SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અશિ :અપવિત્ર (૨) અપવિત્ર; અસ્વચ્છ; મરણ-સૂતકવાળું (૩) મલિન; દુર્ગંધમય, ગંદું; મેલુ. (૪) અપવિત્ર; અશુદ્ધ. (૫) સૂગ ઉપજાવે તેવાં; દુર્ગંધિમય. (૭) પદાર્થો. અશિ ભાવના આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગજરાનું નિવાસસ્થાન છે, એ શરીરથી હું ન્યારો છું; એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિ ભાવના. અશ્રુશિષય :ગંદો; મેલો; મળ; રાગ; અપવિત્ર; દુર્ગંધમય. (૨) મલિનતા; ગંદાપણું; મેલ; અપવિત્ર; દુર્ગંધમય. અશુદ્ધ અવસ્થા કેટલાક કહે છે કે શરીરના ધર્મ શરીરમાં થાય છે; રોગાદિની અવસ્થા દેહમાં થાય છે તે સાચી વાત પણ રોગ દેખી જે દ્વેષ મને નિરોગતા દેખી જે રાગ આત્મા ડરે છે, તે આત્મામાં થાય છે. સંયોગથી સુખદુઃખ થતું નથી. પણ સંયોગમાં સુખ-દુઃખની કલ્પના કરે છે. તે અશુદ્ધ અવસ્થા પોતાની માનવારૂપ જે અશુદ્ધ નયનો પક્ષ છે તે છોડવા જેવો કહ્યો છે, કારણ કે આત્મામાં પરના આશ્રયથી જે પુણ્ય-પાપ વિકાર થાય છે તે મારા છે, એવી અશુદ્ધ દૃષ્ટિરૂપ વ્યવહારનું ફળ ચોરાશીના અવતારમાં રખડવાનું છે.દેવનાગરીમા = કોઈ એક વિષયમાં ચિત્તને એકાગ્ર કરવું તે ધ્યાન છે. આત્મા અખંડ જ્ઞાનાનંદ સ્વરૂપી છે, તેના લક્ષે સ્થિર થતાં રાગ ટળી અંદર સ્થિરતા થાય છે અને રાગનો નાશ સહેજે થાય છે. અશુદ્ધ ઉપયોગ :જીવને, પર દ્રવ્યના સંયોગનું કારણ અશુદ્ધ ઉપયોગ છે. અને તે અશુદ્ધ ઉપયોગ, વિશુદ્ધિ અને સંલેશરૂપ ઉપરાગને લીધે, શુભ અને અશુભપણે વિવિધતાને પામ્યો થકો, જે પુણ્ય અને પાપપણે વિવિધતાને પામે છે, એવું જે પરદ્રવ્ય તેના સંયોગના કારણ તરીકે કામ કરે છે. (ઉપરાગ મંદકષાયરૂપ અને તીવ્રકષાયરૂપ, એમ બે પ્રકારનો હોવાથી, અશુદ્ધ ઉપયોગ પણ, શુભ અને અશુભ એવા બે પ્રકારનો છે; તેમાં, શુભ ઉપયોગ, પુણ્યરૂપ પરદ્રવ્યના સંયોગનું કારણ થાય છે અને અશુભ ઉપયોગ, પાપરૂપ પરદ્રવ્યના સંયોગનું કારણ થાય છે.) પરંતુ જ્યારે બન્ને પ્રકારના, આ અશુદ્ધ ઉપયોગનો અભાવ કરવામાં આવે છે, ત્યારે ખરેખર ઉપયોગ શુદ્ધ જ રહે છે; અને તે ૧૩૨ તો પરદ્રવ્યના સંયોગનું અકારણ જ છે. (અર્થાત્ શુદ્ધ ઉપયોગ, પરદ્રવ્યના સંયોગનું કારણ નથી.) (૨) શુભ અને અશુભ ઉપયોગ; મંદ-તીવ્ર ઉદયદશા. (૩) જેનો ઉપયોગ વિષય-કષાયમાં અવગાઢ (મગ્ન) છે, કુશ્રુતિ, કુવિચાર અને કુસંગતિમાં જોડાયેલો છે. ઉગ્ર છે તથા ઉત્પાર્ગમાં લાગેલો છે, તેને તે અશુભ ઉપયોગ છે. વિશિષ્ટ ઉદયદશામાં રહેલા દર્શનો મોહનીય અને ચારિત્રમોહનીયરૂપ પુદ્ગલો અનુસાર પરિણતિમાં લાગેલો હોવાને લીધે અશુભ ઉપરાગ ગ્રહ્યો હોવાથી, જે ઉપયોગ પરમ ભદ્રારક, તથા દેવાધિદેવ, પરમેશ્વર એવા અહંત, સિદ્ધ અને સાધુ સિવાય અબ્યની-ઉન્માર્ગની- શ્રદ્ધા કરવામાં તથા વિષય, કષાય, કુશ્રવણ, કુવિચાર, કુસંગ અને ઉગ્રતા આચરવામાં પ્રવર્તે છે, તે અશુભ ઉપયોગ છે. અશુદ્ધ ઉપયોગના વિનાશની રીત ઃઅન્ય દ્રવ્યમાં મધ્યસ્થ થતો હું અશુભોપયોગ રહિત થયો થકો તેમજ શુભોપયુક્ત નહિ થયો થકો જ્ઞાનાત્મક આત્માને ધ્યાઉં છું. પરદ્રવ્યોના સંયોગના કારણ તરીકે કહેવામાં આવેલો અશુદ્ધ ઉપયોગ તે ખરેખર મંદ-તીવ્ર ઉદયદશામાં રહેલા પરદ્રવ્ય અનુસાર પરિણતિને આધીન થવાથી જ પ્રવર્તે છે. પરંતુ અન્ય કોઈ કારણથી નહિ. માટે બધાય પરદ્રવ્યમાં હું મધ્યસ્થ થાઉં, અને એમ મધ્યસ્થ થતો હું પર દ્રવ્ય અનુસાર પરિણતિને આધીન નહિ થવાથી શુભ-અશુભ એવો અશુદ્ધ ઉપયોગ તેનાથી મુક્ત થઈને કેવળ સ્વદ્રવ્ય અનુસાર પરિણતિને ગ્રહવાથી જેને શુદ્ધોપયોગ સિદ્ધ થયો છે એવો થયો થકો, ઉપયોગાત્મા વડે (ઉપયોગરૂપ નિજ સ્વરૂપ વડે) આત્મામાં જ સદા નિશ્ચળપણે ઉપયુક્ત રહું છું. આ મારો પરદ્રવ્યના સંયોગના કારણના વિનાશનો અભ્યાસ છે. અશુદ્ધ ચેતના શુભાશુભ રાગાદિ પરિણામ, સત્ય બોલવાના કે અહિંસાના પરિણામ તે પુણ્ય પરિણામ છે અને અસત્ય બોલવાના કે હિંસાના પરિણામતે પાપના પરિણામ છે; બેય જાતના ભાવને શુભ-અશુભ રાગની અશુદ્ધ પરિણતિ છે. મોહકર્મના ઉદયજન્ય ભાવ છે, તે જીવનું લક્ષણ નથી. હું પરજીવને દુઃખ ન દઉં, મેં તેને ન માર્યો, મેં તેની દયા પાણી, એવા શુભ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy