SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1051
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) રો . એક જીવની અવગાહના જ્યાં છે તે ક્ષેત્રમાં બીજા અનંત જીવ રહી શકે છે | એવી અવકાશ આપવાની શક્તિ-સામર્થતાનું નામ અવગાહન ગુણ છે. સર્વથા ગુરૂતા અને લઘુતાનો અભાવ. એટલે લઘુ પણ નહિ તથા ગુરૂ પણ નહિ એ અગુરુલઘુ ગુણ છે. (૮) અને વેદનીય કર્મના ઉદયના અભાવમાં ઉત્પન્ન સમસ્ત બાધા રહિત જે નિરાબાધ ગુણ છે તે અવ્યાબાધ છે. સંસારમાં આત્માના આઠ ગુણ કર્મોથી ઢંકાયેલ છે. આત્માનો સમ્યગ્દર્શન ગુણ દર્શનમોહનીય કર્મથી અચ્છાદિત છે તેમજ જ્ઞાનારવણીથી કેવલજ્ઞાન, દર્શનાવરણીથી કેવલદર્શન, અંતરાયથી અનંતવીર્ય, આયુકર્મથી સૂમત્વ, નામકર્મથી અવગાહનત્વ, ગોત્રકર્મથી અગુરુલઘુત્વ અને વેદનીયકર્મથી અવ્યાબાધગુણ આચ્છાદિત છે. આવરણ જવાથી સિદ્ધ અવસ્થામાં આ આઠે ગુણો પ્રગટ થાય છે. નિર્નામ, નિર્ગોત્ર ઇત્યાદિ અનેક ગુણ શાસ્ત્રાનુસારે જાણવા યોગ્ય છે. સખ્યત્વાદિ નિજ ગુણસ્વરૂપ જે શુદ્ધ સહજ પરમાત્મા છે તે જ ઉપાદેય છે. બાકીના સર્વ સાંસારિક ભાવો સર્વથા છોડવા યોગ્ય છે. સિદ્ધ પરમાત્માના ગુણ સર્વે ગુણોમાં સ્પર્ણ, શુદ્ધતા પ્રગટ થતાં સર્વ પ્રકારે અશુદ્ધ પર્યાયોનો નાશ થતાં, જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનો સ્વયં સર્વથા નાશ થાય છે, અને ગુણ પ્રગટતા નથી, પણ ગુણના નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે; જેમકે - અનંતદર્શન-જ્ઞાન-સમ્યત્વ-સુખ અને અનંત વીર્ય, અટલ અવગા હના, અમૂર્તિક (સૂક્ષ્મત) અને અગુરુલઘુત્વ એ આઠ ગુણ વ્યવહારથી કહ્યા છે. નિશ્ચયથી તો દરેક સિદ્ધ ભગવંતોને અનંત ગુણ સમજવા. સિદ્ધ પર્યાય ૫રમ નિર્દોષ છે; પૂર્ણ નિર્દોષ છે. સિદ્ધ ભગવાન સિદ્ધ ભગવાન કોઈ બાહ્ય કારણની અપેક્ષા વિના પોતાની મેળે જ સ્વપરપ્રકાશક જ્ઞાનરૂપ છે; અનંત આત્મિક આનંદરૂપ છે અને અચિંત્ય દિવ્યતારૂપે છે. સિદ્ધ ભગવાન જેવો જ સર્વ જીવોનો સ્વભાવ છે. તેથી ૧૦૫૧ સુખાર્થી જીવો વિષયાલંબી ભાવ છોડી નિરાલંબી પરમાનન્દસ્વભાવે પરણિમો. દ્ધિ ભગવાનને ઉત્પાદ-વ્યય-ધ્રુવ પર્યાય સ્વયંભૂ સર્વજ્ઞ ભગવાનને જે શુદ્ધાત્મ સ્વભાવ ઉત્પન્ન થયો તે કદી નાશ પામતો નથી તેથી તેમને વિશાશ વિનાનો ઉત્પાદ છે અને અનાદિ સવિદ્યાજનિક વિભાવ પરિણામ એકવાર સર્વથા નાશ પામ્યા પછી ફરીને ઉપજતા નથી તેથી તેમને ઉત્પાદ વિનાનો અવિનાશ છે. આ રીતે અહીં એમ કહ્યું છે કે સિદ્ધ પણે તેઓ અવિનાશી છે. આમ અવિનાશી હોવા છતાં તેઓ ઉત્પાદ-વ્યય-ધૌવ્ય સહિત છે; કારણકે શુદ્ધ પર્યાયની અપેક્ષા તેમને ઉત્પાદ છે, અશુદ્ધ પર્યાયની અપેક્ષાએ વ્યય છે. અને તે બન્નેના આધારભૂત આત્માપણાની અપેક્ષાએ ધ્રૌવ્ય છે. વધારે સૂક્ષ્મતાથી જોઈએ તો, અગુરુલઘુ ગુણમાં થતી પદ્ગણ હાનિ વૃદ્ધિને લીધે મુક્ત આત્મામાં સમયે સમયે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય વર્તે છે. અહીં જેમ સિદ્ધ ભગવાનના ઉત્પાદાદિ કહ્યાં તેમ કેવળી ભગવાનનાં પણ યથાયોગ્ય સમજી લેવાં. સિદ્ધ ભગવાનની ઓળખાણથી ભેદવિજ્ઞાન :સિદ્ધ ભગવાનના સ્વરૂપને જે જીવ ઓળખે છે, તે વિજ્ઞાનરૂપ થાય છે. અર્થાત, તેને ભેદવિજ્ઞાન થાય છે, તે કેવી રીતે થાય છે ? કે જયારે જીવ સિદ્ધ ભગવાનને ઓળખે છે, ત્યારે તેને એવી ભાવના થાય છે કે, અહો ! આ સિદ્ધ ભગવાન સંપૂર્ણ સુખી છે, તેમનું જ્ઞાન પણ પરિપૂર્ણ છે. તેમને રાગ-દ્વેષ નથી, કર્મ નથી, શરીર નથી. સિદ્ધ ભગવાન આત્મા છે અને હું પણ આત્મા છું, સ્વભાવ અપેક્ષાએ, સિદ્ધમાં અને મારામાં ફેર નથી. સિદ્ધ ભગવાનની જેમ હું, મારા સ્વભાવથી પરિપૂર્ણ છું. સિદ્ધના સ્વરૂપમાં રાગ-દ્વેષ, કર્મ કે શરીર નથી, તેમ મારા સ્વરૂપમાં પણ રાગ-દ્વેષ, કર્મ કે શરીર નથી, સિદ્ધને પુણ્ય-પાપના ભાવ નથી, તે મારે પણ ઉપાધિભાવ છે, જે સિદ્ધને નહિ તે મારે પણ નહિ. આત્માનો સ્વભાવ ભાવ શુદ્ધ પવિત્ર છે, તે ભાવ વડે, રાગાદિ ઉપાધિ ભાવોને સિદ્ધ ભગવાને ટાળ્યા છે. અને સ્વદ્રવ્યની સ્થિરતા વડે, પર દ્રવ્યનું અહંપણું ટાળ્યું છે, સિદ્ધના આત્મામાંથી જે ટળી ગયું તે બધું, મારા આત્મામાંથી પણ ટળવા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy