છે. તેથી નીચેના પાંચમાં ચોથા ગુણસ્થાન કે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે; કેમ કે ત્યાં બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારનો પ્રતિબંધ છે, અને બાહ્ય અવિરતિ રૂ૫ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવુ, એ માર્ગને વિરોધરૂપ છે. ચોથોથી નીચેના ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશપણું ઘટે જ નહિં, કેમ કે ત્યાં માર્ગની, આત્માની તત્ત્વની, જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમજ સમ્યગૂ વિરતિ નથી, અને એ ઓળખાણ પ્રતીતિ અને સમ્યગૂ વિરતિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનું વિરોધપણું છે. ચોથે પાંચમેં ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે. અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશોવર્તે છે અને પાંચમામાં દેશવિરતિપણાને લઇ ચોથાથી વિશેષતા છે, તથાપિ સર્વવિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. ઉપદેથાન :જન્મમરણાદિ કલેશવાળા, આ સંસારને ત્યાગવો ઘટે છે; અનિત્ય પદાર્થમાં, વિવેકીને રૂચિ કરવી હોય નહીં; માતાપિતા, સ્વજનાદિક સર્વનો, સ્વાર્થરૂપ સંબંધ છતાં આ જીવ, તે મળનો આશ્રય કર્યા કરે છે, એ જ તેનો અવિવેક છે; પ્રત્યક્ષ રીતે, ત્રિવિધ તાપરૂપ આ સંસાર જણાતાં છતાં, મૂર્ખ એવો જીવ તેમાં જ વિશ્રાંતિ ઈચ્છે છે; પરિગ્રહ, આરંભ અને સંગ, એ સૌ અનર્થના હેતુ છે, એ આદિ જે શિક્ષા છે, તે ઉપદેશ જ્ઞાન છે. વિષર્યાસ બુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને ૨૧૮ વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે, અને એવાં જે જે સાધનો સંસાર ભય દઢ કરાવે છે, તે તે સાધનો સંબંધી જે ઉપદેશ કહ્યો છે, તે “ઉપદેશબોધ' છે. ઉપદેશજ્ઞાન અને સિદ્ધાંતાન એમ બે પ્રકારે કહેવાની શું જરૂર હતી? સિદ્ધાંતનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદગુરથી સન્શાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દઢ થવું ઘટે છે, કે જે ઉપદેશજ્ઞાનમાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય અને ઉપશમ વધવાથી જીવને વિષે સહેજે ક્ષયોપશમનું નિર્મળપણું થાય; અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક, બળવાનપણે હોય છે, વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં. આગમમાં “સિદ્ધાંત બોધ' કરતાં વિશેષણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યાં છે. કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમ અંગીકાર કરી શકે છે. ઉપદેશબોધ :પદાર્થના નિર્ણયને પામવા, જીવને અંતરાયરૂપ, તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે, વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે, તે વિપર્યાસબુદ્ધિનું બળ ઘટવા, યથાવત્ વસ્તુ સ્વરૂપ જાણવાને વિષે, પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે; અને એવાં જે જે સાધનો જીવને સંસારભય દઢ કરાવે છે, તે તે સાધનો સંબંધી જે ઉપદેશ કહ્યો છે, તે ઉપદેશબોધ છે. ઉપદાન:પાત્રતા ઉપદિ:ઉપદેશેલું; સમઝાવેલું. ઉપઘાતનામ કર્મઃ જે કર્મના ઉદયથી, પોતાનો જ ઘાત કરનારું અંગ હોય. ઉપધાન ધર્મશાસ્ત્ર ભણવાની લાયકાત મેળવવા કરવામાં આવતું તપ ઉપથિ શરીર. (૨) પરિગ્રહ (૩) પરિગ્રહ (પરિગ્રહ સર્વથા અશુદ્ધ ઉપયોગ વિના હોતો નથી, તેથી અશુદ્ધ ઉપયોગના સદ્ભાવને લીધે, પરિગ્રહ એકાંતિક બંધરૂપ છે. ઉપાધિના સદ્ભાવમાં (હયાતીમાં) (*) મમત્વ-પરિણામ જેનું લક્ષણ છે, એવી મૂર્ણા (૯) ઉપાધિ સંબધી ક્રમ પ્રકમ (કામમાં જોડાવું તે; કામની અવસ્થા) નાં પરિણામ જેનું લક્ષણ છે, એવો આરંભ, અથવા (૯)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy