SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થો-દ્રવ્ય-ગુણ-પર્યાયો. (પદાર્થોમાં સ્વ અને પર એવા બે વિભાગ છે તે | જાણનાર આત્માનું પોતાનું હોય તે સ્વ છે અને બીજું બધું પર છે. (૧૯) દ્રવ્ય-ગુણ-પર્યાય અર્વતે કહેતાં નિશ્ચય કરીએ તે અર્થ છે. વસ્તુ. (૨૦). આત્મા શુદ્ધ કહેતાં પવિત્ર છે. બદ્ધ એટલે જ્ઞાનસ્વરૂપ છે. ચૈતન્યધન કહેતાં અસંખ્ય પ્રદેશ છે. સર્વજ્ઞ સિવાય બીજે કયાંય આત્મા અસંખ્ય પ્રદેશ છે એવી વાત નથી. આત્મા સ્વયજયોતિ છે, એટલે સ્વયં સિદ્ધ વસ્તુ છે. કોઈએ ઉત્પન્ન કરી હોય કે કોઈથી નાશ પામે એવી ચીજ નથી. તે સુખ ધામ છે, એટલે આનંદનું-અતીન્દ્રિય આનંદનું ધામ છે. આવો આત્મા અભેદ એકરૂપ ભૂતાર્થ વસ્તુ છે. તેને કરવિચારતો પામે- એટલે કે જ્ઞાનની પર્યાયમાં સ્વસંવેદનન વડે આવા જ્ઞાયકને લક્ષમાં લે તો તેની પ્રાપ્તિ થાય. અમારી પાસેથી કાંઈ મળે તેમ નથી. પોતાના ગુણોમાં વ્યાપેલું અભેદ, અખંડ, જે ધ્રુવતત્વ એની દષ્ટિ કરવી એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. આ સિવાય બહારના ક્રિયાકાંડમાં રાગમાં ધર્મ માની પ્રવર્તે તે મિથ્યાદષ્ટિ છે. અર્થ નિાયક દ્રવ્યનો નિશ્ચય કરનારું; દ્રવ્યને નકકી કરનારું. (દ્રવ્યનો નિર્ણય કરવાનું સાધન જે સ્વરૂપ-અસ્તિત્વ ને સ્વ-પરનો ભેદ પાડવામાં સાધનભૂત છે.) અર્થ પર્યાય :પ્રદેશત્વ ગુણ સિવાયના, બાકીના સંપૂર્ણ ગુણોના વિશેષ કાર્યને, અર્થપર્યાય કહે છે. (૨) દ્રવ્યમાં રહેતા અનંત ગુણોની પર્યાયને અર્થ પર્યાય કહે છે. (૩) આ અનંત અવસ્થાઓમાંથી પ્રત્યેક સમયવર્તી પ્રત્યેક અવસ્થાને અર્થપર્યાય કહે છે. (૪) ગુણ અને અર્થ એ બન્ને ય એક અર્થવાળા છે તેથી ગુણ પર્યાયને અર્થપર્યાય પણ કહી છે. (૫) પદ્ગણી હાનિવૃદ્ધિરૂપ સ્વભાવ પર્યાય. અર્થ પર્યાય કોને કહે છે? :પ્રદેશત્વ ગુણના સિવાય, અન્ય સમસ્ત ગુણોના વિકારને અર્થ પર્યાય કહે છે. અર્થપર્યાયના કેટલા ભેદ છે ? :બે છે. સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ અર્થ પર્યાય ૧૦૫ અર્થ પર્યાયના ભેદ :અર્થ પર્યાયના બે ભેદ છેઃ સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ અર્થ પર્યાય. અર્થ પર્યાયો ગુણ પર્યાયો અર્થ વિકલ્પ :પ્રથમ તે અર્થ વિકલ્પ તે જ્ઞાન કે; ત્યાં ...... અર્થડિયા :પ્રયોજનભૂત ક્રિયા અર્થયિા સર્વ પદાર્થને પોતાનું કાર્ય એટલે અર્થક્રિયા છે. ક્રિયા બે પ્રકારે છે. ૧. માત્ર પોતારૂપે પરિણમનરૂપ. ૨. પરિસ્પન્દન એટલે હલનચલન રૂપ. દ્રવ્ય સમયે સમયે પરિણમવારૂપ ક્રિયા કરી રહ્યાં છે. પુદ્ગલ અને જીવને બન્નેને ક્રિયા છે. ચેતનનું ક્રિયારૂપે પ્રવર્તન થાય છે તે શ્રી જિને ત્રણ પ્રકારે બતાવ્યું છે. (૧) શુદ્ધ નિશ્ચયનય વિભાગ પરિણમનને લક્ષમાં લેતો નથી, શુદ્ધ દ્રવ્યની પરિણતિને જ લક્ષમાં લે છે. તેથી સ્વભાવ પરિણમનથી પોતાના ચેતન ગુણોપણે જ આત્મા પરિણમે છે અને ચેતન સ્વભાવનો જ કર્તા થાય છે. (૨) ચેતનનું વિભાગપણે પરિણમન થાય છે ત્યારે અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય અશ્વયંત નિકટ સંબંધવાળા કર્મના સંબંધરૂપ વ્યવહારનયથી આઠ કર્મનો આત્મા કર્તા કહેવાય છે. ખરી રીતે વિભાગ પરિણામને નિમિત્તે કર્મ પુદ્ગલ ગ્રહણ થઈ પુણયપાપ બંધાય છે; તે દ્રવ્યકર્મનો કર્તા આત્મા (અસભૂત અનુપચરિત વ્યવહારનયથી) સંબંધને લઈને કહેવાય છે; તે દ્રવ્યકર્મ જો કે સૂક્ષ્મ છે તેથી જોવામાં આવતાં નથી પરંતુ આત્માને જન્મમરણ, સુખ-દુઃખના કારણ હોવાથી મહત્ત્વનાં છે. (૩) પુદ્ગલ પદાર્થોમાં ફેરફાર કરવારૂપ ઘર, નગર ઈત્યાદિ અનેક કાર્ય જીવ કરે છે, તે આત્માથી વિશેષ દૂર અને સ્પષ્ટ ભિન્ન છે તેથી પુદ્ગલ ક્રિયાઓનો આત્મામાં આરોપ કરવારૂપ ઉપચારથી પુદ્ગલ પદાર્થોનો કર્તા છે. અર્થઠ્યિા :પ્રયોજનભૂત ક્રિયા; જેમ કે આત્માની અર્થક્રિયા જાણવું વગેરે છે. (૨) પ્રયોજનભૂત કિયા. અર્થયિા સંપન્ન કંઈને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy