SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૦ ભાવાર્થ=ગુણ-પર્યાયોથી દ્રવ્ય અનન્ય છે માટે આત્મા જ્ઞાનથી હીન-અધિક નહિ હોવાથી જ્ઞાન જેવડો જ છે; અને જેમ દાઘને (બળવા યોગ્ય પદાર્થને) અવલંબનાર દહન દાસ્યની બરાબર જ છે તેમ શેયને અવલંબનાર જ્ઞાન શયની બરાબર જ છે. શેય તો સમસ્ત લોકાલોક અર્થાત્ બધુંય છે. માટે, સર્વ આવરણનો ક્ષય થતાં જ (જ્ઞાન) સર્વને જાણતું હોવાથી અને પછી કદી સર્વને જાણવામાંથી ચુત નહિ થતું હોવાથી જ્ઞાન સર્વવ્યાપક છે. પ્રવચન સાર. ગાથા ૨૩. શાન સ્વભાવવાળા :કેવળજ્ઞાનાદિ અનંત ગુણવાળા. શાન સ્વરૂપ થવું. જગતના સાક્ષીરૂપે થવું, જ્ઞાતારૂપે થવું; જેટલા જગતના ભાવ થાય તેને સાક્ષીપણે જોનારો પણ કર્તા થનારો નહિ; ગમે તે પુણ્ય-પાપની વૃત્તિ થાય તેનો જાણનાર-દેખનારો એટલે કે સાક્ષીપણે રહેનારો પરંતુ કર્તા થનારો નહિ એવો અનાદિનો પુરાણ-પુરૂષ-ભગવાન આત્મા અહીંથી હવે પ્રકાશમાન થાય છે. શાન, કર્મ અને કર્મફળનું સ્વરૂપ જેમાં સ્વ તે સ્વ-રૂપે અને પર તે પર-રૂપે (પરસ્પર ભેળસેળ વિના, સ્પષ્ટ ભિન્નતાપૂર્વક) એકી સાથે પ્રતિભાસે છે તે જ્ઞાન છે. જીવથી કરાતો ભાવ તે જીવનું કર્મ છે. તેના મુખ્ય બે પ્રકાર ; (૧) નિરૂપાધિક (સ્વાભાવિક) શુદ્ધભાવરૂપ કર્મ, અને (૨) ઔપાધિક શુભાશુભ. ભાવરૂપ કર્મ. આ કર્મ વડે નિપજું સુખ અથવા દુઃખ તે કર્મરૂપ છે. ત્યાં દ્રવ્યકર્મ રૂપ ઉપાધિમાં જોડાણ નહિ હોવાને લીધે જે નિરુપાશ્વિક શુદ્ધભાવ રૂપ કર્મ થાય છે. તેનું રૂપ તે અનાકુળતા જેવું લક્ષણ છે. એવું સ્વભાવભૂત સુખ છે; અને દ્રવ્ય કર્મરૂપ ક્રિયાધિમાં જોડાવાને લીધે જે ઔપાધિક શુભાશુભભાવ રૂપ કર્મ થાય છે, તેનું રૂપ વિકારભત દુઃખ છે કારણ કે તેમાં અનાકુળતા નથી પણ આકુળતા છે. આ રીતે જ્ઞાન, કર્મ અને કર્મફળનું સ્વરૂપ કહ્યું. શાનઉપયોગના ભેદોનાં નામ અને સ્વરૂપનું કથન ત્યાં (૧) આભિનિબોધિક જ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યય જ્ઞાન (૫) કેવળ જ્ઞાન (૬) કુમતિજ્ઞાન (૭) કુશ્રુત જ્ઞાન અને (૮) વિભંગ જ્ઞાન-એ પ્રમાણે જ્ઞાનોપયોગના ભેદોનાં નામનું કથન છે. હવે તેમનાં સ્વરૂપનું કથન કરવામાં આવે છે. આત્મા ખરેખર સર્વ આત્મ પ્રદેશમાં વ્યાપક, વિશુધ્ધ જ્ઞાન સામાન્ય સ્વરૂપ છે. તે (આત્મા) ખરેખર અનાદિ જ્ઞાનાવરણકર્મથી આચ્છાદિત પ્રદેશોવાળો વર્તતો થકી,. (૧) તે પ્રકારના (અર્થાત મતિજ્ઞાનના) આવરણના ક્ષયોપશમથી અને ઇન્દ્રિય મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિકળપણે (અપૂર્ણપણે-અંશે) વિશેષતઃ અવબોધે છે તે આભિનિબોધિક જ્ઞાન છે. નિશ્ચયન અખંડ એક વિરુદ્ધ જ્ઞાનમય એવો આ આત્મા વ્યવહારનયે સંસાર અવસ્થામાં કર્માવૃત વર્તતો થકો, મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં પાંચ ઇંદ્રિયો અને મનથી મૂર્ત-અમૂર્ત વસ્તુને વિકલ્પરૂપે જે જાણે છે તે મતિજ્ઞાન છે. તે ત્રણ પ્રકારનું છે; (૧) ઉપલબ્ધિરૂપ, (૨) ભાવનારૂપ અને (૩) ઉપયોગરૂપ. (૧) મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જનિત અર્થગ્રહણશક્તિ (પદાર્થને જાણવાથી શક્તિ) તે ઉપલબ્ધિ છે. (૨) જાણેલા પદાર્થનું પુનઃપુનઃ ચિંતન તે ભાવના છે. અને (૩) આ કાળું છે, આ પીળું છે, ઇત્યાદિરૂપે અર્થગ્રહણ વ્યાપાર (પદાર્થને જાણવાનો વ્યાપાર) તે ઉપયોગ છે. એવી જ રીતે તે (મતિજ્ઞાન) અવગ્રહ, ઇહા, અવાય અને ધારણારૂપ ભેદો વડે અથવા કોષ્ટબુધ્ધિ, બીજબુધ્ધિ, પદાનુસારી બુદ્ધિ અને સંભિન્નશ્રોતૃતા બુધ્ધિ એવા ભેદો વડે ચાર પ્રકારનું છે. (અહીં એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે નિર્વિકાર શુધ્ધ અનુભૂતિ પ્રત્યે અભિમુખ જે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy