SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ એવા સુખની (૭) સ્વરૂપભૂત સ્વાતંત્ર્ય જેનું લક્ષણ (સ્વરૂપ) છે ઉપલબ્ધિરૂપ ભોક્તત્વ હોય છે. (૮) અતીત અનંતર (છેલ્લા) શરીર પ્રમાણે અવ ગાહ પરિણામ રૂપ દેહ પ્રમાણપણું હોય છે. મુક્તાત્માની અવગાહના ચરમ શરીર પ્રમાણ હોય છે તેથી તે છેલ્લા દેહની અપેક્ષા લઈને તેને દેહપ્રમાણપણું કહી શકાય છે. (૯) અને ઉપાધિના સંબંધથી વિવિક્ત એવું આત્યંતિક (સર્વથા) અમૂર્તપણું હોય છે. વિવિકત = ભિન્ન ; રહિત મુક્ત આત્માને કર્મસંયુક્તપણું તો નથી જ હોતું, કારણકે દ્રવ્યકર્મો અને ભાવકર્મોથી વિમુક્તિ થઈ છે. પૂર્વ સૂત્ર (ગાથા ૨૭માંનું કહેલા જીવત આદિ નવ વિશેષોમાંથી પ્રથમના આઠ વિશેષો મુક્તાત્માને પણ યથા સંભવ હોય છે, માત્ર એકાકર્મ સંયુક્તપણું હોતું નથી. (૧) દ્રવ્ય કમો તે પુદ્ગલ સ્કંધો છે અને ભાવ કર્મો તે ચિદ્વિવર્તી છે. (ચિદ્વિવર્ત = ચૈતન્યનો પલટો અર્થાત્ ચૈતન્યનું એક વિષયને છોડી અન્ય વિષયને જાણવારૂપે પલટાવું તે; ચિત્નક્તિનું અન્ય અન્ય શેયોને જાણવા રૂપે પરિણમવું તે.) ચિન્શક્તિ અનાદિ જ્ઞાનાવરાદિક કર્મોના સંપર્ક (સંબંધથી) સંકુચિત વ્યાપારવાળી હોવાને લીધે શેયભૂત વિશ્વના(સમસ્ત પદાર્થોના) એક એક દેશમાં ક્રમે વ્યાપાર કરતી થકી વિવર્તન પામે છે. પરંતુ જ્યારે જ્ઞાનાવરણાદિ કર્મોની સંપર્ક વિનાશ પામે છે; ત્યારે તે શેયભૂત વિશ્વના સર્વ દેશોમાં યુગપદુ વ્યાપાર કરતી થકી કથંચિત્ * કુટસ્થ થઈને, અન્ય વિષયને નહિ પામતી થકી વિવર્તન કરતી નથી. તે આ ચિન્શક્તિના વિવતનનો અભાવ) ખરેખર નિશ્ચિત (નિયત, અચળ) સર્વજ્ઞપણાની અને સર્વદર્શપણાની ઉપલબ્ધિ છે. આ જ, દ્રવ્ય કર્મોના નિમિત્તભૂત ભાવકર્મોના કર્તુત્વનો વિનાશ છે. ૧૬૨ આ જ વિકારપૂર્વક અનુભવના અભાવને લીધે ઔપાધિક સુખદુઃખ પરિણામો ભોક્તત્વનો વિનાશ છે. અને આ જ, અનાદિ વિવર્તનના ખેદના વિનાશથી જેનું અનંત ચૈતન્ય સુસ્થિત થયું છે એવા આત્માને સ્વતંત્ર સ્વરૂપાનુભૂતિ લક્ષણ સુખનું (સ્વતંત્ર સ્વરૂપની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા સુખનું) ભોક્તત્વ છે. (* કુટસ્થ = સર્વ કાળે એકરૂપે રહેનારી; અચળ (આનાવરણાદિકર્મનો સંબંધ નષ્ટ થતાં કાંઈ ચિન્શક્તિ સર્વથા અપરિણામી થઈ જતી નથી, પરંતુ તે અન્ય યોને જાણવારૂપે પલટાતી નથી- સર્વદા ત્રણે કાળના સમસ્ત શેયોને જાયા કરે છે, તેથી તેને કંથંચિત્ કૂટસ્થ કહી છે.) * ઐપાધિક = દ્રવ્ય કર્મરૂપ ઉપાધિ સાથે સંબંધવાળા; દ્રવ્યકર્મ-રૂપ ઉપાધિ જેમાં નિમિત્ત હોય છે એવા; અસ્વાભાવિક; વૈભાવિક; વિકારી. આત્મા (૧) જ્ઞાનાત્મક, (૨) દર્શનરૂપ, (૩) ઈન્દ્રિયો વિના, સર્વને જાણનારો મહાપદાર્થ, (૪) શેય, પરપર્યાયોને ગ્રહતો-મૂકતો નહિ હોવાથી, અચળ અને (૫) શેય, પરદ્રવ્યોનું આલંબન નહિ લેતો હોવાથી નિરાલંબ છે; તેથી તે એક છે. આ રીતે એક હોવાથી, તે શુદ્ધ છે. આવો શુદ્ધ આત્મા ધ્રુવ હોવાને લીધે, તે જ એક ઉપલબ્ધ કરવા યોગ્ય છે. સંસાર અવસ્થાવાળા આત્માનું સોપાધિ નિયુપાધિ સ્વરૂપ : (૧) આત્મા નિશ્ચયે ભાવ પ્રાણના ધારણને લીધે જીવ છે; વ્યવહાર (અસભૂત વ્યવહારની દ્રવ્ય પ્રાણના ધારણને લીધે જીવ છે. (૨) નિશ્ચયે ચિસ્વરૂપ હોવાથી ચેતયિતા (ચેતનારો-જાણનાર) છે; વ્યવહાર (સભૂત વ્યવહારનયે) ચિલ્શક્તિયુક્ત હોવાથી ચેતયિતા (જાણનાર) છે. (૩) નિશ્ચયે અપૃથભૂત એવા ચૈતન્ય પરિણામ સ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત હોવાથી ઉપયોગલક્ષિત (ઉપયોગવાળો) છે; વ્યવહારે (સભૂત વ્યવહારનય) પૃથભૂત એવા ચૈતન્ય પરિણામ સ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત હોવાથી ઉપયોગવાળો છે.. અપૃથભૂત = અપૃથક; અભિન્ન. (નિશ્ચયે ઉપયોગ આત્માથી અપૃથક છે. અને વ્યવહારે પૃથક છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy