SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પરસ્પર અવગ્રાહ જેનું લક્ષણ છે એવો સંબંધરૂપ બંધ કહેવાય છે. (૮) | અવકાશ. (૯) (એક ક્ષેત્રમાં) રોકી રહેવું (૧૦) શરીર પ્રમાણ. (૧૧) લીન થવું તે; મસ્જિત થવું તે; અવકાશ પામવો તે. (એક જ કાળે સર્વ દ્રવ્યોને સામાન્ય અવકાશીની પ્રાપ્તિમાં આકાશ દ્રવ્ય નિમિત્તભૂત છે. (૧૨) શરીર પ્રમાણ. (૧૩) ગ્યા. (૧૪) અવકાશ. (૧૫) લીન થવું તે; મજિત થવું તે; અવકાશ પામવો તે. ધર્મ, અધર્મ અને લોકાકાશનું એકત્વ, તો કેવળ એકક્ષેત્રાવગાહની અપેક્ષાએ જ કહી શકાય છે; વસ્તુપણે તો તેમને અન્યત્વ જ છે, કારણ કે તેમનાં લક્ષણો ગતિeતુત્વ, સ્થિતિ હેતુત્વ અને અવગાહ હેતુત્વરૂપ ભિન્ન ભિન્ન છે તથા • તેમના પ્રદેશી પણ ભિન્ન ભિન્ન છે. (૧૫) લીન થવું તે; મસ્જિત થવું તે; અવકાશ પામવો તે. (એક જ કાળે સર્વ દ્રવ્યોને, સામાન્ય અવકાશની પ્રાપ્તિમાં, આકાશદ્રવ્ય નિમિત્તભૂત છે.) (૧૬) ક્ષેત્રમાં વ્યાપવું, એક ક્ષેત્રમાં વ્યાપવું. અવગાહન કરીને ડૂબકી મારીને; ઊંડા ઊતરીને; નિમન થઈને. અવગાહે છે ક્ષેત્રમાં વ્યાપે છે. અવગાહ સંબંધ એક જગ્યાએ સાથે રહેવું; એક જગ્યાએ વ્યાપવું; સંયોગ સંબંધ. (૨) સાંધ-સંધિ છે. એકરૂપતા નથી; તદ્રપપણું નથી. અવગાહ સંબંધ અને તાદાત્મસંબંધ : અહીં બે પ્રકારના સંબંધની વાત કરી છે. (૧) અવગાહ સંબંધ (૨) તાદાભ્ય સંબંધ. ભગવાન આત્માને, રાગાદિ સાથે અવગાહ સંબંધ છે, પણ આત્માને, જેવો જ્ઞાન ગુણ સાથે તાદાભ્ય સંબંધ છે, તેવો રાગાદિ સંબંધ નથી. બીજી રીતે કહીએ તો આત્માને, રાગાદિ સાથે એકરૂપતા નથી, અર્થાત્ બન્ને વચ્ચે સાંધ-સંધિ છે. તેથી જ્ઞાનની પર્યાયને, સ્વભાવમાં વાળતાં બન્ને જુદા પડી જાય છે. આ દયા, દાન, વ્રત આદિ જે વિકલ્પો છે, એની સાથે આત્માને એકતા નથી, સંધિ છે. માટે જ્ઞાનની પર્યાય જ્યાં સ્વરૂપનું લક્ષ કરી અંદર ઢળી, ત્યાં વિકલ્પો ભિન્ન પડી જાય છે. પર્યાયમાં આવો અનુભવ થવો, તે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન છે. અવગાહક ઊંડા ઊતરનાર; નિમગ્ન થનાર. ૧૧૬ અવગાહન વિદ્યા વગેરેના વિષયમાં ઊંડા ઊતરવાની ક્રિયા. (૨) વિશિષ્ટ શક્તિ સહિત, એકક્ષેત્રાવગાહ સંબંધ. (૩) અધ્યયન; વાંચવું; વિચારવું; ઊંડો અભ્યાસ કરવો. વ્યાપ. (૪) મનન કરવું; ઊંડાણથી ચિંતવન કરવું; નિમગ્ન. અવગાહન અર્થે ઊંડી વિચારણા અર્થે. અવગાહન કરવું ડૂબકી મારવી; પ્રવેશ કરવો; (૨) ઊંડા ઉતરવું; નિમગ્ન થવું. અવગાહન કરીને ડૂબકી મારીને; ઊંડા ઊતરીને; નિમગ્ન થઈને. અવગાહનત્વ પ્રતિજીવી ગુણ આયુકર્મના અભાવપૂર્વક, જે ગુણનો શુદ્ધ પર્યાય થાય છે, તે ગુણને અવગાહન પ્રતિજીવી ગુણ કહે છે. અવગાહના :એટલે અવગાહના. અવગાહના એટલે કદ, આકાર એમ નહીં. કેટલાક તત્ત્વના પારિભાષિક શબ્દો એવા હોય છે કે જેનો અર્થ બીજા શબ્દોથી વ્યક્ત ન કરી શકાય; જેને અનુરૂપ બીજા શબ્દ ન મળે; જે સમજ્યા જાય પણ વ્યક્ત ન કરી શકાય. અવગાહના એવો શબ્દ છે, ઘણા બોધ, વિશેષ વિચારે, એ સમજી શકાય. અવગાહ ક્ષેત્ર આશ્રયી છે. જુદું છતાં એક મેક થઈ ભળી જવું છતાં જુદું રહેવું. આમ સિદ્ધ આત્માનું જેટલા ક્ષેત્રપ્રમાણ વ્યાપકપણે તે તેની અવગાહના કહી છે. (૨) જે દેહે આત્મા સંપૂર્ણ સિદ્ધ થાય ને દેહ પ્રણથી કિંચિત જૂન જે ક્ષેત્ર પ્રમાણ ઘન થાય તે અવગાહના. (૩) અંતરમાં ઊંડા ઊતરવું; અધ્યાત્મરસ ચાખવો; અંતરની મીઠાશ અનુભવવી. (૫) એટલે અવગાહના. અવગાહના એટલે કદ આકાર એમ નહિ. કેટલાક તત્ત્વનો પારિભાષિક શબ્દો એવા હોય છે કે જેનો અર્થ બીજા શબ્દોથી વ્યક્ત ન કરી શકાય; જેને અનુરૂપ બીજા શબ્દ ન મળે; જે સમજ્યા જાય પણ વ્યક્ત ન કરી શકાય. શ્રીમદ્ રામચંદ્ર. વચનામૃત ઉપદેશનોંધ.૧૩ (૬) ક્ષેત્ર વિસ્તાર. (૭) અવગાહના ક્ષેત્ર આશ્રયી છે, જુદું છતાં એકમેક ભળી જવું, છતાં જુદું રહેવું, આમ સિદ્ધ આત્માનું જેટલા ક્ષેત્રપ્રમાણ વ્યાપકપણે તે તેની અવગાહના કરી છે. અક્ષવાહના શબ્દ ઘા બોધ, વિશેષ વિચારે, એ સમજી શકાય. (૮)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy