SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1079
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાય સહેજે ઉઘડે છે, અને પર્યાય તો વ્યવહાર છે તેનું અખંડ સ્વભાવમાં ગૌણપણું છે; ક્ષણિક પર્યાય ઉપર જોર કરવાનું નથી. જોર વસ્તુમાં છે. સંસાર દુઃખનું મૂળ કારણ :મિથ્યાત્વ; આત્મસ્વરૂપનું અજ્ઞાન; પર વસ્તુમાં મમત્વ; પસંયોગમાં આત્મબુદ્ધિ, દેહાદિ-પર વસ્તુમાં આત્મબુદ્ધિ-મારા પણું આત્મસ્વરૂપની સમજણનો અભાવ. સંસાર દશા:મિથ્યાત્વ; રાગ-દ્વેષ; કષાય, યોગ આદિ સહિત જીવની દશા. સંસાર પ્રત્યે ખેદ :અંતરંગ વૈરાગ્ય. સંસાર પરિહામણનું કારણ અને મોક્ષનો ઉપાય સંસારી જીવ કર્મ સહિત હોય છે. કોઈપણ કર્મના ઉદયકાળે અથવા પર પદાર્થોના સંસર્ગમાં આવવાથી જ્યારે તે શુભ કે અશુભ કપાયરૂપ પરિણમન કરે છે ત્યોર શુભ કે અશુભ કર્મ ગ્રહે છે - પોતાની સાથે બાંધે છે - આ કર્મના બંધની સ્થિતિ અનુસાર જ્યારે ફળનો કાળ આવે છે ત્યારે તેનાથી જીવ સુગતિ કે દુર્ગતિમાં જાય છે. શુભકર્મનું ફળ તે સુખભોગ છે તે પ્રાયઃ સુગતિમાં અને અશુભ કર્મનું ફળ જે દુઃખ ભોગ છે તે પ્રાયઃ દુર્ગતિમાં પ્રાપ્ત થાય છે. કર્મફળથી જે સુગતિ કે દુર્ગતિ માં જવાની વાત કહેવામાં આવી છે તેને પ્રાપ્ત થઈને આ જીવ નિયમથી દેહ ધારણ કરે છે - ચાહે તે દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી આદિ કોઈ પણ પ્રકારનો કેમ ન હોય; દેહમાં ઈન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે - ચાહે એક સ્પર્શન ઈન્દ્રિય જ કેમ ન હોય; ઈન્દ્રિયોથી તેમના વિષયો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ તથા શબ્દનું ગ્રહણ થાય છે; વિષયોના ગ્રહણથી રાગ-દ્વેષાદિક ઉત્પન્ન થાય છે. અને રાગ દ્વેષાદિની ઉત્પત્તિથી કરી કર્મ બંધ થાય છે અને કર્મબંધના ફળ સ્વરૂપે ફરીથી ગતિ, સુગતિ, દેહ, ઈન્દ્રિય, વિષયગ્રહણ, રાગ-દ્વેષ અને ફરીથી કર્મ બંધાદિરૂપે સંસારપરિભ્રમણ થાય છે અને આ સંસાર પરિભ્રમણથી અનેકાનેક પ્રકારના દુઃખો સહન કરવો પડે છે તે બધાનું વર્ણન કરવું અશકય છે. તેથી જે દુઃખોથી ડરે છે તે જ્ઞાની જનોએ કર્મબંધના કારણભૂત ક્રોધાદિ કષાયો તથા હાસ્યાદિ નોકષાયોનો ત્યાગ કરવો જોઈએ. તેમનો ત્યાગ કરવાથી પાછલું કર્મબંધન તૂટશે તથા નવા કર્મનું બંધન નહિ થાય અને એમ | ૧૦૭૯ થવાથી મુક્તિનો સંગમ સહેજે પ્રાપ્ત થશે, જે સ્વાસ્મોત્થિત, સ્વાધીન, પરનિરપેક્ષ, અતીન્દ્રિય, અનંત, અવિનાશી અને નિર્વિકાર તે પરમ સુખનું કારણ છે, જેના જેવું કોઈપણ સુખ સંસારમાં પ્રાપ્ત થતું નથી. તેથી જ સમંતભદ્ર સ્વામીએ આવા સુખી મહાત્માને અભવ સૌખ્યવાન બતાવ્યા છે. સંસાર વેલડીનું બળ મિથ્યાત્વ છે કેમ કે ચોરાસીના અવતારની પરંપરા મિથ્યાત્વથી થાય છે. અરે ! ચોરાસીના અવતારની કેવી રઝળપટ્ટી ! રંકનો રાજા થાય, રાજામાંથી નારકી થાય,નારકીમાંથી પશુ થાય, પશુમાંથી દેવ થાય અને દેવમાંથી પાછો એકેન્દ્રિયાદિ તિર્યંચ થાય. આમ આવા અવતાર ધરી ધરીને એ, અરેરે ! અનંતવાર જભ્યો ને મર્યો છે. આવી જે સંસારરૂપી વેલ ફળીફલી છે તેને છેદવાનો આ ઉપાય છે કે અંદર ચિદ્વિલાસરૂપ સહજ અનંત ચતુષ્ટયમય એવો બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્મા છે તેની ભાવના કરવી. જેમ મિથ્યાત્વભાવ સંસારવેલનું મૂળ છે, તેમ ભગવાન આત્મા મુક્તિનું મૂળ છે. માટે કહે છે, અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન પોતે બિરાજે છે તેની ભાવના કર, ને તેમાં એકાગ્ર થઈ લીન થા.બસ આ જ કરવા યોગ્ય કાર્ય છે. સંસાર શાથી ઘટે ? જ્યાં સુધી સમ્યગ્દર્શન થતું નથી ત્યાં સુધી મિથ્યાત્વ કર્મ આત્માના સ્વાભાવિક ભાવોને ઢાંકી રાખે છે. અથવા એમ કહેવું જોઈએ કે મિથ્યાત્વ તે ભાવોને વિપરિત રૂપે પરિણમાવી દે છે. તે ભાવો વિપરીત હોવાથી ફરી નવા કર્મો આવે છે અને તે કર્મોનાં ઉદયથી ફરી રાગદ્વેષરૂપ વિપરીત ભવ થાય છે પરંતુ જ્યારે તે મિથ્યાત્વ નષ્ટ થઈને સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય છે ત્યારે તે ભાવ વિપરીત થતાં નથી પરંતુ પોતાના સ્વભાવમાં જ ટકી રહે છે તેથી ફરી તેનાથી નવા કર્મોનું આવવું પણ બંધ થઈ જાય છે એ સંચિત કરેલા કર્મો પણ ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે. આ રીતે સમ્યગ્દર્શન આદિ ભાવોથી જ સંસાર છૂટે છે. સંસાર સાગર તરી જવા માટે શાની જરૂર છે ? :દર્શન અને ચારિત્ર. શ્રદ્ધા અને આત્મસ્થિરતા. જેમ પાણીમાં તરવા માટે બે ભૂજાની જરૂર છે તેમ ભવસાગર તરવા જ્ઞાનોત છે જ પણ શ્રદ્ધા અને ચારિત્રરૂપી બે ભૂજાની જરૂર
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy