SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1012
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે. તેમ નય પણ વસ્તુને પરોક્ષ જ જણાવે છે. શ્રુતજ્ઞાન પરોક્ષ છે, તો નય પણ પરોક્ષ જ છે. શુધ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષયભૂત આત્મા બાહ્ય-પૃટ આદિ પાંચ ભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે. એ શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ. આત્મામાં જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન એવા સામર્થ્યરૂપ ચૈતન્યભાવ પરોક્ષ છે. વળી તેની વ્યકિત (શકિતમાંથી પ્રગટ થવા રૂપ વ્યકતા) કર્મ સંયોગથી મતિ-શ્રુતાદિ જ્ઞાનરૂપ છે. (મતિ-શ્રુતાદિ જ્ઞાનમાં કર્મનું નિમિત્ત છે.) તે કથંચિત અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે. આત્મા વસ્તુ, જ્ઞાન શક્તિમાનગુણ, એની મતિ-શ્રુત આદિ પ્રગટ વ્યકતા ત્રણે આવી ગયાં. એમાં સતનું સર્વ ભગવાન આત્મા, ચૈતન્ય શક્તિ માત્ર સ્વભાવ (ગુણ) પરોક્ષ છે. અને એવા દ્રવ્યનું આલંબન લેવાથી શક્તિમાંથી મતિ-મૃતાદિ પર્યાય પ્રગટ થઇ એ વ્યકત છે. પહેલાં કહ્યું કે શુધ્ધનયનો વિષય પરોક્ષ છે, એ તો ત્રિકાળીની વાત કરી. હવે એ ત્રિકાળી ધ્યેયમાં એકાગ્ર થઈને જે મતિ, શ્રુત પર્યાય પ્રગટી એ કથંચિત જ્ઞાનગણ્ય-જ્ઞાન જ્ઞાનને સીધું પરની મદદ વિના જાણ છે એ અપેક્ષાએ પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે. અને સંપુર્ણ જે કેવળજ્ઞાન તે જો કે છહ્મસ્થને પ્રત્યક્ષ નથી તો પણ આ શુધ્ધનય આત્માના કેવળજ્ઞાનરૂપને પરોક્ષ જણાવે છે. શું કહ્યું ? કેવળજ્ઞાન પર્યાય પ્રગટ નથી, પણ આ શુધ્ધનય બતાવે છે કે આ સમ્યજ્ઞાન પ્રગટ થયું છે. તે વધીને કેવળજ્ઞાન થશે. ધવલમાં એ પાઠ છે કે-મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. પરોક્ષજ્ઞાનમાં એ પ્રતીતિમાં આવી ગયું છે કે આ મતિ-શ્રેતાદિ પયાર્ચ વધીને કેવળજ્ઞાન થશે જ. જયધવલમાં પણ લીધું છે કે કેવળજ્ઞાન અવયવી છે અને મતિ,શ્રત એના અવયવો છે. અવયવથી અવયવી જાણવામાં આવે છે. થાંભલાની એક હાંસ જોતાં જેમ આદા થાંભલાનો નિર્ણય થઇ જાય છે તેમ આત્મામાં મતિ-મૃત અવયવ પ્રગટ થતાં એમાં કેવળજ્ઞાનરૂપ અવયવીની પ્રતીતિ થઇ જાય છે. છાસ્થાને કેવળજ્ઞાન નથી, પણ શુધ્ધનય પરોક્ષપણે એમ બતાવે છે કે આ વર્તમાન વર્તતું જ્ઞાન પૂર્ણ થશે એ કેવળજ્ઞાન છે. શ્રીમદે પણ લીધું છે ને કે-શ્રધ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન વર્તે ૧૦૧૨ છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાભાવના એની જ છે એ અપેક્ષાએ કેવળજ્ઞાન થયું છે એમ કહ્યું. ઉપરોકત ન્યાયે તે પરોક્ષ છે. આવો સર્વજ્ઞનો (સ્યાદવાદ) માર્ગ છે. મતિ-શ્રુતજ્ઞાન એ સર્વજ્ઞપદની પ્રાપ્તિનો ઉપાય છે. મતિ-શ્રેત એ સાધક છે. અને કેવળજ્ઞાન સાધ્ય છે. અષ્ટપાહડમાં ચારિત્ર મામૃતની ચોથી ગાથામાં તો મોક્ષમાર્ગની-જ્ઞાન-દર્શન-ચારિત્રની પર્યાયને અક્ષય-અમેય કહી છે. સમયસારમાં મતિ-શ્રુતજ્ઞાન એ ઉપાય છે અને કેવળજ્ઞાન-મોક્ષ એ ઉપેય છે. એમ કહ્યું છે. ઉપાયના જ્ઞાનમાં ઉપેયની પ્રતીતિ આવી જાય છે. નવતત્વની પ્રતીતિમાં મોક્ષની પ્રતીતિ આવે છે કે નહીં ? નવતત્વની અભેદ શ્રધ્ધામાં મોક્ષની શ્રધ્ધા આવી જાય છે. તત્વાર્થસૂત્રમાં જીવ, અજીવ, આસવ, બંધ, સંવર,નિર્જરા, મોક્ષ-એકવચનામાં લીધું છે. જેવું શકિતમાં જ્ઞાન પૂર્ણ છે. એવી આ મતિ-વૃત પર્યાય પૂર્ણ થઇ જશે એવી પરોક્ષ પ્રતીતિ શ્રુતજ્ઞાનમાં આવે છે. હવે કહે છે કે જયાં સુધી આ નયને (શુધ્ધનયને) જીવ જાણે નહીં ત્યાં સુધી આત્માના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન શ્રધ્ધાન થતું નથી. શુધ્ધિનયનો વિષય અખંડ, એક પૂર્ણ શ્રધ્ધા-જ્ઞાનસ્વરૂપ આત્મા છે. આવા આત્મામાં મૂકીને પર્યાય જયાં સુધી તેને જાણે નહીં ત્યાં સુધી તેનાં શ્રધ્ધાજ્ઞાન થતાં નથી. તેથી શ્રી ગુરુએ આ શુધ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો છે કે બધ્ધ-પૃષ્ઠ આદિ પાંચ ભાવોથી રહિત પૂર્ણ જ્ઞાનધન આત્માને જાણી (અંતરમુખ થઇને જાણી) શ્રધ્ધાન કરવું, પર્યાયબુધ્ધિ ન રહેવું. સંતો પ્રસિધ્ધ કરીને કહે છે કે પૂર્ણજ્ઞાન ઘન સ્વરૂપ આત્માની દ્રષ્ટિ-શ્રધ્ધા કરો. આ શુધ્ધના અખંડ એક, ત્રિકાળી, ધ્રુવ, પરમ સ્વભાવ શાયકભાવને દેખાડે છે. તેની અંતર્મુખ થઇ શ્રધ્ધા કરો. સેકંડ :દિવસ રાત્રિના મળી ૨૪ કલાકની ૮૬૪૦૦ સેકંડ થાય છે. સેટિકા :ખડી સેતુબંધ :પુલ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy