SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1089
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રની રચના કરતાં મંગલાચરણમાં, વીતરાગ સર્વજ્ઞ અરિહંત યોગીનાથ મહાવીરને સ્તુતિરૂપે નમસ્કાર કરે છે. નમો દુર્વાર રાગાદિ વૈરવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાપિને વાર્યા વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાર્યા; જીત્યા; જે વીતરાગ સર્વજ્ઞ થતાં જે અર્હત પૂજવા યોગ્ય થયાઃ અને વીતરાગ અદ્વૈત થતાં મોક્ષ અર્થ પ્રવર્તન છે જેનું એવા જુદા જુદા યોગીઓના જે નાથ થયા; નેતા થયા; અને એમ નાથ થાતો જગતના નાથ, તાત, ત્રાતા થયા; એવા જે મહાવીર તેને નમસ્કાર હો. અહીં સદેવના અપાય અપત્રમ અતિશય, જ્ઞાન અતિશય વચન અતિશય અને પૂજા અતિશય સૂચવયા. આ મંગલ સ્તુતિમાં સમગ્ર યોગશાસ્ત્રને સાર સમાવી દીધો છે. સદેવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર વસ્તુ સ્વરૂપ, તત્ત્વ જ્ઞાન સમાવી દીધું છે. ઉકેલનાર ખોજક જોઇએ. શ્રી વચનામૃત ઉપદેશ નોંધ-૨૭ હેમંત ઃશરદ અને શિશિરઋતુ વચ્ચેની માગસર અને પોષ મહિનાની ઋતુ. હેય ઃછોડવા યોગ્ય (૨) તજવા યોગ્ય (૩) તજવા યોગ્ય, ક્ષય કરવા યોગ્ય, છોડવા યોગ્ય હેય તત્ત્વો કયા છે ? :આકુળતાને ઉત્પન્ન કરનારાં એવાં નિગોહ-નરકાદિ ગતિનાં દુઃખ તેમજ ઈન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થયેલ કલ્પિત સુખ તે હેય (છોડવા યોગ્ય) છે; તેનું કારણ સંસાર છે; તે સંસારનું કારણ આસ્રવ તથા બંધ એ બે તત્ત્વો છે, પુણ્ય-પાપ બન્ને બંધ તત્ત્વ છે; તે આસવ તથા બંધના કારણ, પૂર્વે કહેલાં નિશ્ચય તેમ જ વ્યવહારત્નત્રયથી વિપરીત લક્ષણના ધારક એવાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ ત્રણ છે, તેથી આસવ અને બંધ એ બે તત્ત્વો હેય છે. હેય–ોય-ઉપાદેય હેય = તજવા યોગ્ય; જ્ઞેય = જાણવા યોગ્ય; ૧૦૮૯ હિત-અહિત ઃશુભ અશુભ ભાવો (અજ્ઞાની જીવો ફૂલની માળા, સ્ત્રી, ચંદન વગેરેને તથા તેમનાં કારણભૂત દાનપૂજાદિને હિત સમજે છે અને સંર્પ, વિષ, કંટક વગેરેને અહિત સમજે છે. સમ્જાની જીવો અક્ષય અનંત સુખને તથા તેના કારણભૂત નિશ્ચય રત્નત્રય પરિણત પરમાત્મદ્રવ્યને હિત સમજે છે. અને આકુળતાના ઉત્પાદક એવા દુઃખને તથા તેના કારણભૂત મિથ્યાત્વ રાગાદિ પરિણત આત્મદ્રવ્યને અહિત સમજે છે. (૨) શુભ-અશુભ (૩) ભલોભૂંડો; સારો નરસો. હિતકર કલ્યાણકારી હિતતમ ઉત્કૃષ્ટ હિતસ્વરૂપ હિતનો ઉદ્યમ અને અહિતનો ભય :અજ્ઞાની જીવો ફૂલની માળા, સ્ત્રી, ચંદન વગેરેને તથા તેમના કારણભૂત દાનપૂજાદિને હિત સમજે છે અને સર્પ, વિષ, કંટક વગેરેને સહિત સમજે છે.-સમ્યજ્ઞાની જીવો અક્ષય અનંત સુખને તથા તેના કારણભૂત રત્ન નિશ્ચયરત્નત્રયપરિણત પરમાત્મ દ્રવ્યને હિત સમજે છે અને આકુળતાના ઉત્પાદક એવા દુઃખને તથા તેના કારણભૂત મિથ્યાત્વ રાગાદિપરિણત આત્મદ્રવ્યને અહિત સમજે છે. હિમ બરફ. હિંમતલાલ જેઠાલાલ શાહ :સને ૧૯૦૮ સપ્ટેમ્બર મહિનાની સાતમી તારીખે વઢવાણમાં જન્મ. સમયસાર, પંચાસ્તિકાય-પ્રવચનસાર અને નિયમસારનો સંસ્કૃત ગાથા અને ટીકાનો ગુજરાતી ભાષામાં સંપૂર્ણ અનુવાદ કર્યો છે. તેમજ ઉપરના ચારે શાસ્ત્રો ઉપરાંત અષ્ટપ્રાભૂતની પ્રાકૃત ગાથાઓના (એમ પાંચે શાસ્ત્રોનો) હરિગીત છંદમાં કાવ્યાનુવાદ કર્યો છે. તે ગુજરાતી સાહિત્યને એમની અણમૂલ ભેટ છે. ઉપર દર્શાવેલ ચારે શાસ્ત્રો ઉપોદ્ઘાતમાં તે તે શાસ્ત્રોમાં આવેલા વિષયોનું મુદ્દાસર વર્ણન કર્યું છે. દરેક શાસ્ત્રના સારાંશને સૌ કોઈ સજ્જન જિજ્ઞાસુ જીવ સમજી શકે એવી સરળ ગુજરાતી (શાસ્રીય નહિ) ભાષામાં સુસ્પષ્ટ રીતે પાંચ અસ્તિકાય, છ દ્રવ્યો, નવ તત્ત્વો મોક્ષમાર્ગ અને મોક્ષનું જે ભાવ ભાસન-સંવેદન પૂર્વકનું વર્ણન કર્યું છે તે તેઓની ઊંડી સૂઝ-સમજ અને
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy