SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ (એટલે કે સ્વલક્ષમાં એકાગ્ર થાય છે.) તે પર્યાયમાં લાભ પ્રગટે છે. પણ જો ક્ષણિક અવસ્થાના લક્ષમાં રોકાય તો પર્યાયમાં પ્રગટે નહિ. કોઈ પરવસ્તુનો આત્માને લાભ-નુકસાનનું કારણ નથી. લાભ, નુકસાન થાય છે તેનું કારણ તે અવસ્થા પોતે જ છે. અવસ્થા પોતે પોતાની યોગ્યતાની શુદ્ધતા કે અશુદ્ધતારૂપે પરિણમે છે. ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતા રૂપે પરિણમનને લાભ છે, અને પરવસ્તુથી મને લાભ નુકસાન થાય એવી માન્યતા તે જ મોટું નુકસાન છે. પણ પરવસ્તુ તો કાંઈ લાભ કે નુકસાન કરતી નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ ઃકર્મ-નોકર્મથી ભિન્ન, અજર-અમર અબંધ, સામાન્ય છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દાદિક આત્માને હોતા નથી. રાગદ્વેષાદિ ઔદયિક ભાવો છે-સ્વભાવ ભાવ નથી. આત્માનું સુખ :(૧) અનાદિ સંસારથી જે આહ્લાદ પૂર્વે કદી અનુભવાયો નથી એવા અપૂર્વ, પરમ આહ્લાદરૂપ હોવાથી અતિશય, (૨) આત્માને જ આશ્રય કરીને (સ્વાશ્રિતે) પ્રવર્તતુ હોવાથી આત્મોત્પન્ન છે, (૩) પરાશ્રયથી નિરપેક્ષ હોવાથી (સ્પર્શ, રસ,ગંધ, વર્ણ અને શબ્દના તથા સંકલ્પ-વિકલ્પના આશ્રયની અપેક્ષા વિનાનું હોવાથી) વિષયાતીત છે, (૪) અશ્વયંત વિલક્ષણ હોવાથી (અર્થાત્ બીજાં સુખોથી તદ્દન ભિન્ન લક્ષણવાળું હોવાથી) અનુપમ છે, (૫) સમસ્ત આગામી કાળમાં કદી નાશ નહિ પામતું હોવાથી અનંત છે અને (૬) અંતર પડ્યા વિના પ્રવર્તતું હોવાથી અવિચ્છિન્ન છે. આવું શુદ્ધપયોગથી નિષ્પન્ન થયેલ આત્માઓનું સુખ છે. માટે તે સુખ સર્વથા પ્રાર્થનીય છે. (અર્થાત્ સર્વ પ્રકારે ઈચ્છવા યોગ્ય છે.) આત્માનું સર્વવ્યાપકપણું ઃજ્ઞાન ત્રણે કાળના સર્વ દ્રવ્ય-પર્યાયરૂપ વર્તતા સમસ્ત શ્રેયાકારોને પહોંચી વળતું (જાણતું) હોવાથી સર્વગત કહેવામાં આવ્યું છે; અને એવા (સર્વગત) જ્ઞાનમય થઈને રહેલા હોવાથી ભગવાન પણ સર્વગત જ છે. એ રીતે સર્વ પદાર્થો પણ સર્વગત જ્ઞાનના વિષય હોવાને લીધે સર્વગત જ્ઞાનથી અભિન્ન એવા તે ભગવાનના તે વિષયો છે એમ (શાસ્ત્રોમાં) કહ્યું છે; માટે સર્વ પદાર્થો ભગવાનગત જ (ભગવાનમાં પ્રાપ્ત જ) છે. ૧૭૪ ત્યાં એમ સમજવું કે નિશ્ચયનયે અનાકુળતા લક્ષણ સુખનું જે સંવેદન તે સુખ સંવેદનના અધિષ્ઠાનપણા જેવડો જ આત્મા છે અને તે આત્મા જેવડું જ જ્ઞાન સ્વતતત્ત્વ છે; તે આત્મપ્રમાણ જ્ઞાન કે જે નિજ સ્વરૂપ છે તેને છોડ્યા વિના સમસ્ત જ્ઞેયકારોની સમીપ ગયા વિના, ભગવાન (સર્વ પદાર્થોને) જાણે છે. નિશ્ચયનયે આમ હોવા છતાં વ્યવહાર નયે ભગવાન સર્વગત છે એમ કહેવાય છે. વળી નૈમિષકભૂત શેયાકારોને આત્મસ્થ (આત્મામાં રહેલા) દેખીને સર્વ પદાર્થો આત્મગત (આત્મામાં) છે એમ ઉપચાર કરવામાં આવે છે; પરંતુ પરમાર્થે તેમનું એકબીજામાં ગમન નથી, કારણ કે સર્વ દ્રવ્યો સ્વરૂપનિષ્ઠ (પોતપોતાના સ્વરૂપમાં નિશ્ચલ રહેલાં) છે. આત્માનું હિત ઃઆત્માનું પરમ હિત મોક્ષ જ છે. સ્વતંત્ર પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરવી તે જ આત્માનું પરમ હિત છે. માટે તેનો જ ઉપાય કર્તવ્ય છે. નિમિત્તને લાવવા કે પુણ્ય કરવું તે કર્તવ્ય નથી. આત્માનાં શ્રદ્ધા-જ્ઞાન ને રમણતા એ એક જ કર્તવ્ય છે. વચમાં શુભાશુભ ભાવ આવે તે આદરવા યોગ્ય નથી. માટે મોક્ષમાર્ગનો ઉપદેશ આપીએ છીએ.મોક્ષ જ હિત છે એવા નિર્ણય વિના સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રનો ઉપાય કરી શકે નહિ. આત્માનુભવ આત્માનો સાક્ષાત્કાર. આત્માનુભવ થવામાં વિલંબ કેમ છે ? કાળની કઠિનતા છે, ભાગ્યની સંવૃતા છે, સંતોની કૃપાદૃષ્ટિ ઈષ્ટગોચર નથી, સત્સંગની ખામી છે. આત્માનુશાસન :શ્રી ગુણભદ્રાચાર્ય કૃત ગ્રંથ. આત્માના અંતર્વ્યાપાર ઃશુભાશુભ પરિણામધારા આત્માના અનુભવનો સ્વાદ :આત્માના અનુભવનો જે અતીન્દ્રિય આનંદ આવે છે તે આનંદ વચન અગોચર છે, અનુભવગમ્ય છે. આત્માના અનુભવમાં શુદ્ધ ઉપયોગમાં આત્માના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાનું સ્વરૂપ શું છે ? ઉત્તર ઃ- જીવને અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે. માટે પ્રથમ આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળીને યુક્તિ દ્વારા આત્મા જ્ઞાનસ્વભાવી છે એવો નિર્ણય કરવો... પછી...
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy