SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિયોનો ભોગ ઈન્દ્રિયોના ભોગસહિત મુક્તપણું નથી. ઈન્દ્રયોના ભોગ છે, | ત્યાં સંસાર છે; તે સંસાર છે, ત્યાં મુકતપણું નથી. ઈર્યા ઈરિયા :ગમનક્રિયા; ધ્યાનપૂર્વકની ચાલ. ઈર્યાપથઆસવુ આ આસવ, સ્થિતિ અને અનુભાગ રહિત છે. અને તે અકષાયા જીવોને, ૧૧,૧૨, અને ૧૩, આ ગુણસ્થાને હોય છે. ચૌદમે ગુણસ્થાને વર્તતા જીવ, અકષાયી અને અયોગી બન્ને છે, તેથી ત્યાં આસ્રવ છે જ નહીં. ઈર્યા પથિકી યિા :ચાલવાની ક્રિયા. ઈર્ષા સમિતિ ચારિત્રની રક્ષા માટે, જૈનમુનિને સંભાળપૂર્વક કરવાની, પાંચમાંની એક ક્રિયા. ઈશ:સમર્થ; પ્રભુ. (૨) સમર્થ. ઈશત્વ ઈશિતા; સર્વોપરિપણું; સર્વવ્યાપક ઈશ્વર. ઈશ્વરતા સામર્થ્ય ઈષ્ટ:માન્ય. ઈષ્ટદેવ : સર્વકર્મથી રહિત, સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધ આત્મા. સમયસાર. (૨) સર્વજ્ઞ વિતરાગ અરિહંતદેવ શુદ્ધ છે, એ ઈષ્ટ દેવ છે. ભગવાન આત્મા પરમાર્થ શુદ્ધ છે, અને એ જ આત્માને ઈષ્ટ છે. ભગવાનને પુણ્ય-પાપરૂપ અનિષ્ટનો નાશ થઈ, ઈષ્ટપણું પ્રગટયું છે, ઈષ્ટ જે વસ્તુ, ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એના આશ્રયે પર્યાયમાં ઈષ્ટપણું પ્રગટયું છે; અને અનિષ્ટ જે અજ્ઞાન અને રાગદ્વેષ-તેનો નાશ થયો છે. ઈનિષ્ટ વિષયોપભોગ યિા ઈટાનિષ્ટ વિષયો જેમાં નિમિત્તભૂલ હોય છે એવા સુખ દુઃખ પરિણામોના ઉપભોગરૂપ ક્રિયાને જીવ કરતો હોવાથી તેને ઈટાનિષ્ટ વિષયોના ઉપભોગરૂપ ક્રિયાનો કર્તા કહેવામાં આવે છે. ઈષ્ય પ્રદેશ એ નામનો ગ્રંથ છે. ઈયતું કિંચિત. હા ઈછા; વાંછા, આશા, ઉમેદ; ચેષ્ટા; પ્રવૃત્તિ. (૨) અવગ્રહથી ગ્રહણ કરવામાં આવેલ અર્થને, વિશેષ જાણવાની આકાંક્ષા, તે ઈહા છે. ઈહાજ્ઞાન સંદેહરૂપ નથી, કેમકે ઈહાત્મક વિચારબુદ્ધિથી, સંદેહનો વિનાશ થઈ જાય છે. | ૨૦૬ સંદેહથી ઉપર અને અવાયથી નીચે તથા અંતરાળમાં પ્રવૃત્ત થતી, વિચારબુદ્ધિનું નામ ઈહા છે. (૩) વિચારણા. મતિજ્ઞાનમાં વિચાર ચાલે તે ઈહા છે. આ વિચારણા પણ પર પદાર્થને લઈને થાય છે એમ નથી; વિચારણા પણ અંતર-જ્ઞાનને અનુસરીને થાય છે. જો કે અહીં સમ્યજ્ઞાનની વાત ચાલે છે, છતાં અજ્ઞાન સંબંધી પણ વસ્તુ આમ જ છે. જ્ઞાન હો કે અજ્ઞાન, બન્નેમાં આમ જ વસ્તુસ્થિતિ છે. શું ? કે ઈહા-વિચારણાનો પર્યાય અંતરના જ્ઞાનભાવને અનુસરીને જ થાય છે. ભગવાન આત્માના જ્ઞાનની -જ્ઞાનગુણના સત્તાની આ સીમા મર્યાદા છે કે તે ત્રિકાળી દ્રવ્યમાં રહે, અને તેને અનુસરીને થવું એ તેની વર્તમાન પર્યાયની સીમા-મર્યાદા છે, મતલબ કે બધું જ્ઞાન પોતાના જ કારણે થાય છે, પર શેયને કારણે નહિ. આ વસ્તુસ્થિતિ છે. ઈહાપોહ :વિચાર, ચિંતન, સંકલ્પ-વિકલ્પ અને તેનું પરિણામ નિશ્ચયથી ત્યાગ. ઈહાપોહાભ્યાસ :શાસ્ત્રના એક વાક્યથી, અનેક નયથી, અનેક પ્રમાણોથી, જે ચિંતન, મનનથી પ્રમાણિત કરવું જોઈએ, તે ડહાપોહાભ્યાસ. ઉપકરણભૂત સાધનભૂત ઉક્ત કહેલાં પદાર્થનું જ્ઞાન થવું, વર્ણન સાંભળ્યા પછી પદાર્થ જ્ઞાનગોચર થવો. (૨) કહેલું; બોલેલું. (૩) ઉપર કહેલાં ઉક્તિ કથન; શબ્દલાલિત્ય; વાક્યાતુર્ય. (૨) ઊંડી તર્કબુદ્ધિ; યુક્તિ ઉકરડો છાણ તથા કચરો-પંજો વગેરેનો કરવામાં આવતો ઢગલો, અને એનું સ્થાન; ગંદવાડ. ઉદભેદુ :ખુરણ; પ્રગટતા; કણગા; ઝરા; કુવારા. ઉગ્રા :આકરું; પ્રચંડ, પ્રખર, સખત, તીક્ષ્ણ; બળવાન, મજબૂતપ્રબળ ઉગ્રપણે અત્યંતપણે ઉથગોત્ર:લોકમાન્ય કૂળ (૨) સાત્વિકાભાવ યુક્ત સંસ્કારી જીવન. ઉગોત્ર કર્મ જે કર્મના ઉદયથી ઉચ્ચ કુળમાં જન્મ થાય તેને ઉદયયોગ કર્મ કહે છે. ઉચ્ચ યોગ ક્રમના ઉદયથી સજા થાય મોટો શોક થાય. ઉરચાર :કથન
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy