SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય ઃશૂન્ય નહિ એવું; હયાત; સદ્. (૨) ખાલી નહિ હ્યું; ભાવવાન; (૩) હયાત; સત્. (૪) ભરેલા. (૫) પૂર્ણ; ભરપૂર. (૬) શૂન્ય નહિ એવું; હયાત; સત્; અસ્તિ. અશન-જીયનગમનાદિક શરીર ચેષ્ટાઓ :આહારક્રિયા-સૂવાની ક્રિયા-જવાની ક્રિયા સંબંધી શરીરની ક્રિયાઓ. ગમન=સ્ત્રીસંભોગ. અશનીય ભક્ષ્ય; ભોજન યોગ્ય. અશબ્દ :સ્વયં અનેક પરમાણુ દ્રવ્યાત્મક શબ્દ પર્યાયની વ્યક્તિના (પ્રગટતાના) અસંભવને લીધે અશબ્દ છે. અશુભ ઃમોહમય પરિણામ તેમજ દ્વેષમય પરિણામ અશુભ છે. (૨) ખરાબ. અશુભ આસવ :મિથ્યાત્વ વિષય કષાયરૂપ અશુભ આસવ. (૨) કર્મના આગમન. અશુભ ઉપયોગ :જેનો ઉપયોગ વિષય-કષાયમાં અવગાઢ (મગ્ન) છે, કુશ્રુતિ, કુવિચાર અને કુસંગતિમાં જોડાયેલો છે, ઉગ્ર છે તથા ઉન્માર્ગમાં લાગેલો છે, તેને તે અશુભ ઉપયોગ છે. વિશિષ્ટ ઉદયદશામાં રહેલા, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ પુદ્ગલો અનુસાર, પરિણતિમાં લાગેલો હોવાને લીધે, અશુભ ઉપરાગ ગ્રહ્યો હોવાથી, જે (ઉપયોગ) પરમ ભટ્ટારક, મહાદેવાધિદેવ, પરમેશ્વર એવા અહંત સિદ્ધ અને સાધુ સિવાય અન્યની-ઉન્માર્ગની શ્રદ્ધા કરવામાં, તથા વિષય, કષાય, કુશ્રવણ, કુવિચાર, કુસંગ અને ઉગ્રતા આચરવામાં પ્રવર્તે છે, તે અશુભ ઉપયોગ છે. (૨) હિંસાદિમાં અથવા કષાય પાપ અને વ્યસન વગેરે નિંદાપાત્ર કાર્યોમાં પ્રવૃત્તિ. (૩) હિંસાદિમાં અથવા કષાય, પાપ અને વ્યસન વગેરે નિંદાપાત્ર કાર્યોમાં પ્રવૃત્તિ. (૪) જેનો ઉપયોગ, ઉન્માર્ગની શ્રદ્ધા કરવામાં તથા વિષય, કષાય, કુશ્રવણ, કુવિચાર, કુસંગ અને ઉગ્રતા આચરવમામાં, પ્રવર્તે છે, તે અશુભ ઉપયોગ છે. (૫) જેનો ઉપયોગ વિષયકષાયમાં અવગાઢ (મગ્ન) છે. કુશ્રુતિ, કુવિચાર અને કુસંમતિમાં જોડાયેલો છે. ઉગ્ર છે તથા ઉન્માર્ગમાં લાગેલો છે તેને તે અશુભ ઉપયોગ છે. વિશિષ્ટ ઉદય દશામાં રહેલા દર્શન મોહનીય અને ચારિત્રમોહનીયરૂપ પુદ્ગલો અનુસાર પરિણતિમાં લાગેલી હોવાને લીધે અશુભ ઉપરાગ ગ્રહ્યો હોવાથી, ૧૩૪ જ ઉપયોગ પરમ ભટ્ટારક, મહાદેવાધિદેવ, પરમેશ્વર એવા અહંત, સિદ્ધ અને સાધુ સિવાય અબ્યની-ઉન્માર્ગની શ્રદ્ધા કરવામાં તથા વિષય, કષાય કુશ્રવણ, કુવિચાર, કુસંગ અને ઉગ્રતા આચરવામાં પ્રવર્તે છે તે અશુભ ઉપયોગ છે. અશુભ નામકર્મ આવનું કારણ યોગમાં કુટિલતા અને વિસંવાદન અર્થાત્ અન્યથા પ્રવર્તના તે અશુભનામકર્મ આસ્રવનું કારણ છે. અશુભ ભાવ તે નરકાદિ ગતિ છે. (૨) અશુભ ભાવ આર્ત રોદ્ર ધ્યાન અતિ મલિન છે. નરક તિર્યંચ આદિ અધોગતિના કારણ છે. માટે આશ્રયે જ તજવા યોગ્ય છે. (૩) હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહની મૂર્છા વગેરે અશુભ ભાવ છે, ને તેનાથી પાપબંધ થાય છે. (૪) રળવું, કમાવું, પરિગ્રહ કરવો, વિષયવાસના, હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, પરસ્ત્રી ગમન, શિકાર, માંસ લક્ષણ, મદ્યપાન આદિ અશુભભાવ છે. (૫) મિથ્યા શ્રદ્ધા, ક્રોધ, માન, માયા, લોભ અને વિષયવાસના વગેરે અશુભ ભાવો છે. (૬) જ્યાં મોહ, દ્વેષ તથા અપ્રશસ્ત રાગ છે, ત્યાં અશુભ પરિણામ છે. અશુભ ભાવનાઓ કાન્દર્ષી, કિલ્ટિષિકી, સંમોહી, દાનવી અને આભિયોગિકી એ પાંચ અશુભ ભાવના છે. (૧) કાન્હર્પી = રાગ થાય એવાં વચન, હલકા ચાળા, હાસ્યયુક્ત અસભ્ય વચનથી પરને સતત વિસ્મય પરમાડતો સાધુ કાન્દર્યાં ભાવનાને ભજે છે. = (૨) કિલ્વિયી = કેવળી, ધર્મ, આચાર્ય, શ્રુત, સાધુ, સાધર્મી આદિના અવર્ણવાદ (નિંદા) બોલવામાં તત્પર અને માયાવી એવો તપસ્વી કિલ્વિયી ભાવનાને ભજે છે. (૩) સંમોહી = સન્માર્ગને દૂષણ લગડનાર, ઉન્માર્ગ દેશનામાં ચાલાક, મોહ કરીને લોકોને સંમોહી ભાવનાનો આશ્રય કરે છે. (૪) દાનવી = અનંતાનુબંધી કષાય અને કલહમાં આસક્તિથી અથવા શરીરાદિ પરિગ્રહમાં આસક્તિથી તેવાં નિમિત્તને મેળવતો કરુણા રહિત, પશ્ચાત્તાપ રહિત, પૂર્વનું વેર રાખનાર મુનિ દાનવી અથવા આસુરી ભાવનાને ધારે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy