SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ઈંદ્રિયગોચર નથી. પાંચ ઈન્દ્રિયોથી જણાય તેવો આત્મા નથી. (૬) | અગોચર; જડ ઈન્દ્રિયોથી, વિકલ્પ (રાગ)થી અને પરાશ્રયથી આત્મા જણાય તેવો નથી, તેથી તેને અલખ-અગોચર કહે છે. પરંતુ આત્મામાં જ્ઞાન ગુણ તેમજ પ્રમેયત્વ ગુણ હોવાથી સ્વ સંવેદન જ્ઞાનથી આત્મા અવશ્ય જણાય અનુભવાય તેવો છે એમ તેનો અર્થ જાણવો. અલેખે નકામો; ફોગટ; નિકળ. (૨) લેખામાં ન આવે એવો; નકામો; ગણનામાં ન આવે એવો. ફોગટ નહિ જાય. નિષ્ફળ નહિ જાય. (૩) અફળ; એળે; નકામું. અલખ અગોચર આત્મા અલખ-અગોચર છે એટલે શું ? જડ ઈન્દ્રિયોથી, વિકલ્પ (રાગ)થી અને પરાશ્રયથી આત્મા જણાય તેવો નથી. તેથી તેને અલખઅગોચર કહે છે. પરંતુ આત્મામાં જ્ઞાનગુણ તેમ જ પ્રમેયત્વગુણ હોવાથી સ્વસંવેદન જ્ઞાનથી આત્મા અવશ્ય જણાય-અનુભવાય તેવો છે. અક્ષુબ્ધ કોઈથી તોડી ન શકાય એવું. અ૫ :અપૂર્ણઃ અધૂરું (૨) થોડું; જરા; લગાર; નાનું; ઝીણું; ટૂંકું; ક્ષુદ્ર; ક્ષુલ્લક; પામર. અલ્પ તુચ્છ (૨) જરા સરખી. અ૫ અનાથાર :અસત્ય અને સહજ માયા. અલ્પ આરંભુ હિંસાના કાર્ય ન છૂટકે અલ્પ કરે. વ્યવહારમાં વર્તતા છતાં હિંસા પાપ ન થાય તે સંભાળે. અલ્પ પણ જરા પણ. અલ્પ બહત્વ અન્ય પદાર્થોની અપેક્ષાથી વસ્તુની હીનતા-અધિકતાના વર્ણનને અલ્પબહત્વ કહે છે. અલ્પકા :ન્યૂન; હલકાં, તુચ્છ. અલ્પકાલીન ટૂંક સમયનું; થોડા સમય માટેનું; થોડોક સમય ટકે તેવું; અલ્પણ થોડું જાણનાર. અલ્પમહત્વ અન્ય પદાથોની અપેક્ષાથી વસ્તુની હીનતા-અધિકતાના વર્ણનને અલ્પબહુત કહે છે. અલ્પબદુત્વ વિશેષ છે. અહwભાષી :અલ્પ બોલનાર. અપમતિ તુચ્છ બુદ્ધિ. અપહેપી :અલ્પ બંધન. અપસ્થિતિ મંદ રાગ; અલ્પ અશુદ્ધતા; સાક્ષી ભાવે-સ્વામીપણે નહિ. અલેથી :લેશ્યા-લૌકિક બંધન વિનાનું, મુતાત્મા. અહિંગ ગ્રહણ : લિંગથી અગ્રાહ્ય; ઈન્દ્રિયોથી જણામ નહિ તેવો. (૧) ગ્રાહક (જ્ઞાયક) એવા જેને લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગયણ (જોવું) થતું નથી તે અલિંગ ગ્રહણ છે; આ રીતે આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૨) ગ્રાહ્ય (જણાવા યોગ્ય) એવા જેવું, લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ (જોવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૩) જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે તેમ લિંગ દ્વારા એટલે કે ઇન્દ્રિયગમ્ય દ્વારા (ઇન્દ્રિયોથી જાણવા યોગ્ય ચિહ્ન દ્વારા) તેનું ગ્રહણ (જોવું) થતું નથી તે અલિંગ ગ્રહણ છે; આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૪) બીજાઓ વડે માત્ર લિંગ દ્વારા જ જેનું ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે; આ રીતે આત્મા અનુમેયપાત્ર (કેવળ અનુમાન નથી જ જણાવાયોગ્ય) નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૫) જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી તે અલિંગગ્રહણ છે ; આ રીતે જીવાત્મા અનુમાતા માત્ર (કેવળ અનુમાન કરનારો જ) નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૬) લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગ ગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૭) જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે શેય પદાર્થોનું આલંબન નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માના બાહ્ય પદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy