SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ આદરણીય સંમાનનીય; માન આપવા પાત્ર. આદરવું સેવવું; આરંભ કરવો; શરૂઆત કરવી; ખંતથી કામે લાગવું, નિશ્ચયપૂર્વક કોઈપણ કામ કરવાનું ઉઠાવી લેવું. આદેશ કથન. (માત્ર ભેદકથન દ્વારા જ પરમાણુથી સ્પર્શ-રસ-ગંધ વર્ણનો ભેદ પાડવામાં આવે છે, પરમાર્થે તો પરમાણુથી સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો અભેદ છે. (૨) આમ વર્તી કે આમ કરો. (૩) આજ્ઞા. આદેશવાત :કથનને વશ (આદેશવશાતુ) આદાન ગ્રહણ; આવીને રોકાવું; કર્મોની સ્થિતિ અને અનુભાગનું કારણ છે. આદિ અંત :શરૂઆત અને છેડો. આદિપુરષ:પરમાત્મા. આદિત્ય :સૂર્ય. આદિમાન જેની શરૂઆત થઈ હોય એવું. આધુનિક હમણાંનું આધુનિક કેળવણી વર્તમાનમાં અપાતી પાશ્ચાત્ય કેળવણી ધર્મ વિનાની છે. આધેય :ટેકો આપવા લાયક; આધાર આપવા લાયક. આધ્યાત્મશાય :આત્મ દ્રવ્ય શુદ્ધ નિશ્ચયસ્વરૂપ કેવું છે અને તેની નિર્મળ પર્યાય કેવી છે તેનું જેમાં નિરૂપણ કરેલું છે તે અધ્યાત્મશાસ્ત્ર છે. અધ્યાત્મસ્થાનો સ્વ-પરના એકપણાનો અધ્યાસ એવાં જે પરિણામો તે અધ્યામસ્થાનો અર્થાત્ અધ્યવસાય છે. વિશુદ્ધ ચૈતન્ય-પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવાં અધ્યાત્મ સ્થાનો. અધ્યાત્મસ્થાન એટલે આત્માનાં સ્થાન નહીં. સ્વ-પરની એકતા-બુદ્ધિના અધ્યવસાયને અધ્યાત્મસ્થાન કહ્યાં ૧૮૨ આધાર-આધય ઉપાદાન ઉપાદેયરૂપ; કારણ-કાર્યપણું. (૨) ઉપાદાન-ઉપાદેય; કારણ અને કાર્ય. આર્થિ: (૧) માનસિક પીડા; માનસિક રોગ; ચિંતા. (૨) મનના શુભાશુભ વિકલ્પો તે વિકારી કાર્ય એટલે ચૈતન્યની અસ્થિરતા. (૩) અનુભવ (૪) વશ; તાબેદાર. આધિ-વ્યાધિ-ઉપાધિ :માનસિક ચિંતા તે આધિ, શારીરિક રોગ તે વ્યાધિ અને બાહ્ય કુટુંબકબાલા સંબંધી ચિંતા તે ઉપાધિ. આધિ-વ્યાધિ :આધિ એટલે માનસિક પીડાઓ; વ્યાધિ = શારીરિક કષ્ટપ્રદ રોગો. ઉપાધિ = સાંસારિક ચિંતાઓ. આધીન : નમ્ર અનુતા૫:પશ્ચાત્તાપ. આનંદ સંતોષ (૨) આનંદથી પરિપૂર્ણ (૩) સંતોષ. (૪) આનંદનું કાર્ય આહ્વાદ અનુભવવાનું છે. (૫) સ્વરૂપ રમણતા; સ્થિરતા. આનંદ અને પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપસમ એ બે આરંભ અને પરિગ્રહના કાળ છે. આનંદ સ્થિત :અનંત સુખનું પ્રગટ થવું. આનંદકંદ આનંદના મૂળરૂપ પરમાત્મા. આનંદગુણ :આનંદગુણની બે અવસ્થા છે. (૧) વિકારી અને (૨) અવિકારી. પર ચીજના સંબંધ વિના વસ્તુ એક સ્વભાવપણે રહે તો વિકાર થાય નહિ. વિકાર પરથી થતો નથી, પણ પોતાની યોગ્યતાથી (તેવા ભાવ કરવાથી) અવસ્થામાં ક્ષણિક વિકાર થાય છે, નિમિત્ત સંયોગરૂપ પર ચીજ છે: દરેક વસ્તુ સ્વતંત્ર છે અને પોતાના આધારે ટકીને પોતાની અવસ્થા પોતાથી બદલાવે છે. આત્મા જાણનારો છે, તે પોતાના નિર્વિકારી અખંડ એકરૂપ જ્ઞાયક સ્વભાવને ન જોતાં, પોતાના સ્વભાવને ભૂલીને પર વસ્તુ ઉપર લક્ષ કરે છે અને તે નિમિત્ત આધીન થઈને હું રાગી છું હું દ્વેષી, હું પરનો કર્તા એવી ઊંધી માન્યતા અનુસાર ક્રોધ, માન, માયા, લોભની વિકારી વૃત્તિ ઓળસંશા શું કરવા કરું છું તેનો વિચાર નથી તે ઓઘસંજ્ઞા. આધાકર્મી આધાકર્મ પોતાને ઉદ્દેશી તૈયાર કરવામાં આવેલો ખોરાક લેવાથી, જૈન સાધુને લાગતો દોષ. આધાર :આશ્રય (૧) અવલંબન; ટેકો; આશ્રય; મદદ; પુરાવો; સાબિતી.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy