SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1091
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) સંકલ્પી હિંસા=જે પ્રાણઘાત હિંસાના સંકલ્પપૂર્વક કરવામાં આવે | છે તે સંકલ્પી હિંસા છે, જેમ ધર્મના નામથી પશુને યજ્ઞમાં હોમવાં, શિકાર કરવો, માંસાહાર માટે પશુઓ કપાવવાં આદિ. આરંભી હિંસા-ગૃહસ્થીને આવશ્યક સંસારી કાર્યોમાં કરવી પડે છે તે આરંભી હિંસા છે. ત્યાં હિંસા કરવાનો સંકલ્પ હોતો નથી પરંતુ સંકલ્પ અને આવશ્યક આરંભનો હોય છે. પરંતુ સંકલ્પ અન્ય આવશ્યક આરંભનો હોય છે. પરંતુ સંકલ્પ અન્ય આવશ્યક આરંભનો હોય છે. તેમાં હિંસા થઈ જાય છે આ હિંસાને આરંભી હિંસા કહે છે. તેના ત્રણ ભેદ છે. (૧) ઉદ્યમી (૨) ગૃહારંભી અને (૩) વિરોધી ઉદ્યમી=જે આજીવિકા-સાધનના હેતુ-અસિકર્મ (શસ્ત્રકર્મ) મસિકર્મ (લખવું તે) કૃષિકમ (ખેતી) વાણિજ્ય કર્મ, શિલ્પ કર્મ અને વિદ્યા કર્મ એ પ્રકારનાં કામો કરતાં હિંસા છે, તે ઉદ્યમી હિંસા છે. ગૃહારંભી=જે ઘરમાં આહાર પાન તૈયાર કરવામાં, મકાન બનાવવામાં, કૂવા ખોદાવવામાં, બાગ બનાવવા આદિમાં જે હિંસા થાય છે તે ગૃહારંભી હિંસા છે. વિરોધી= દુષ્ણોદ્વારા અથવા શત્રુ દ્વારા આક્રમણ કરવામાં આવે ત્યારે તેથી પોતાની, પોતાના કુટુમ્બની, પોતાના માલની, પોતાના દેશની રક્ષા માટે અન્ય કોઇ ઉપાય ન હોય ત્યારે તેમને મારી હાંકી કાઢવામાં જે હિંસા થાય છે તે વિરોધી હિંસા છે. અહિંસા મહાવ્રતી સંકલ્પી અને આરંભી એ બે પ્રકારની હિંસાનો ત્યાગ કરી દે છે. ત્રસ અને સ્થાવર સર્વની રક્ષા કરે છે. ભાવોમાં અહિંસાત્મક ભાવ પાળે છે, કષાય ભાવોથી પોતાની રક્ષા કરે છે. ૧૦૯૧ હિંસા પ્રદાન અનર્થદંડત્યાગ શત :હિંસા કરવાનાં સાધન છરી, વિષ, અગ્નિ, હળ, તલવાર, બાણ વગેરેનું દેવું પ્રયત્નથી દૂર કરે અર્થાત્ બીજાને આપે નહિ એને જ હિંસાદાન અનર્થદંડ ત્યાગવગ કહે છે. હિંસન :હણાવું હિંસાનું સ્વરૂપ પોતાના મનમાં, વચનમાં કે શરીરમાં ક્રોધ-કષાય પ્રગટ થયો. તેનાથી પ્રથમ તો પોતાના શુદ્ધોપયોગરૂપ ભાવપ્રાણનો ઘાત થયો. આ હિંસા તો પોતાના ભાવપ્રાણના વ્યપરોપણ-ઘાત કરવાથી થઈ, તે તો પહેલાં જ થઈ. બીજી હિંસા તો થાય કે ન પણ થાય. પાછળથી કદાચિત્ તીવ્ર કષાયરૂપ થાય અને પોતાના દીર્ધ શ્વાસાદિથી અથવા હાથપગ વડે પોતાના અંગને પીડા ઉપજાવી અથવા આપઘાત કરી મરી ગયો. તે પોતાના દ્રવ્યપ્રાણના ઘાતરૂપ હિંસા થઈ. વળી, જે કષાયથી અન્ય જીવને કુવચન કહ્યાં, મર્મભેદી હાસ્ય કર્યું. ત્યાં પરના ભાવપ્રાણના વ્યરોપણ- ઘાતથી હિંસા થાય છે, જ્યાં કપાયના વિશે પ્રમાદી થયો, બીજા જીવના શરીરને પીડા કરી અથવા પ્રાણનાશ કર્યો ત્યાં પરના દ્રવ્યપ્રાણના ધીનથી હિંસા થઈ. આ રીતે હિંસાનું સ્વરૂપ કહ્યું. હિંસાહળ હિંસાથી જે કાંઈ કળ થાય તેને હિંસાફળ કહે છે. આ લોકમાં તે હિંસક જીવ નિંદા પામે છે, રાજા વડે દંડ પામે છે, જેની એ હિંસા કરવા ઈચ્છે છે તેને જો લાગ આવે તો આનો ઘાત કરે છે. વળી પરલોકમાં નરકાદિ ગતિ પામે છે, ત્યાં શરીરના નાના પ્રકારના છેદન-ભેદનાદિ અને નાના પ્રકારની માનસિક વેદના પામે છે. નરકનું વર્ણન કોણ ક્યાં સુધી લખે ! સર્વ દુ:ખનો જ સમુદાય છે. તિર્યંચાદિનું દુઃખ પ્રત્યક્ષ જ ભાસે છે. એ બધું હિંસાનું ફળ આ રીતે હિંસ્યને જાણી પોતે તેને ઘાતે નહિ, હિંસકને જાણી પોતે તેવો ન થાય, હિંસાને જાણી તેનો ત્યાગ કરે અને હિંસાનું ફળ જાણી તેનાથી ભયભીત રહે. માટે આ ચાર ભેદ જાણવા. હિંસાયતન હિંસાનું સ્થાન. (એકથી વધારે વખત આહાર કરવામાં શરીરનો અનુરાગ હોય છે તેથી તે આહાર અત્યંતપણે હિંસાનું સ્થાન બને છે, કારણ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy