SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1081
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્તવ સ્તુતિ; વખાણ કરવા; પ્રશંસા અને સંસ્તવમાં એટલો ભેદ છે કે, પ્રશંસા | મન દ્વારા થાય છે અને સંસ્તવ વચન દ્વારા થાય છે. વાણીથી વખાણ કરવા. (૨) મિથ્યાષ્ટિમાં ગુણ દોષ હોય કે ન હોય તેના વચનથી વખાણ કરવા તે સંસ્તવ છે. સંસતિ :પરિપાટી (૨) એક પછી એક પ્રવાહ રૂપ. સુશ્ચિતપણું સારી સ્થિતિ; આબાદી; દૃઢપણું સંસ્થાન :આકાર (૨) સમુદાય (૩) આકૃતિ; આકાર (૪) પુદ્ગલના આકારો. (૫) પુદ્ગલના આકારો. તે આકારોનો જીવ કર્તા નથી; પુદ્ગલ દ્રવ્ય પોતે જ આકારરૂપે પરિણમે છે. (૬) શરીરની આકૃતિ. (૭) પુદ્ગલના આકારો, શરીરનો આકાર. (૮) શરીરના આકાર. (૯) પુલના આકારો. (૧૦) આકાર. (૧૧) પુદ્ગલના આકારો. સંસ્થાન નામ કર્ણ જે કર્મના ઉદયથી, શરીરની આકૃતિ (શકલ) બને, તેને સંસ્થાન નામકર્મ કહે છે. સંસ્થાન વિશય લોકના આકારનો વિચાર કરવો તે. સંસ્થાના વિચાર, કર્મોદયની સત્તાનો ક્યારે નાશ થશે અને મારા શુદ્ધ આત્મદ્રવ્યનું પ્રગટ નિરાવરણ સંસ્થાન કેવા પુરૂષાર્થથી પ્રગટ થાય. શુદ્ધોપયોગની આકૃતિ સહિત સ્વભાવ વ્યંજન પર્યાયનો સ્વયં સ્થિર શુદ્ધ આકાર ક્યારે પ્રગટ થશે; તે સંબંધી વિચાર કરવો તે સંસ્થાન વિચય છે. સંસ્થાનનામકર્મ શરીરની આકૃતિના પ્રકાર. સંસ્થાના :આકારો સંસ્પર્શ કરતા સંબંધમાં આવતા સંહનન :હાડકાંનો બાંધો (૨) હાડકાં (૩) હાડકાંની મજબુતાઈ. સંહનન નામ કર્મ જે કર્મના ઉદયથી હાડકાનો બાંધો વિશેષ પ્રકારનો હોય, તેને સંહનન નામ કર્મ કહે છે. સંહનનનામકર્મ શરીરના હાડકાંની મજબુતાઈ. સંહાર :વ્યય; નાશ. (૨) વ્યય; નાશ. (સંહારનું કારણ = નાશનું કારણ.) સંહારકરણ :સંહારનું કારણ (૨) વ્યયનું કારણ; નાશનું કારણ વિનાશનું કારણ ૧૦૮૧ હૃદ:તળાવ હદમાં લાવવું :મર્યાદામાં લાવવું. હૃદયષિમાં ઉતરે છે હૃદયમાં બેસે છે. હૃદયમાં ધારણ કરજો. સ્મૃતિમાં રાખજો. કાયમ યાદ રાખજો. હનન હણવું તે; હણવારૂપ ક્રિયા; (હણવું વગેરે ક્રિયાઓ રાગદ્વેષના ઉદયમય છે.) (૨) હણવાની ક્રિયા. હણનાર :ઘાત કરનાર. હણી નાખવા યોગ્ય નાશ કરવા યોગ્ય હત :નિદ્ય; નિકૃષ્ટ હત મોહ દર્શન મોહનો ક્ષય; દ્રષ્ટિ મોહનો ક્ષય (૨) દર્શન મોહનો ક્ષય હમણાં જ તુરત જ; સમ્મતિ હયાતી:અસ્તિત્વ Kર રૂદ્ર હર દહન :રૂદ્રની અગ્નિ . હરબના સહકા, હર્ષથી ઊછળવું. (૨) હરખના ભારે આગ્રહી થવું હરખ-શોકના ભાવ સાનુકૂળ ચીજના લીધે તેને હરખ થાય અને પ્રતિકૂળ ચીજના લક્ષે તેને શોક થાય. હરણ થઈ શકવું :બીજાથી લઈ જઈ શકવું. હરવું બળાત્કારથી ઉપાડી જવું (સ્ત્રીને); ઝૂંટવી લેવું; લઈ લેવું હરામ :આત્માના સ્વભાવમાં રાગ-દ્વેષ હરામ છે. એટલે કે આત્મસ્વભાવમાં રાગ દ્વેષ ખપતા નથી. હરિ પાપના ઓઘનો હરે તે હરિ - ભગવાન આત્મા હરિ છે. (૨) હરતિ તે હરિક પોતાના પૂર્ણ સ્વરૂપતા ભાન વડે પુણ્ય-પાપના રોગને હરી લે તે હરિ; પરાધીનતાનો રણાદિ મળ-મેલ કર્મકલંકનો નાશ કરી પૂર્ણ પવિત્ર સ્વાધીનતા પ્રગટ કરે, પુણ્ય-પાપના ઉપાધિના શોધને હરે અને પવિત્રતાને પમાડે તે હરિ. પુણ્ય, પાપ વગેરે પર તે મારા છે, પરનું કાંઈ કરી શકું છું એવી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy