SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1037
Loading...
Download File
Download File
Page Text
________________ તથા રૂપ વ્યવહાર આચરણની દૃષ્ટિથી કે, આવો શુદ્ધ આતમા મારે પ્રગટ કરવો છે, એવી સંકલ્પરૂપ નૈગમ દષ્ટિથી, એવંભૂત એટલે કે જેવા પ્રકારે આત્મા સ્વરૂપ છે, તેવા પ્રકારે થા! આ લોકપ્રસિદ્ધ વ્યવહાર આચરીને પણ, નિરંતર એવંભૂત યથોકત આત્મ સ્વરૂપ પામવાનો જ, લક્ષ રાખ! એવંભૂત દષ્ટિથી તૈગમ વિશુદ્ધ કર.- અને એવંભૂત દષ્ટિથી એટલે સાધ્ય એવા શુદ્ધ આત્માસ્વરૂપને નિરંતર લક્ષમાં રાખી, નૈગમથી ચૈતન્યલક્ષણ આત્માને વિશુદ્ધ કર! અથવા લોકપ્રસિદ્ધ વ્યવહારને વિશુદ્ધ કર! (૪) સંગ્રહદષ્ટિથી એવંભૂતથા = સામાન્યગ્રાહી એવા સંગ્રહનયની દૃષ્ટિની અપેક્ષાએ, સર્વજીવ સત્તાથી સમાન છે! સર્વજીવ છે. સિદ્ધસીમ-આ દૃષ્ટિ લક્ષમાં રાખી એવં ભૂતથા! અર્થાત્ જેમ આત્મસ્વરૂપ છે, તેવી સ્થિતિએ પામેલો યા! એવા સ્વરૂપસ્થ થા! એવંભૂત દષ્ટિથી સંગ્રહ વિશુદ્ધકરએવંભૂત એટલે, જેવું યથાસ્થિત શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવી દૃષ્ટિથી તે અપેક્ષાથ દષ્ટિ સન્મુખ રાખી સંગ્રહ અર્થાતુ, જે પોતાની સ્વરૂપ સત્તા છે, તે વિશુદ્ધ કર! એટલે કે,-શુદ્ધ નિશ્ચયસ્વરૂપ લક્ષમાં રાખી તેને અનુકૂળ શુદ્ધ વ્યવહારનું, એવું અનુષ્ઠાન કર, કે જેથી કરીને જે સાધન વડે કરીને, તે એવંભૂત આત્મારૂપ સાધ્ય સિદ્ધ થાય. વ્યવહાર દષ્ટિથી એવંભૂત પ્રત્યે જા = વ્યહારદષ્ટિથી એટલે પરમાર્થ સાધક વ્યવહારદૃષ્ટિથી, એવંભૂત પ્રત્યે જા! શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા! કારણકે સર્વ વ્યવહાર સાધનનું એક જ સાધ્ય સ્વરૂપ, સિદ્ધિ છે. એવંભૂત દૃષ્ટિથી વ્યવહાર વિનિવૃત્તિ કર. એવંભૂત નિશ્ચયરૂપ શુદ્ધસ્વરૂપદષ્ટિ લક્ષમાં રાખી, વ્યવહાર વિનિવૃત્ત કર! એવી ઉત્તરોત્તર ચઢતી, આત્મદશા ઉત્પન્ન કરતો જા, કે જેથી પછી વ્યવહાર સાધનની વિનિવૃત્તિ થાય, અપેક્ષા ન રહે. કારણ કે સમસ્ત વ્યવહાર, નિશ્ચયની સિદ્ધિ માટે છે. જેની સિદ્ધિ થતી જાય છે, તેમ તેમ વ્યવહારની, નિવૃત્તિ થાય છે. શબ્દ દષ્ટિથી એવંભૂત પ્રત્યે જા! = શબ્દદષ્ટિથી એટલે, આત્મા શબ્દના ખરેખરા અર્થમાં, એવંભૂત-શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે જા! દાખલા તરીકે જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રત્યે ગમન-પરિણમન કરે, તે આત્મા, એમ આત્મા ૧૦૩૭ શબ્દનો અર્થ છે, આ શબ્દના યથાર્થ અર્થરૂપ દષ્ટિ લક્ષમાં રાખી એવંભૂત પ્રત્યે જા! શુદ્ધ આત્મસ્વરૂપ નેપામ એવંભૂત દષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર.-એવંભૂત શુદ્ધ સ્વરૂપલક્ષી દૃષ્ટિથી, શબ્દને-યથાર્થ અર્થરૂપ આત્મા નામધારી, શબ્દને નિર્વિકલ્પ કર! અર્થાત્ આત્મા સિવાય, જ્યાં બીજો કાંઇપણ વિકલ્પ વર્તતો નથી, એવો કર! નિર્વિકલ્પ આત્મધ્યાનનેશુકલધ્યાનને પામ. સમભિરૂઢ દૃષ્ટિથી, એવંભૂથ અવલોક = સમભિરૂઢ-નિશ્ચય સ્વરૂપની સાધનામાં, સમ્યક્ષણે અભિરૂઢ. સાત પદાર્થો પુણ્યાદિ સાત પદાર્થોનું પ્રયોજન જીવ અને અજીવ એ બે થી જ પુરું થઇ જાય છે, કારણ કે તેઓ જીવ અને અજીવના જ પર્યાયો છે. તો પછી તે સાત પદાર્થો શા માટે કરવામાં આવે છે? ઉત્તર : ભવ્યોને હેય તત્વ અને ઉપાદેય તત્ત્વ (અર્થાત હેય તત્વ અને ઉપાદેય તત્વનું સ્વરૂપ તથા તેમનાં કારણો) દર્શાવવા અર્થો તેમનું કથન છે. દુઃખ તે હે તત્ત્વ છે, તેનું કારણ સંસાર છે, સંસારનું કારણ આસ્રવ અને બંધ છે. (અથવા વિસ્તારથી કહીએ તો પુણ્ય, પાપ, આસવ અને બંધ ચાર છે.) અને તેમનું કારણ મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર છે. સુખ તે ઉપાદેય તત્વ છે, તેનું કારણ મોક્ષ છે, મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે અને તેમનું કારણ સમ્યગ્દર્શક્ત-જ્ઞાન-ચારેત્ર છે. અજ્ઞાની જીવ નિર્વિકાર સ્વસંવેદનના અભાવને લીધે પાપપદાર્થનો તથા આસવ-બંધ-પદાર્થોનો કર્તા થાય છે, કદાચિત મંદ મિથ્યાત્વના ઉદયથી, દેખેલા, સાંભળેલા અનુભવેલા ભાગોની આકાંક્ષારૂપ નિદાનબંધ વડે, ભવિષ્યકાળમાં પાપનો અનુબંધ કરનાર પૂણ્યપદાર્થનો પણ કર્તા થાય છે. જે જ્ઞાની જીવ છે તે નિર્વિકાર-આત્મતત્ત્વવિષયક રૂચિ, તદવિષયકજ્ઞપ્તિ અને તદવિષયક નિશ્ચલ અનુભૂતિરૂપ અભેદરત્નત્રયપરિણામ વડે, સંવર-નિર્જના મોક્ષ પદાર્થોનો કર્તા થાય છે. અને જયારે પૂર્વોકત નિશ્રય્યરત્નત્રયમાં સિથર રહી શકતો નથી ત્યારે નિદોષ પરમાત્મસ્વરૂપ અહંત-સિધ્ધોની તથા તેનું (નિર્દોષ પરમાત્માનું) આરાધન કરનાર આચાયૅ-ઉપાધ્યાય-સાધુઓની
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy