SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1107
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગતા સહિત દશા થઇ. એટલે કે અંતરમાં સ્વભાવની એકાગ્રતા થતાં | નિર્વિકલ્પ દ્વારા જામી-વીતરાગતાની ધારા અંદર પરિણમી કે જેમાં કેવળ આત્માનો અનુભવ રહે છે. અને તે અંતર એકાગ્રતાની ધારા વેગથી આગળ વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. પછી અઘાતી કર્મોનો નાશ થતા જીવ દ્રવ્ય અજીવથી તદ્દન ભિન્ન પડી જાય છે. પહેલા આશયમાં સમ્યગ્દર્શન સુધીની વાત કરી હતી. અહીં બીજા આશયમાં સમ્યગ્દર્શન પછી ધારા વેગથી આગળ વધતાં પરિપૂર્ણ આનંદ અને જ્ઞાન થાય છે. અને ત્યારે જીવ અને અજીવ તદ્દન જુદા પડી જાય છે એની વાત છે. જીવ અને અજીવને ભિન્ન કરવાની આ રીત પદ્ધતિ છે. નિર્મળ શુધ્ધ ચૈતન્યભાવમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો તે અજીવથી જુદા પડવાની રીત અને માર્ગ છે. રાગને સાથે લઇને કે રાગની મદદથી જીવ-અજીવ જુદા ન થાય. ભાઇ ! જેને જુદો પાડવો હોય તેની મદદ જુદા પાડવામાં કેમ હોય ? રાગ તો અજીવ છે અને તેને તો ચૈતન્ય થી જુદો પાડવો છે. તો રાગની સહાયથી રાગ જુદો કેમ પડે ? ન પડે. બહુ ઝીણી વાત. શાનરસ :આનંદરસ; શાંતરસ; વીતરાગ અકષાયરસ શાનશક્તિના પ્રતિબંધક જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનશક્તિનું પ્રતિબંધક અર્થાત્ જ્ઞાન રોકવામાં નિમિત્તભૂત છે. શાનશકિત સવિકલ્પ છે સ્વ અને પરને જાણવાના સામર્થ્યવાળી તે એક જ જ્ઞાનશક્તિ છે. શાનસમય મિથ્યાદર્શનના ઉદયનો નાશ હોતાં, તે પંચાસ્તિકાયનો જ સમ્યકુ અવાય અર્થાત્ સમ્યકૂજ્ઞાન તે જ્ઞાન સમય છે. એટલે કે જ્ઞાનાગમ તે જ્ઞાનસમય છે. શાનઃસ્વભાવ:પ્રકાશનો પૂંજ. શાનવરૂપ:ચૈતન્ય સ્વરૂપ શાનસ્વરૂપપદ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન; અને કેવળ જ્ઞાન. તે એક જ પદ . જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે. શાનસૌખ્ય જ્ઞાન અને સુખરૂપ; સ્વયંભૂ ૧૧૦૭ ઘનશેપક વંત:સમ્યગ્દષ્ટિ આત્માનું જ્ઞાનપ્રિય. શાનાચાર :અહો કાળ, વિનય, ઉપધાન, બહમાન, અનિદ્ભવ, અર્થ, વ્યંજન અને તદુભય સંપન્ન જ્ઞાનાચાર શુધ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તો પણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જયાં સુધીમાં તારા પ્રસાદથી શુધ્ધ આત્માને ઉપલબ્ધ કરે. (૨) કાળ, વિનય, ઉપ્લાન, બહુમાન, અનિવ, અર્થ,વ્યજંન અને તદુભય સંપન્ન જ્ઞાનાચાર છે. શુધ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તો પણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જયાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. (૩) કાળ, વિનય, ઉપધાન, બહમાન, અનિદ્ભવ, અર્થ, વ્યંજન અને તદુભાસંપન્ન જ્ઞાનાચાર. (૪) સમ્યજ્ઞાનના આઠ અંગ છે. (૧) વ્યંજનાચાર ; જયાં માત્ર શબ્દના પાઠનું જ જાણપણું હોય તેને વ્યંજનાચાર અંગ કહીએ. અર્થાચાર = જ્યાં કેવળ અર્થ માત્રના પ્રયોજન સહિત જાણપણું હોય તેને અર્વાચાર કહીએ અને ઉભયાચાર = જ્યાં શબ્દ અને અર્થ બન્નેમાં સંપૂર્ણ જાણપણું હોય તેને શબ્દાર્થ ઊભયપૂર્ણ અંગ કહીએ, વળી જ્ઞાન કયારે આરાધવું? કાલાચાર = જે કાળે જે જ્ઞાનનનો વિચાર જોઈએ તે જ કરવો (સૂર્યાસ્ત, સૂર્યોદય, બપોર અને મધ્યરાત્રિ તેના પહેલાં એ પછીના મુહર્ત તે સંધ્યાકાળ છે. તે કાળ છોડીને બાકીના ચાર ઉત્તમ કાળોમાં પઠન-પાઠનરૂપ સ્વાધ્યાય કરવો તેને કાલાચાર કહે છે.) ચારે સંધ્યાકાળની છેલ્લી બે ઘડીઓમાં, દિગ્દાહ, ઉલ્કાપાન, વજપાત, ઈન્દ્રધનુષ્ય, સૂર્ય -ચંદ્રગ્રહણ, તોફાન, ભૂકમ્પ આદિ ઉત્પાતોના કાળે સિદ્ધાન્ત ગ્રંથોનું પઠન-પાઠન વર્જિત છે. હાં, સ્તોત્ર-આરાધના, ધર્મ કથાદિકના ગ્રંથ વાંચી શકાય છે. વિનયાચાર = કેવી રીતે જ્ઞાન આરાધવું ? નમ્રતા યુક્ત થવું, ઉદ્ધત ન થવું.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy