SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અવગાહ સંબંધ :સાંધ-સંધિ સ્વભાવ; તાદાત્મ્ય સંબંધ નહિ એકરૂપતા નહિ; એક જગ્યામાં સાથે રહેવું; અગૃહીત :અગૃહીત (નિસર્ગજ) તો ઉપદેશાદિના નિમિત્ત વિના થાય છે, પરંતુ ગૃહીતમાં ઉપદેશાદિ નિમિત્ત હોય છે. અગૃહીત અને ગૃહીત :અગૃહીત નિસર્ગ જ છે. તે ઉપદેશાદિના વિના થાય છે. પરંતુ ગૃહીતમાં ઉપદેશાદિ નિમિત્ત હોય છે. અગૃહીત મિથ્યાચારિત્ર-ચારિત્રનું લક્ષણ :અગૃહીત મિથ્યાદર્શન અને અગૃહીત મિથ્યાજ્ઞાન સહિત પાંચ ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે પ્રવૃત્તિ કરવી તેને અગૃહીત મિથ્યાચારિત્ર કહેવામાં આવે છે. આ ત્રણેયને દુઃખનાં કારણ જાણી તત્ત્વજ્ઞાન વડે તેનો ત્યાગ કરવો જોઈએ. અગૃહીત મિથ્યાત્વ :અગૃહીત મિથ્યાત્વ અનાદિથી ચાલ્યું આવે છે. જીવ પર દ્રવ્યનું કાંઈ કરી શકે તે શુભ વિકલ્પી આત્માનો લાભ થયો એવી માન્યતા તે અનાદિનું અગૃહીતમિથ્યાત્વ છે. શુભવિકલ્પથી આત્માને લાભ થાય એવી અનાદિથી ચાલી આવતી જીવની માન્યતા તે મિથ્યાત્વ છે; તે કોઈના શીખવવાથી થયું નથી માટે અગૃહીત છે. (૨) હું પરનો કર્તા છું, કર્મથી રોકાયેલો છું, પરથી જુદો-સ્વતંત્ર નથી, શુભરણથી મને ગુણ થાય છે એવી જે ઊંધી માન્યતા અનાદિથી છે તે અગૃહીત મિથ્યાત્વ છે. (૩) પરોપદેશ વિના મિથ્યાત્વ કર્મના ઉદયવશ તત્ત્વોના અશ્રદ્ધાનરૂપ થાય છે તેને નૈસર્ગિક-અગૃહીત મિથ્યાત્વ કહે છે. અગૃહીત-મિથ્યા દર્શન અને જીવતત્ત્વનું લક્ષણ યથાર્થપણે શુદ્ધ આત્મદૃષ્ટિ દ્વારા જીવ, અજિય, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોની શ્રદ્ધા કરવાથી સમ્યગ્દર્શન થાય છે. એટલા માટે આ સાત તત્ત્વો જાણવા જરૂરના છે. સાતે તત્ત્વોનું વિપરીત શ્રદ્ધાન કરવું તેને અગૃહીત મિથ્યાદર્શન કહે છે. જીવ જ્ઞાન-દર્શન-ઉપયોગ સ્વરૂપ અર્થાત્ જ્ઞાતા-દૃષ્ટા છે, અમૂર્તિકઅરૂપી, ચૈતન્યમય અને ઉપમારહિત છે. અગાધ ઊંડા. ૧૬ અગાધ સ્વભાવ અગાધ જેમનો સ્વભાવ છે અને ગંભીર છે, એવાં સમસ્ત દ્રવ્યોને ભૂત, વર્તમાન તેમ જ ભાવિ કાળના, ક્રમે થતા, અનેક પ્રકારના, અનંત પર્યાયો સહિત, એક સમયમાં જ પ્રત્યક્ષ જાણવાનો આત્માનો સ્વભાવ છે. અગાંભીર્ય ઉછાંછળું; અવિચારી; ઉતાવળિયું; ઉદ્ધત; અવિવેકી વર્તનવાળું; ચંચળ,અસ્થિર; અવ્યવસ્થિત, અગિયાર પ્રતિમાનું સ્વરૂપ :અગિયાર શ્રેણીઓમાં, પહેલાંનું ચારિત્ર આગળ આગળ વધતું જાય છે, પહેલાંના નિયમ છૂટી જતા નથી. (૧) દર્શન પ્રતિમા=આ શ્રેણીમાં, ઉપર જે કહ્યા તે પાક્ષિક શ્રાવકને યોગ્ય નિયમ પાળતાં છતાં, સમ્યગ્દર્શનને નિર્મળ રાખે છે, તેના આઠ અંગ સહિત પાળે છે. નિશંક્તિાદિ આઠ અંગનું વર્ણન, સમ્યગ્દર્શનના અધ્યાયમાં થઈ ગયું છે. અહીં અહિંસા, સત્ય, અચૌર્ય, સ્વસ્રીસંતોષ અને પરિગ્રહપ્રમાણ, એ પાંચ અણુવ્રતોનો અભ્યાસ કરે છે. સ્થૂલપણે પાળે છે, અતિચાર ટાળી શકતા નથી. (૨) વ્રતપ્રતિમા=આ શ્રેણીમાં, પહેલાંના સર્વ નિયમો પાળવા ઉપરાંત, પાંચ અણુવ્રતોના પચ્ચીસ અતિચારો ટાળે છે તથા સાત શીલોને પાળે છે. તેના અતિચાર પૂરા ટળતા નથી. ટાળવાનો અભ્યાસ કરે છે. સામાયિક શિક્ષાવ્રતમાં, કદી રાગાદિનાં કારણ ન પણ કરે, પ્રોષધોપવાસમાં પણ કદી ન કરી શકે તો ન કરે; એકાસણું કે ઉપવાસ શક્તિ અનુસાર કરે. (૩) સામાયિક પ્રતિમા-આ શ્રેણીમાં પહેલાંના નિયમ પાળતાં એવો શ્રાવક, નિયમપૂર્વક પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ અને સાયંકાળે સામાયિક કરે છે. એ બે થકી અથવા ૪૮ મિનિટથી ઓછું કરતો નથી. કોઈ વિશેષ કારણના યોગે, અંતર્મુહૂર્ત ૪૮ મિનિટથી, કંઈ ઓછું પણ કરી શકે છે. સામાયિક પાંચે અતિચાર ટાળે છે. (૪) પ્રોષધોપવાસ પ્રતિમા=આ શ્રેણીમાં, નીચેની ત્રણે પ્રતિમાઓના નિયમો પાળતા રહીને, નિયમપૂર્વક માસમાં ચાર દિવસ, પ્રોષધપૂર્વક ઉપવાસ કરે છે. અતિચારોને ટાળે છે. ધર્મ ધ્યાનમાં સમય ગાળે છે. એની બે પ્રકારે વિધિ છે. એક તો એ છે કે આગળના અને પાછળના દિવસે એકાસણું કરે, વચલા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy