SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ અહેતુક જેનું કોઈ કારણ નથી એવી; અકારણ; સ્વયંસિદ્ધ; સહજ. અહેતુક-વહેતુક ભાઈ ! એક સમયની પર્યાયમાં રાગ-અશુદ્ધતા જે થઈ છે, તે સત્ છે અને નથી. અહેતુક છે, એમ પંચાસ્તિકાયમાં સિદ્ધ કર્યું છે. એ રાગ અશુદ્ધતા (સ્વભાવના લક્ષે નહિ પણ) પરના લક્ષે થઈ છે, એમ બતાવવા એને સ્વપરહેતુક કહી છે. અને પછી ત્રિકાળ વસ્તુમાં એ રાગ-અશુદ્ધતા નથી, તથા પર્યાયમાં એક સમયના સંબંધે છે તે કાઢી નાખવા જવી છે તે અપેક્ષાએ, તેને કર્મજન્ય ઉપાધિ કહી છે. અહા ! એકવાર કહે છે કે, અશુદ્ધતા સ્વયં પોતાથી છે, પછી કહે કે તે સ્વ પર હેતુથી છે અને વળી કહે કે એકલી કર્મજન્ય છે !!! ભાઈ, જે અપેક્ષાએ જ્યાં જે કહ્યું હોય, તે અપેક્ષાએ ત્યાં તે સમજવું જોઈએ. શ્રીમદે પણ કહ્યું છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.' ભાઈ ! જે અપેક્ષા હોય, તે અપેક્ષાથી જ્ઞાન કરવાને બદલે, બીજી અપેક્ષા ઓળખવા-ગોતવા જઈશ, તો સત્ય નહીં મળે. ઉત્પાદ વ્યય દ્રાવ્ય યુક્તમ્ સત્ એમ સિદ્ધ કરવું હોય, ત્યાં રાગનો મિથ્યાત્વાદિનો ઉત્પાદક દ્રવ્યની પર્યાયાં છે. અને તે પોતાથી સત્ છે. એમ કહે છે, સતું છે માટે તેને પર કારકની અપેક્ષા નથી. એ જ વાત પંચાસ્તિકાયની ગાથા કરતાં કહી છે કે જે સંસારની પર્યાય છે તે પર કારકની અપેક્ષા વિના સ્વતઃ જીવની પર્યાય છે.” તે કાંઈ પરથી થઈ છે એમ નથી. હવે તે મિથ્યાત્વાદિનો સંસારભાવ છે, તે વિભાવ છે. એ વિભાવ છે તે સ્વરૂપના લક્ષે ન થાય, પરંતુ પરના લક્ષે જ થાય. તેથી તેને, સ્વપર હેતુક કહેવામાં આવે છે. તથા આ ૫૮ થી ૬૦ ગાથામાં અને પરમાત્મપ્રકાશમાં તે બધાય ભાવોને પુલ કહ્યા છે. કળશ ૪૪ માં આવે છે કે આ અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમું વર્ણાદિગાન પુદ્ગલ જ નાચે છે. જીવદ્રવ્યને, એકલા ધ્રુવ ચૈતન્યમાત્ર સ્વભાવથી જોઈએ, તો તે એક-એકલું જ છે. એ જીવદ્રવ્ય એકલું છે તે કેમ નાચે ? ભગવાન આત્માનો કાંઈ નથી. એ બધી પર્યાયોમાં, એ પુલનો જ નાચ છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની અપેક્ષાએ એ સઘળા અન્ય ભાવોમાં એક ૧૪૩ પુગલ જ નાચે છે - એમ કહ્યું છે. આ પ્રમાણે આવો ભગવાન જિનદેવનો ઉપેદશ, સ્યાદ્વાદરૂપ છે, અને પ્રમાણ સમયે જ સમ્યજ્ઞાન છે. જે અપેક્ષાએ આદિ દ્રવ્યમાં નથી અને જે અપેક્ષાએ તેઓ પર્યાયમાં છે. એમ જે ઉપદેશ કર્યો છે તે રીતે યથાર્થ જાણવું જોઈએ. જિનદેવની ઉપદેશમાં તો અપેક્ષાથી કથન છે માટે તે રીતે સમજે તો જ સમ્યગજ્ઞાન છે. અહત્વ હું પણું; અહંકાર અહેવત :અકારણવત અહંતા :અહંકાર. અહબુદ્ધિ હું પદ; અજ્ઞાન; હું કરું છું એવી મગરૂરી ભરેલી સમઝ. (૨) મમત્વભાવ અહંભાવ :હુપદ; અહમણાભાવ અહંકાર, મૂઢતા; મમત્વભાવ; હું દેવસ્વરૂપ છું, હું કર્મસ્વરૂપ છું, હું મનુષ્ય છું, હું કૃશ છું, હું સ્કૂલ છે, હું ગોરો છું, હું શ્યામ છું, હું વૈશ્ય આદિ છું, હું બ્રાહ્મણ છું, હું અવિદ્રાન છું, હું વિદ્વાન છું, હું નિર્ધન છું, હું ધનવાન છું, ઈત્યાદિ પ્રકારે મનુષ્યોનું જે ચિંતન તે અહંકાર કહેવાય છે. તત્ત્વજ્ઞાનતરંગિણી. (૨) મમત્વભાવ (3) હું પણાનો ભાવ. (૪) પરને પોતે માનવું. (૫) મમત્વભાવ. અહર્નિશ હંમેશ; હરસમય. અહાનિવૃદ્ધિ વૃદ્ધિહાનિ રહિત; એકસરખું. આહારક શરીર આહારક શરીર પ્રકૃતિ સાતમા કે આઠમા ગુણસ્થાને બંધાય છે તે છઠ્ઠા ગુણસ્થાને ઉદયમાં આવે છે. કોઈ જીવ ક્ષપકશ્રેણી વખતે આહારક શરીર બાંધે ને સીધો કેવળ જ્ઞાન પામે, છ ગુણસ્થાને પાછો આવે જ નહિ એટલે તેને આહારક શરીરની રચનાનો પ્રસંગ ન આવે. છઠ્ઠા ગુણ સ્થાને આહારક શરીરની રચનાવાળા મુનિવરો એક સાથે વધુમાં વધુ ૫૪ (ચોપન) હોય છે. અહિત બૂરું. આહિમહેતુ :ગેરલાભનું કારણ. અહિયાસવા :સહન કરવા.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy