SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1073
Loading...
Download File
Download File
Page Text
________________ નથણી-વિનય (૮) કંડમાં હાર-સુજ્ઞાન ધારો, (૯) શરીરે સાલું-સત્સંગ | (૧૦) હાથમાં કંકણ-વિદ્યા-વિવેક (૧૧) કુમકુમના થાળ કરમાં લો-નીતિ ધારણ કરો. (૧૨) કેડે કંદોરો-પુરુષાર્થ (૧૩) પગે ઘુઘરી-સુસંપનો રણકાર (૧૪) પાંવમાં નૂપુર-શાંતિ-સમતા (૧૫) કુમકુમ પગલે-દયા દર્શાવવી. (૧૬) ઉરમાં આનંદ-સત્ય-આત્મહિત અર્પણ. તનના શણગાર તજી સદ્ગણના શણગાર સજો. શ્રીબ્યુ :પરમ આનંદ; સુખશાતા. (૨) સુખ (૩) અનંત અતીન્દ્રિય સુખ; અનંત અતીન્દ્રિય આનંદ. (૪) પરમ આનંદ; સુખ; આરોગ્ય. (૫) પરમાનંદ. (૬) આનંદ. પરમ સૌખ્ય = પરમ આનંદ; પૂર્ણ અતીન્દ્રિય આનંદ, અનાકુળ ઉત્તમ આનંદ. સૌષ્યનિઃસુખમાં લીન સૌજન્યયુકત ન્યાયનીતિ યુકત સૌથી મોટો આકાર, સૌથી નાનો આકાર અને બન્નેની વચ્ચેનાં આકારવાળાં દ્રવ્યો ક્યા છે ? સૌથી મોટો આકાર અનંત પ્રદેશાત્મક આકાશનો, સૌથી નાનો આકાર એક પ્રદેશી પરમાણુ અને કાલાણુનો હોય છે, અને તે બન્નેની વચ્ચેના આકારવાળાં અસંખ્યપ્રદેશી જીવદ્રવ્ય, ધર્મસ્તિકાય તથા અધર્માસ્તિકાય હોય છે. સૌથી મોટું દ્રવ્ય : દ્રવ્યની સંખ્યાની અપેક્ષાએ પુલ પરમાણુ ક્ષેત્ર = આકાશ દ્રવ્ય. કાળ = દ્રવ્યના સ્વકાળરૂપ અનાદિ અનંત પર્યાયો (ભૂતકાળના અનંત સમય કરતાં ભવિષ્યકાળના સમયોની સંખ્યા અનંતગણી વધારે છે.) ભાવ =જીવ દ્રવ્યના જ્ઞાન ગુણના એક સમયના, કેવળજ્ઞાન પર્યાયના અવિભાગ પ્રતિષ્ઠદોની સંખ્યા, સૌથી અનંતગુણી છે. સૌખ્ય શીતળ; મૃદુ; શાંત સીયતા :શાંત સ્વભાવ સૌષ્ઠવ શ્રેષ્ઠતા; ઉત્કૃષ્ટતા; સારાપણું; સુંદરતા. સોંસરી :આરપાર. ૧૦૭૩ સંવેગ મુક્ત થવા સિવાય બીજી કોઇ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે સંવેગ (૨) મુક્ત થવા સિવાય બીજી કોઇ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે સંવેગ (૩) ખરો અંતરવેગ; આત્મવેગ. (૪) કષાયાદિ પાતળા પડે; કંઈપણ પ્રજ્ઞા વિશેષની સમસ્યાની યોગ્યતા થવી ; મંદ પરણિામી પણું થવું, બુદ્ધિવિશેષથી સમજવાની યોગ્યતા થવી. (૫) ધગશ; અતિશય ધગશ. (૬) સંસાર, દેહ અને ભોગો પ્રત્યે વિરક્તપણું (ઉદાસીનતા) અણરાગ (અણગમો) અને ધર્મ પ્રત્યે અને ધર્મના ફળ પ્રત્યે અનુરાગ રાખવો તે સંવેગ છે. સંસાર, પુત્ર, મિત્ર, સ્ત્રી, ભોગ, અને શરીરનું સ્વરૂપ દુઃખકારક જાણી વિરાગ ભાવ પ્રાપ્ત થવો તે સંવેગ છે. ધર્માત્મા સાધર્મઓને દેખી આનંદ ઉપજવો, ધર્મની કથામાં આનંદિત થવું અને ભોગો પ્રત્યે અરૂચિ થવી તે સંવેગ નામે પાંચમી ભાવના છે. (૭) મોક્ષાભિલાષરૂપ સંવેગ; મોક્ષની અભિલાષા રૂપ વેગ તે સંવેગ. (૮) મુક્ત થવા સિવાય બીજો કોઈ પ્રકારની અભિલાષા ન હોય તે સંવેગ. (૯) સંસારથી ભય થવો અને ધર્મ તથા ધર્મના કાળામાં પરમ ઉત્સાહ થવો તથા સાધર્મી અને પંચ પરમેષ્ઠીમાં પ્રીતિ, તેને પણ સંવેગ કહે છે. સંવર જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામનો વિરોધ (તે સંવર છે.) તેમ જ તે (મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ) જેનું નિમિત્ત છે એવો જે યોગ દ્વારા પ્રવેશતાં પુગલોના કર્મ પરિણામનો નિરોધ તે સંવર છે. (૨) ઈંદ્રિયો, કષાયો અને સંજ્ઞાઓ (આહાર-ભય-મૈથુન-પરિગ્રહ) નો જેટલા અંશે અથવા જેટલો કાળ નિગ્રહ કરવામાં આવે છે, તેટલા અંશે અથવા તેટલો કાળ પાપાં અવદ્વારા બંધ થાય છે. ઈન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓ- ભાવપાપાઍવ-દ્રવ્યપાપાઅવનો હેતુ છે, તેમનો એટલે કે ઈન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો નિરોધ ભાવાપાપસંવરદ્રવ્યપાપસંવરનો હેતુ સમજવો. જેમ સમગ્ર પર દ્રવ્યો પ્રત્યે રાગરૂપ, દ્વેષરૂપ કે મોહરૂપ ભાવ નથી તે સુખદુ:ખ પ્રત્યે સમભાવવાળા મુનિને શુભ અને અશુભ કર્મ આશ્વવનું નથી, પરંતુ સંવર જ થાય છે. સ્થી અહીં એમ સમજવું કે મોહરાગદ્વેષ પરિણામનો
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy