SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ અષ્ટકર્મ :જ્ઞાનીવરણ, દર્શનાવરણ, અંતરાય, મોહ એ ચાર ધાતિ કર્મ અને આયુષ્ય, નામ, ગોત્ર અને વૈદનીય એ ચાર અધાતિ કર્મ મળીને આઠ દ્રવ્યકર્મ અમભક્ત :ત્રણ ઉપવાસ. અમી ભૂમિકા :આઠમી ભૂમિના અગ્રભાગે મોક્ષસ્થાન; સિદ્ધશિલા. અષ્ટાંગયોગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ- એ આઠ યોગના અંગ. અણપદ કેલાસ પર્વતના ઘાટનું દેરાસર અસંકચિત :સંકડાશ વિનાનું, સંકોચાયેલું નહિ તેવું; અસંસ્કૃતિ વિકાસત્વશક્તિ ક્ષેત્ર અને કાળથી અમર્યાદિત એવા ચિ વિલાસ સ્વરૂપ | (ચૈતન્યના વિલાસ સ્વરૂ૫) અસંકુચિત વિકાસન્ધશક્તિ. અસકલ આત્મામાં આત્માના સર્વ પ્રદેશોમાં નહિ, પણ થોડા જ પ્રદેશોમાં. અસંકીર્ણ :ભેળસેળ નહિ એવા; સ્પષ્ટપણે ભિન્ન. (ભગવાન આત્મસ્વભાવ સ્પષ્ટ ભિન્ન (પર સાથે ભેળસેળ નહિ એવા) દ્રવ્ય-ગુણ-પર્યાયો વડે, સુસ્થિત છે.) અસુખ દુઃખ. અસંખ્ય પુદગલ પરાવર્તન :અનંત કાળ. અસંખ્યાત અનેક અસંખ્યાત અને અનંત અસંખ્યાત અને અનંત એ સંખ્યા સમજવા માટે ગણિતશાસ્ત્ર ઉપયોગી છે; તેમાં ૧૦૩ એટલે કે ૧૦ ને ૩ થી ભાગતા = ૩.૩૩૩૩.... (અંત ન આવે ત્યાં સુધી ત્રગડા) આવે છે. પણ એનો છેડો આવતો નથી, તે અનંતનું દૃષ્ટાંત છે; અને અસંખ્યાતની સંખ્યા સમજવા માટે એક ગોળના પરિઘ અને વ્યાસનું પ્રમાણ ૨૨/૭ હોય છે. (વ્યાસ કરતાં પરિઘ ૨૨/૭ ગણો હોય છે, તેનો હિસાબ શતાંઈ મૂકતાં જે સંખ્યા આવે છે તે અસંખ્યાત છે. ગણિતશાસ્ત્રમાં આ સંખ્યાને ઈરેશનલ કહેવામાં આવે છે. અસંખ્યાત પ્રદેથી જીવ, ધર્મ, અધર્મ અને લોકાકાશ. અખલિત :સતત; ચાલુ; વચ્ચે ખાંચો કે તૂટ પડ્યા વિનાનું ફરે નહિ; પડી જાય | નહિ એવા. (૨) જરાય ભેદપણે નહિ, થવા રૂપ; એકરૂપ વસ્તુ (૩) | નિરંતર; અટક્યા વગર; સદાય. (૪) પોતાથી નહિ ચુત થતો; સતત પ્રવાહરૂપ વહેતો. (૫) કરે નહિ; પડી જાય નહિ. (૬) એક પ્રવાહરૂપ (૭) નિબંધ. (૮) સ્કૂલન-ભૂલ કર્યા વિનાનું, વચ્ચે ખાંચી કે તૂટ પડ્યા વિનાનું, સતત; ચાલુ; એકરૂપ; અચળ; અતૂટક. (૯) નિબંધ. (૧૦) પોતાનાથી નહિ શ્રુત થતો. (૧૧) (નિષ્કપ) (૧૨) નિર્બાધ. (૧૩) પોતાથી, નહિ ચુત થતો. અસંગ વીતરાગ (૨) અનાસક્તિ; અનાસક્ત; દુનિયાદારીના સંબંધથી મુક્ત; સંગનો અભાવ. (૩) અનાસક્ત; દુનિયાદારીના સંબંધથી મુક્ત; અનાસક્તિ. (૪) એકલું; અનાસક્ત; દુનિયાદારીના સંબંધોથી મુકત; આત્મા. (૫) અનાસક્ત; દુનિયાદારીના સંબંધથી મુક્ત; આત્મા. (૬) મૂર્છાનો અભાવ; પર દ્રવ્યથી મુકત. (૭) અનાસક્ત; દુનિયાદારીના સંબંધોથી મુક્ત. અસંગત :અયથાર્થ. (૨) અયથાર્થ; અનુચિત; પરસ્પર વિરોધી; અસંગદશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી, જીવન વિશે સહેજે મયોપશમનું નિર્મળપણું થાય છે; અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન ક્ષયોપશમનું નિર્મળપણું થાય છે; અને સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જો જીવમાં અસંગ દશા આવે, તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે; અને તે અસંગદશાનો હેતુ, વૈરાગ્ય અને ઉપશમ છે. અસંગપણ આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં. (૨) સંસારના સંગીના સંગમાં, વાતચીતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખવો નહીં. (૩) નિર્મોહપણું; યથાર્થ રામરસપણું. (૪) અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહિ. (૫) આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં. (૬) આત્માર્થ સિવાયના અંગ પ્રસંગમાં પડવું નહીં. અસુગમ :દુર્લભ; મુશ્કેલ; અસજજન :દુર્જન અસંશી :મન રહિત; એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો નિયમથી અસંજ્ઞી જ હોય છે પંચેન્દ્રિયોમાં તિર્યંચો સંજ્ઞી અને અસંજ્ઞી બન્ને પ્રકારના હોય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy