SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ આયg :આશ્રિત. આયતન સ્થાન; રહેઠાણ. (૨) કોઈપણ પદાર્થનું સ્થળ; પાત્ર. (૩) નિવાસસ્થાન; સંયમી મુનિના દેહને આયતન કહે છે. આયત સામાન્ય સમુદાય :આયત સામાન્યરૂપ સમુદાય. આયત એટલે લંબાઈ, અર્થાત્ કાળ-અપેક્ષિત પ્રવાહ. આયુષ્યની સ્થિતિ :મનુષ્ય પર્યાયના કાળની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની છે, અને અધન્ય અંતર્મુહર્તની છે. નરકગતિમાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ અને જઘન્ય દશ હજાર વર્ષ; દેવગતિમાં પણ આયુષસ્થિતિ નરકગતિ પ્રમાણે છે. આયુધ શસ્ત્ર; હથિયાર. આયપ્રકતિ આયુનો બંધ એક આવતા ભવનો આત્મા કરી શકે. તેથી વધારે ભવનો ન કરી શકે. આયુષ્ય :ઉપપાદ જન્મવાળા દેવ અને નારકી તથા ચરમ ઉત્તમ દેહવાળા એટલે તે ભવે મોક્ષગામીઓ તો અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા-ભોગભૂમિના જીવોના આયુષ્ય અપવર્તન (અકાળ મૃત્યુ) રહિત હોય છે. આઠ કર્મોમાં આયુષ્ય નામનું એક કર્મ છે. ભાગ્યમાન (ભોગવતાં) આયુષકર્મનાં રજકણો બે પ્રકારનાં હોય છે ૧. સોપક્રમ અને ૨. નિરપક્રમ. તેમાં આયુષ્યના પ્રમાણમાં દરેક સમયે સરખા નિષેકો નિર્જરે તે પ્રકારનું આયુષ્ય નિરુપક્રમ એટલે કે અપવર્તન રહિત છે; અને જે આયુષ્યકર્મ ભોગવવામાં પહેલાં તે સમયે સમયે સરખા નિકો નિર્ભરતા હોય પણ તેના છેલ્લા ભાગમાં ઘણાં નિકો એક સાથે નિર્જરી જાય તે પ્રકારના આયુષ્યને સોપક્રમ આયુષ્ય કહેવાય છે. આયુષ્ય કર્મના બંધની એવી વિચિત્રતા છે કે જેને નિરુપક્રમ આયુષ્યનો ઉદય હોય તેને સમયે સમયે સરખું નિર્જરે તેથી તે ઉદય કહેવાય છે અને સોપક્રમ આયુષ્યવાળાને પહેલાં અમુક વખત તો ઉપર પ્રમાણે જ નિર્ભરે ત્યારે ઉદય કહેવાય, પણ છેલ્લા અંતર્મુહર્તમાં બધાં નિષેકો ભેગાં નિર્જરી જાય, તેથી તેને ઉદીરણા કહે છે. ખરેખર કોઈનું આયુષ્ય વધતું કે ઘટતું નથી પણ નિરુપક્રમ આયુષ્યથી સોપક્રમ આયુષ્યનો ભેદ બતાવવા માટે સોપક્રમવાળા જીવોને અકાલ મૃત્યુ પામ્યા એમ વ્યવહારી કહેવાય છે. ૧૮૫ (૨) ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ; ચરમદેહ ઉત્કૃષ્ટ હોય છે, કેમકે જે જે જીવો કેવળજ્ઞાન પામે તેમનું શરીર કેવળજ્ઞાન પ્રગટતાં પરમૌદારિક થાય છે. જે દેહે જીવો કેવળજ્ઞાન પામતા નથી તે દેહ ચરમ હોતો નથી તેમજ પરમોદારિક હોતો નથી. મોક્ષ જનારા જીવનને શરીર સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવળજ્ઞાન પામતાં કેવો હોય છે તે બતાવવા આ સૂત્રમાં ચરમ અને ઉત્તમ એવાં બે વિશેષણો વાપર્યા છે. કેવળજ્ઞાન પ્રગટે ત્યારે તે દેહ ચરમ સંજ્ઞા પામે છે; તેમજ પરમૌદારિકરૂપ થઈ જાય છે તેથી ઉત્તમ સંજ્ઞા પામે છે; પણ વર્ષભનારાયસંહનન તથા સમચતુરસ સંસ્થાનને કારણે શરીરને ઉત્તમ સંજ્ઞા આપવામાં આવતી નથી. (૩) સોપક્રમ-કદલીઘાત અર્થાત્ વર્તમાન માટે અપવર્તન થતા આયુષ્યવાળાને બાહ્યમાં વિષ,વેદના, રક્તક્ષય, ભય, શસ્ત્રાઘાત, શ્વાસાવરોધ, કંટક, અગ્નિ, જળ, સર્પ, અજીર્ણ ભોજન, વજુ ઘાત, શૂળી, હિંસક જીવ. તીવ્ર ભૂખ કે પિપાસા આદિ કોઈ નિમિત્ત હોય છે. (૪) કેટલાક અંતકૃત-કેવળી એવા હોય છે કે જેમનાં શરીર ઉપસર્ગથી વિદીર્ણ થાય છે પણ તેમનું આયુષ્ય અપવર્તન રહિત છે. ચરમદેહવાળા ગુરુદત્ત, પાંડવો વગેરેને ઉપસર્ગ થયા હતા પણ તેમનું આયુષ્ય અપવર્તન રહિત હતું. (૫) ઉત્તમ શબ્દનો અર્થ ત્રેસઠ શલાકાપુરુષ અથવા કોમવાદિ ઋદ્ધિયુક્ત પુરુષો એવો કરવો તે ઠીક નથી, કેમકે સુભૌમ ચક્રવર્તી, છેલ્લા બ્રહ્મદત્ત ચક્રવર્તી તથા છેલ્લા અર્ધચક્રવર્તી વાસુદેવ આયુષ્ય અપવર્તન થતાં મરણ પામ્યા છે. (૬) ભરત અને બાહુબલી તે ભવે મોક્ષગામી જીવો હતા. સ્થી અંદરો અંદર લડતાં તેમનું આયુષ્ય બગડી શકે નહિ. એમ કહ્યું છે તે બતાવે છે કે ઉત્તમ શબ્દ તે ભવે મોક્ષગામી જીવો માટે જ વપરાતો છે. (૭) બધા સકલચક્રી અને અર્ધચક્રીને અનપર્વતનાયુ હોય એવો નિયમ નથી. આયા કાઠીને આયા કહેવામાં આવે છે. આયાત સામાન્ય સમુદાય એક પછી એક પ્રવર્તતા, ક્રમભાવી, કાળ અપેક્ષિત ભેદોને પર્યાયો કહે છે. આયાસ :ઉદ્યમ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy