SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1096
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯૬ આત્મા તો જ્ઞાનગુણદ્વારા જ્ઞાન છે અથવા સુખાદિ અન્ય ગુણ દ્વારા અન્ય અવલંબન વિના આમાં શાસ્ત્રનું ને પર્યાયમાં જે શાસ્ત્રનું (પરલક્ષી) જાણપણું-જ્ઞાન છે તેનું પણ અવલંબન છોડવાની વાત છે. બહુ ભારે વાત ભાઈ...! પણ આ તો ભગવાન થવાની કોલેજ (વિદ્યાલય) છે. અહાહા ...! આત્મા પોતે ભગાવન સ્વરૂપ જ છે, તેનો સંપૂર્ણ અંતર્મુખ ઉપયોગ વડે સ્વીકાર કરતાં (ક્રમશ:) પૂર્ણ દશા થઈને ભગવાનની પ્રાપ્તિનું કાર્ય ઉત્પન્ન થાય છે. આવી વાત છે પ્રભુ ! ખરેખર શાસ્ત્રનું જે પરલક્ષી જ્ઞાન છે તે પર દ્રવ્યનું શું દીધું ? શાસ્ત્રમાં આમ કહ્યું છે એવું મનના લક્ષે, વિકલ્પના લક્ષે જે જણાવતાં હોય, ભલે તે શાસ્ત્રના શબ્દોથી જાણ્યું નથી, કેમકે એ પોતાની પર્યાય છે, છતાં પણ તે પરદ્રવ્ય છે. (અજ્ઞાન છે ને તેના અવલંબન વિના સંપૂર્ણપણે અંતર્મુખ ઉપયોગ વડે ગ્રહણ કરવા યોગ્ય પ્રગટ કરવા યોગ્ય એવું જે નિજાત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપ નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન (જાણવું) તે જ્ઞાન છે. ઉપયોગને સંપૂર્ણપણે સ્વમાં જોડી દેતાં આ હું સચ્ચિદાનંદ પ્રભુ આત્મા એમ જે પરિજ્ઞાન (જાણવું) થયું તે જ્ઞાન છે. આ જ્ઞાન એટલે આત્મજ્ઞાનની વ્યાખ્યા ચાલે છે. આત્મજ્ઞાન અર્થાત્ આત્માનું જ્ઞાન-એમ કહ્યું ને ? અહો ! તે કેમ થાય ? તો કહે છે - ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને કારણનિયમ એવી શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ આત્મામાં જોડતાં પ્રગટ થવા યોગ્ય જે શુદ્ધાત્માનું જ્ઞાન થાય તે આત્મજ્ઞાન છે. આ મોક્ષમાર્ગનો અવયવ એવું સાચું સમ્યકજ્ઞાન છે. (૪૨) જ્ઞાનનું કાર્ય જાણવાનું છે. (૪૩) જેને સંવેદનાથી આત્મ પરિણામી થયું છે એવા જ્ઞાનીમાં જ સાક્ષાત્ મૂર્તિમાન છે, બાકી સતુ-છતું એવું જ્ઞાનસ્વરૂપે પ્રગટ કર્યા વિના પોતાની કલ્પનાથી કોટિ શાસ્ત્રોનું સર્જન પણ માત્ર મનનો આમળો જ છે, પણ જ્ઞાન નથી. (૪૪) જ્ઞાન બે પ્રકારનાં છે; એક બીજભૂતજ્ઞાન અને બીજું વૃક્ષભૂતજ્ઞાન. પ્રતીતિએ બન્ને સરખાં છે, તેમાં ભેદ નથી. વૃક્ષભૂત જ્ઞાન કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષ થાય અને બીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે પંદર ભવે મોક્ષ થાય. (૪૫) જ્ઞાન આત્મા છે એ જિનદેવનો મત છે. આત્મા વિના બીજા કોઈ દ્રવ્યમાં જ્ઞાન હોતું નથી. તેથી જ્ઞાન આત્મા છે; અને બાન અને અનુભતિમાં કેર શું છે ? :જ્ઞાનમાં તો આખો આત્મા જણાય છે અને અનુભૂતિમાં તો પર્યાયનું જ વેદન આવે છે. દ્રવ્યનું વદન થતું નથી. શાન અને આત્મા અભેદ છે: પ્રશ્નઃ- જે જ્ઞાન અને આત્મા અભેદ છે, જુદા નથી, તો પછી તેમાં ભેદ પાડીને કેમ કહ્યું ? જો બન્ને જુદા ન હોય તો જ્ઞાન લક્ષણ અને આત્મા લક્ષ્ય એવા ભેદ કેમ કર્યા? ઉત્તર :- પ્રસિદ્ધત્વ એ પ્રસાધ્ય માનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે. જ્ઞાન પોતે પ્રસિદ્ધ છે અને તે જ્ઞાન વડે આત્માને પ્રસિદ્ધ કરવામાં આવે છે. લોકો જ્ઞાનમાત્રને તો સ્વ-સંવેદનથી જાણે છે. પટેમાં દુઃખે છે, માથું દુઃખે છે એમ કોણે જાયું ? જ્ઞાને જાણ્યું. એ રીતે જ્ઞાન તો પ્રસિદ્ધ છે. પણ અજ્ઞાની તે જ્ઞાન વડે એકલા પરની પ્રસિદ્ધિ કરે છે તેથી તે જ્ઞાનને સ્વસમ્મુખ કરીને આત્માની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો અને જ્ઞાનનો લક્ષ્ય લક્ષણ ભેદ પાડીને સમજાવ્યું છે. વન અને આત્મા વચ્ચેનો સંબંધ :શેષ સમસ્ત ચેતન અને અચેતન વસ્તુઓ સાથે સમવાય સંબંધ વિનાનું હોવાને લીધે, જેની સાથે અનાદિ અનંત સ્વભાવસિદ્ધ સમવાયસંબંધ એવા એક આત્માને અતિ નિકટપણે (અભિન્ન પ્રદેશપ) અવલંબીને પ્રવર્તતું હોવાથી આત્મા વિના જ્ઞાન પોતાની હયાતી રાખી શકતું નથી; માટે જ્ઞાન આત્મા જ છે, અને આત્મા તો અનંત ધર્મોનું અધિષ્ઠાન (આધાર) હોવાથી જ્ઞાનધર્મ દ્વારા જ્ઞાન છે અને અન્ય ધર્મ દ્વારા અન્ય પણ છે. વળી તે ઉપરાંત (વિશેષ સમજવું કે), અહીં અનેકાંત બળવાન છે. એકાંતે જ્ઞાન આત્મા છે એમ માનવામાં આવે તો,.... શાન અને યિા શુદ્ધ આત્મજ્ઞાન ને રાગ દ્વેષરહિત નિકષાય શુદ્ધ આત્મ પરિણતિરૂપ ક્રિયા. આ બન્નેનો સુમેળ સાધવો તેનું નામ જ્ઞાનેક્રિયાભ્યામ મોક્ષ છે. સમયસાર કળશ ૨૬૭ કર્મનયાવલંબન પરામગ્ના: સંસારમાં ડૂબેલા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy