SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1053
Loading...
Download File
Download File
Page Text
________________ અવસ્થા એ આદિને દ્રષ્ટાંતાદિથી કરી જે પ્રકારે સિદ્ધ કર્યા હોય છે, તે | સિધ્ધાંતજ્ઞાન છે. સિધ્ધાંતજ્ઞાન તો જીવને કોઇ અત્યંત ઉજજવળ ક્ષયોપશમ અને સદગુરુના વચનની આરાધનાએ ઉદભવે છે. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદગુરથી કે સત્યશાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાન થઢ થવું ઘટે છે, કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષયોપશમનું નિર્મળપણું થાય છે અને સહેજ સહેજમાં સિધ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જો જીવમાં અસંગદશા આવે તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે; અને તે અસંગદશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે. જે ફરી ફરી જિનાગમમાં તથા વેદાંતાદિ ઘણા શાસ્ત્રોમાં કહેલ છે. વિસ્તારેલ છે; માટે નિઃસંશયપણે યોગ વાશિકાદિ વૈરાગ્ય, ઉપશમના હેતુ એવા સદગ્રંથો વિચારવા યોગ્ય છે. દ્ધિો :લૌકિક અંજનસિદ્ધ વગેરેથી વિલક્ષણ એવા જેઓ જ્ઞાનાવરણાદિષ્ટકર્મના અભાવથી સમ્યક્તાદિ અષ્ટગુણાત્મક છે અને લોકાગ્રે વસે છે, તેઓ સિદ્ધો ૧૦૫૩ કુર્યું હોવા છતાં તેમને (વિકારી સુખદુ:ખરૂ૫) કર્મફળ નિર્જરી ગયું છે અને અત્યંત કૃતકૃત્યપણું થયું છે. (અર્થાત્ કાઈ કરવાનું લેશમાત્ર પણ રહ્યું નથી.) સિદ્ધ દશામાં જીવનો આકાર :સિધ્ધનો આકાર છેલ્લા શરીરથી કિંચિત જૂન (ઊણો) અને પુરુષાકાર હોય છે. સિદધ પરમાત્મા જે સમસ્ત નોકર્મ અને દ્રવ્યકર્મની વર્ગણાઓથી રહિત છે અને વિરોધી કર્મ (કેવળ) દર્શનાવરણ, (કેવળ) જ્ઞાનાવરણનો નાશ કરીને પોતાના અખંડ દર્શન અને અખંડ જ્ઞાનથી સમસ્ત લોકને એક સાથે દેખી જાણી રહ્યા છે તે પૂર્ણ શુધ્ધ પરમ મુક્ત સિધ્ધ પરમાત્મા શુધ્ધ ચિદ્રુપ છે. સિધ્ધાંતબોધ :પદાર્થનું જે સિધ્ધ થયેલું સ્વરૂપ છે તે. સિદ્ધિ:પૂર્ણ પ્રાપ્તિ (૨) મુક્તિ (૩) સિધ્ધિઓના આઠ પ્રકાર છે : (૧) અણિમા=સૂક્ષ્મ શરીર બનાવી લેવાની શક્તિને અણિમા કહે છે. (૨) મહિમા=શરીરને મોટું સ્થલ કરવાની શક્તિને મહિમા કહે છે. (૩) ગરિમા=ભારે શરીર કરવાની શક્તિ તેને ગરિમા કહે છે. લધિમા=શરીર હલકું કરી લેવાની શક્તિને લધિમાં કહે છે. પ્રાતિ=પૃથ્વી ઉપર રહીને આંગળી વડે સૂયૅ, ચંદ્ર આદિને સ્પર્શ કરવાની શક્તિને પ્રાપ્તિ કહે છે. પ્રાકામ્ય =જલમાં જમીન સમાન અને જમીનમાં જલ સમાન સ્વસેવાની શક્તિને પ્રાકામ્ય કહે છે. ઇશત્વ=ત્રણેય લોકની પ્રભુતા ધારણ કરવાની શકિત ને ઇશત્વ કહે છે. (૮) વશિત્વ =સર્વ જીવોને વશ કરવાની શક્તિને વશિત્વ કહે છે. સિદ્ધ કરીને સાધીને (આત્માને ધર્મરૂપ બનાવવાનું જે કાર્ય સાધવાનું હતું કે કાર્યને,મહા પુરુષાર્થ કરીને શુધ્ધોપયોગ વડે આચાર્ય ભગવાને સાધ્યું) સિધ્ધિદતા મોક્ષમાર્ગ દર્શાવનાર; સાક્ષાત્ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર. સિદ્ધિને ઈ:કેવળજ્ઞાન પ્રગટાવવા એર્થ સિહારસ; સિફારિશ :ઓળખીતાને કોઈ બીજાના ભલા માટે કરવામાં આવતો વખાણવાળો પરિચય; ભલામણ. સિધ્ધ સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ અરિહતદેવ સિધ્ધ છે. એમ ભગવાન આત્મા સિધ્ધ સ્વરૂપ છે, તું છો સિધ્ધ સ્વરૂપ (૨) સફળ; રામબાણ; અમોધ;અચૂક (ગુરુનો ઉપદેશ સિધ્ધ સફળ રામબાણ છે. (૩) દેહાદિથી સંપૂર્ણપણે મુક્ત (૪) સફળ; રામબાણ; અમોઘ; અચૂક (ગુરુનો ઉપદેશ સિધ્ધ-સફળ રામબાણ છે.) સિધ્ધ કરીને સાધીને. (આત્માને ઈર્મરૂપ બનાવવાનું જે કાર્ય સાધવાનું હતું તે કાર્યને, મહા પુરુષાર્થ કરીને શુદ્ધોપયોગ વડે આચાર્ય ભગવાને સાધ્ય) સિધ્ધ જીવો પરિપૂર્ણ જ્ઞાનવંત ભગવંતો અનંત સૌખ્ય સહિત જ્ઞાનને જ ચેતે છે. જેમાંથી સકળ મોહકલંક ધોવાઇ ગયું છે અને સમસ્ત જ્ઞાનાવરણનો વિનાશને લીધે જેનો સમસ્ત પ્રભાવ અત્યંત ખીલી ગયો છે. એવા ચેતક સ્વભાવ વડે જ્ઞાન ને જ-કે જે જ્ઞાન પોતાથી અતિરકિત સ્વાભાવિક સુખવાળું છે તેને જ ચેતે છે. કારણ કે તેમણે સમસ્ત વીઆંતરાયના ક્ષયથી અનંતવીર્યને પ્રાપ્ત
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy