SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિ તેને મર્યાદામાં લાવીને એટલે પર પદાર્થો તરફથી પોતાનું લક્ષ ખેંચી આત્મા પોતે જ્યારે સ્વસમ્મુખ લક્ષ કરે છે ત્યારે પ્રથમ સામાન્ય સ્થળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું; તે આત્માનો અર્થાવગ્રહ થયો. પછી વિચારના નિર્ણય તરફ વળ્યો તે ઈહા, નિર્ણય થયો તે અવાય અર્થાત્ વહાથી જાણેલા આત્મામાં આ તે જ છે અન્ય નથી એવા મજબુત જ્ઞાનને અવાય કહે છે. આત્મા સંબંધી કાળાંતરમાં સંશય તથા વિસ્મરણ ન થાય તેને ધારણા કહે છે. ત્યાં સુધી તો પરોક્ષ એવા મતિજ્ઞાનમાં ધારણા સુધીનો છેલ્લો ભેદ થયો પછી આ આત્મા અનંત જ્ઞાનાનંદ શાંતિસ્વરૂપે છે તેમ મતિમાંથી લંબાતું તાર્કિક જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. અંદર સ્વલક્ષમાં મન-ઈન્દ્રિય નિમિત્ત નથી. જીવ તેનાથી અંશે જુદો પડે ત્યારે સ્વતંત્ર તત્ત્વનું જ્ઞાન કરી તેમાં કરી શકે છે. અવગ્રહ કે ઈહા થાય પરંતુ જો તે લક્ષ ચાલુ ન રહે તો આત્માનો નિર્ણય ન થાય એટલે અવાયજ્ઞાન ન થાય, માટે અવાયની ખાસ જરૂર છે. આ જ્ઞાન થતી વખતે વિકલ્પ, રાગ, મન કે પરવસ્તુ તરફ લક્ષ હોતું જ નથી, પણ સ્વસમ્મુખ લક્ષ હોય છે. સમ્યગ્દષ્ટિનો પોતાનું (આત્માનું) જ્ઞાન થતી વખતે આ ચારે પ્રકારનું જ્ઞાન થાય છે. ધારણા એ સ્મૃતિ છે; જે આત્માને સમ્યજ્ઞાન અપ્રતિકતભાવે થયું હોય તેને આત્માનું જ્ઞાન ધારણારૂપ રહ્યા જ કરે છે. આત્માનો આકાર દરેક વસ્તુને પોતાનો આકાર હોય છે અને આત્મા પણ વસ્તુ છે. માટે તેને પણ આકાર છે જ. દરેક વસ્તુ પોતાના આકારરૂપ છે. પરના આકારરૂપે નથી. આત્માને ચૈતન્ય સ્વરૂપ અરૂપી આકાર છે. જ્યાં આત્માને નિરાકાર કહેવામાં આવ્યો છે ત્યાં એમ સમજવું કે તેમાં વર્ણ, રૂપ, રસ, ગંધવાળી જડ વસ્તુ જેવો રૂપી આકાર નથી; એટલે કે રૂપી પુગલની અપેક્ષાએ નિરાકાર છે, વસ્તુ અરૂપી છે તેથી તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પણ અરૂપી છે. છતાં તે વસ્તુ પોતાના આકારવાળી છે. આત્મા ચૈતન્ય આનંદની મૂર્તિ છે. વર્તમાન શરીર આકારે, શરીર જેટલા ક્ષેત્રમાં અત્યારે તે છે, છતાં શરીરથી જુદો સ્વગુણ આકારે છે. આત્માનો ધર્મ શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ચારિત્રની એકતા છે. આત્માનો પરિણામ :આત્માનો ભાવ. આત્માનો મહિમા :આત્મા તો અરૂપી, જાણનાર સ્વરૂપે છે તે કોઈ પર ચીજનું કાંઈ કરી શકવા સમર્થ નથી. જે દેખાય છે તે જડની સ્વતંત્ર ક્રિયા છે. જીવ તો રાગ-દ્વેષ અને અજ્ઞાન કરી શકે છે, અથવા રાગ-દ્વેષ અને અજ્ઞાન ટાળી જ્ઞાન અને શાંતિ કરી શકે છે. તું જ રહે છે કે આત્મા દેખાતો નથી, તો નથી દેખાતો એવું કોણે નક્કી કર્યું ? દેહને જે જડ ઈન્સિયોને ખબર નથી; તો તે બધાને જાણનારો કોણ છે ? સાચું ખોટું નક્કી કરનાર દેહ નથી માટે દેહથી જુદો આત્મા છે એમ પ્રથમ હા પાડી. તે પછી તે કેવા સ્વરૂપે છે. કેવા ગુણપણે છે, કઈ અવસ્થામાં છે, જુદો છે તો કોનાથી જુદો છે, એમ સમજણની રીતે યથાર્થ સમજાય તેમ છે. સાંભળીને મનન કરે નહિ તો શું થાય ? આત્માનો સંસાર અને મોણ આત્માના સ્વભાવમાં કોઈ કાળે ફેર પડતો નથી તેથી તેમાં પર નિમિત્તની અપેક્ષાનો ભેદ નથી. પણ હું રાગી, હું પરનો કર્તા, પર મને લાભ-નુકસાન કરે એવી માન્યતાથી અવસ્થામાં સ્વભાવનો વિરોધી એવો વિકાર થયા કરે છે, તેવા ભાવ પોતે કરે ત્યારે થાય છે. જે ક્ષણિક વિકાર, ગુણની ઊધી અવસ્થાથી નવો થાય છે, તે ઊંધી અવસ્થા એ જ સંસાર છે, જડમાં કે પર વસ્તુમાં સંસાર નથી. આત્માના ગુણની સંપૂર્ણ નિર્મળતા તે મોક્ષ છે, સ્વભાવ તરફ ઢળતી અધૂરી નિર્મળ અવસ્થા તે મોક્ષમાર્ગ છે, તેમાં ગુણ નવા પ્રગટતા નથી પણ ગુણની ઊંધી અવસ્થા બદલાઈને ક્ષણે ક્ષણે નિર્મળ અવસ્થા પ્રગટ થતી જાય છે. ગુણ તે ત્રિકાળ એકરૂપ ધ્રુવ છે, તેની પર્યાય બદલાયા કરે છે. ઊંધી માન્યતા બદલાઈને સવળી માન્યતા ધ્રુવ સ્વભાવના આધારે થાય છે; નિમિત્તના લક્ષે કે અવસ્થાના લગ્ને નિર્મળ દશા પ્રગટ થતી નથી પણ ઊલટો રાગ થાય છે. આત્માનો સ્વભાવ આત્માનો સ્વભાવ ત્રિકાળી શુદ્ધ અખંડ ચૈતન્યમય છે એ સમ્યગ્દર્શનનો અને નિશ્ચયનયનો વિષય હોવાથી દ્રવ્યાર્થિક નયે આ ત્રિકાળી શુદ્ધ અખંડ ચૈતન્ય સ્વરૂપ આત્માને નિશ્ચય કહેવામાં આવે છે. આત્માનો તે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy