SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1094
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે સ્વસંવેદનજ્ઞાન, સમ્યજ્ઞાન. એ સમ્યજ્ઞાન વડે આત્મલાભ થઇ શકે છે. (૩) જેમાં સ્વ તે સ્વરૂપે અને પર તે પર-રૂપે (પરસ્પર ભેળસેળ વિના, સ્પષ્ટ ભિન્નતાપૂર્વક) એકી સાથે પ્રતિભાસે તે જ્ઞાન છે. (૪) અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટયા વિના અત્યંત જ્ઞાન ન હોય અને શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. (૫) પ્રકાશપુંજ (૬) જ્ઞાન બે પ્રકારના છે એક બીજભૂત જ્ઞાન અને બીજું વૃક્ષભૂતજ્ઞાન, પ્રતીતિએ બન્ને સરખાં છે, તેમાં ભેદ નથી. વૃક્ષભૂત જ્ઞાન કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષ થાય અને બીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે પંદર ભવે મોક્ષ થાય. (૭) જ્ઞાન સાકાર છે. જ્ઞાન સાકાર છે એટલે તેમાં જડનો આકાર આવે છે. તે જડ પરના આકારરૂપે થઇ જાય છે. એમ તેનો અર્થ નથી. સ્વ અને પરને ભિન્ન ભિન્ન પ્રકાશનારી જ્ઞાનની પરિણતિને અહીં આકાર કહેલ છે. શેયાકારોને જાણવાપણે જ્ઞાનનું વિશેષરૂપે પરિણમન થયું તેને અહીઃ આકાર કહેવામાં આવેલ છે. વિશ્વના સમસ્ય શેયકારોને જાણવાપણે વિશેષ પરિણમે તે ખરેખર ઉપયોગની સ્વચ્છતા છે અને તે ખરેખર જીવની સ્વચ્છત્વશક્તિનું લક્ષણ છે. જ્ઞાનને સાકાર કહ્યું ત્યાં આકર એટલે વિશેષતા સહિતનું જ્ઞાન એમ અર્થ છે. શેયનું જેવું સ્વરૂપ છે તે પ્રમાણે વિશેષતા સહિત જ્ઞાનનું પરિણમન થાય તેને આકાર કહે છે. જ્ઞાન તો જ્ઞાનાકાર જ છે, તે જ્ઞાનાકાર-સ્વ આકાર રહીને અનેક પર શેયાકારોને જાણે છે. લોકાલોકને જાણતાં અનેકાકારરૂપ ઉપયોગ છે તે જ્ઞાનાકાર સ્વ-આકાર રૂપ છે અને તે સ્વચ્છત્વશક્તિનું લક્ષણ છે. (૮) શુધ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું; એમાં સ્વસંવેદન જ્ઞાનની વાત છે. સ્વ કહેતાં પોતાથી, સમ નામ પ્રત્યક્ષ વેદન, સ્વસંવેદન એટલે પોતાથી પોતાને પ્રત્યક્ષ વેદવું. એનું જ નામ સમગ્યજ્ઞાન છે. ભગવાન આત્મા શુધ્ધ એક સ્વભાવી છે તેનું પર્યાયમાં સ્વસંવેદન એનું નામ સમયગ્માન છે. (૯) જ્ઞાન એટલે એકલું (બહારનું) જાણપણું એમ નહિ, પણ રાગથી ભિન્ન પડી સ્વભાવની પ્રતીતિ, સ્વભાવનું જ્ઞાન અને એમાં જ રમણતા એવી જે જ્ઞાનની ક્રિયા તેનાથી જ બંધનો નિરોધ સિધ્ધ થાય છે એટલે કે નવું કર્મ ૧૦૯૪ બંધાતું નથી. (૧૦) જેમાં યુગપદ સ્વ-પર આકારો અવભાસે છે એવો જે અર્થવિકલ્પ તે જ્ઞાન. (૧૧) આત્માને યથાતથ્ય જાણવો તે. (૧૨) આત્મા યથાતથ્ય જાણવો તે. જ્ઞાનનું ફળ વિરતિ (૧૩) જ્ઞાન બે પ્રકારના છે. એક બીજભૂત જ્ઞાન; અને બીજું વૃક્ષભૂતજ્ઞાન. પ્રતીતિ એ બન્ને સરખાં છે; તેમાં ભેદ નથી. વૃક્ષભૂતજ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષ થાય, અને બીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે પંદરભવે મોક્ષ થાય. (૧૪) જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે, એકલાં ન હોય. (૧૫) જ્ઞાન શબ્દથી અનંત ગુણ-પર્યાયોના પિંડરૂપ જ્ઞાતુદ્રવ્ય ખ્યાલમાં લેવું (૧૬) સ્વપરનું પ્રકાશકપણું જેનું લક્ષણ અર્થાત સ્વરૂપ છે એવું જ્ઞાન છે. (ખ્યાલમાં લેવું) (૧૭) સમજણ (૧૮) પ્રથમ તો અર્થવિકલ્પ તે જ્ઞાન છે, ત્યાં અર્થ એટલે શું ? સ્વ-પરના વિભાગપૂર્વક રહેલું વિશ્વ તે અર્થ. તેના આકારોનું અવભાસન તે વિકલ્પ. અને દર્પણના નિજ વિસ્તારની માફ્ક (અર્થાત દર્પણના નિજ વિસ્તારમાં સ્વ ને પર આકારો એકી સાથે પ્રકાશે છે તેમ) જેમાં યુગપદ સ્વ-પર આકારો અવભાસે છે એવો જે અર્થવિકલ્પ તે જ્ઞાન.જેમાં સ્વ તે સ્વરૂપે અને પર તે પર-રૂપે (પરસ્પર ભેળસેળ વિના, સ્પષ્ટ ભિન્નતા પૂર્વક) એકી સાથે પ્રતિભાસે તે જ્ઞાન છે. (૧૯) જ્ઞાતૃદ્રવ્ય(જ્ઞાન શબ્દથી અનંતગુણ-પર્યાયોના પિંડરૂપ જ્ઞાતૃદ્રવ્ય) (૨૦) સ્વઆશ્રયે પ્રગટેલું, (૨૧) સ્વરૂપનું જ્ઞાન, સ્વ-સંવેદન જ્ઞાન તે જ્ઞાન છે. (૨૨) જાણેલ. (૨૩) જે વડે પદાર્થો જણાય છે તે જ્ઞાન આત્માનો ધર્મ છે. (૨૪) આગમ દ્વારા જે નિશ્ચિત હોય તેને જ્ઞાન કહે છે. સત્ય આચરણવાળું જ્ઞાન. (૨૫) જ્ઞાનસ્વરૂપ આત્મા. (૨૬) જ્ઞાનનું લક્ષણ યથાવસ્તુ પરિજ્ઞાન આપ્યું છે. જેનો આશય એવો છે કે કોઈ મિશ્રણ વિના અથવા મેળ-મિલાપ વિના વસ્તુને યથાવસ્થિત રૂપે શુદ્ધ જાણવું તે શાન છે. (૨૭) સૂર્યનો સ્વભાવ તેનું ઉષ્ણત્વ, ચન્દ્રનો સ્વભાવ તેનું શપ્તલપણું અને વાયુનો સ્વભાવ તેનું ચંચળપણું છે તેમ જ્ઞાનને આત્માનો સ્વભાવ છે. (૨૮) પરથી ભેદપણાની બુદ્ધિ છે તે જ્ઞાન છે. (૨૯) શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું, તેમાં સ્વસંવેદનજ્ઞાનની વાત આવી. (૩૦) બન્ને નથીનું જ્ઞાન તો કરવા યોગ્ય છે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy