SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) અશ્વયંતાભાવથી એમ સમજવું કે પ્રત્યેક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ હોવાથી એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કંઈ પણ કરી શકતું નથી. અર્થાત્ સહાય, અસર, મદદ, પ્રેરણા ઈત્યાદિ કંઈ કરી શકતું નથી. શાસ્ત્રમાં જે કંઈ સત્યનું કરવું, કરાવવું વગેરેનું કથન છે તે ઘીના ઘડા સમાન વ્યવહારનું કથન માત્ર છે, સત્યાર્થ નથી. આવી સમજણ કરવાથી સ્વ-સન્મુખપણાનો પુરુષાર્થ થાય છે તે જ સાચો લાભ છે. અભાવ કોને કહે છે ? :એક પદાર્થનું બીજા પદાર્થમાં નહિ હોવાપણું તેને અભાવ કહે છે. અભાવ નામની આત્માની શક્તિ રાગ અને કર્મના અભાવ સ્વભાવ સ્વરૂપ એક અભાવ નામની આત્મામાં શક્તિ છે. અશુદ્ધતા અર્થાત્ કર્મપણે ન થાય એવી આત્મામાં અભાવ નામની શક્તિ છે. અભાવનું ભાવાન્તરના ભાવસ્વભાવે અવભાવન છે ઃ નાશ, અન્યભાવના ઉત્પાદરૂપ સ્વભાવે પ્રકાશે છે. અભાવના ભેદ :અભાવના ચાર ભેદ છે. (૧) પ્રાગભાવ, (૨) પ્રધ્વંસ્તાભાવ, (૩) અન્યોન્યા ભાવ અને (૪) અત્યન્તા ભાવ. અભાવ્ય :નહિ થવા યોગ્ય; નહિ પરિણમવા યોગ્ય. અભાવવાચક નાસ્તિ સૂચક અભાવભાવ અસનું ઉત્પાદ અભાવવાળા ઃઅવિદ્યમાન; અભિક્ષાચરણ :ભિક્ષાચરણ સિવાયનો. અભિગ્રહ :ખોરાક-પાણી વહોરવામાં ટૂંકી મર્યાદા બાંધવી, એટલે કે પોતે નક્કી કરેલા વેશ કે રંગનો માણસ અમુક સ્થિતિમાં આપો, તો જ લેવું એવી જાતનો નિયમ. અર્થ બરાબર સમજી શકાય, તેવી ભાષા. (૨) સ્વીકાર, હઠ, દુરાગ્રહ. ૧૦૦ અભિધેય :ધ્યેય. ધ્યેય એટલે પકડવા લાયક, આશ્રય કરવા લાયક, અનુસરણ કરવા લાયક-જે ધ્રુવ છે તે. અભિધેય ઃવસ્તુધર્મ કહી શકાય એવો. (૨) ધ્યેય. (૩) શબ્દથી કહી શકાય તેવું; નામ લેવાથી સમજાય તેવું; મૂળ અર્થ; વાચ્યાર્થ; શુદ્ધ આત્માનું સ્વરૂપ તે અભિધેય છે. (૪) કહેવા યોગ્ય વાચ્યભાવ.પવિત્ર, નિર્મળ, અસંયોગિ, શુદ્ધ આત્મ સ્વભાવ કહેવા યોગ્ય છે તે વાચ્ય છે, અને તેને જણાવનારા શબ્દો તે વાચક છે. (૫) પ્રયોજન. (૬) કહેવા યોગ્ય વિષય. (૭) વસ્તુધર્મ કહી શકાય એવો. અભિધેય ભેદ ઃવાચ્યનો ભેદ અભિધેય = વાચ્ય. અભિધેય વિષય કહેવાનો વિષય; પ્રયોજન. અભિધેયતા :વિવક્ષા; કથની. (૨) કહેવા યોગ્યપણું; વિવક્ષા; કથની. અભિષયભેદ શબ્દથી કહી શકાય તેવો ભેદ; નામ લેવાથી સમજાય તેવો ભેદ; મૂળ અર્થભેદ; વાચ્યાર્થભેદ. અભિધાન નામ; સંજ્ઞા; કર્તા માટેનું વિધાન. (૨) વાચક (૩) વાચક. અભિનંદે છે :પ્રશંસે છે; આવકારે છે. (૨) પ્રશંસા; ધન્યવાદ. અભિનંદવું :પ્રશંસવું. (૨) પ્રશંસા કરવી. (૩) પ્રશંસા કરવી. (અભિનંદતા = પ્રશંસતા) ધન્યવાદ દેતા. અભિન્ન :એકમેક. (૨) એકમેકઃ એકરૂપ. અભિન્ન પ્રદેશત્વસ્વરૂપ અનન્યપણું ઃઅત્યંત નજીક રહેલાં મિશ્રિત દૂધ-જળને ભિન્ન પ્રદેશત્વ સ્વરૂપ અનત્યપણુ છે.પણ દ્રવ્ય અને ગુણને એવું અનન્યપણું નથી, પરંતુ અભિન્ન પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું છે. અભિન્ન સાધ્ય સાધન ભાવ જે નયમાં સાધ્ય અને સાધન અભિન્ન (અર્થાત્ એક પ્રકારનાં) હોય, તે અહીં નિશ્ચયનય છે; જેમકે નિર્વિકલ્પ ધ્યાન પરિણત (શુદ્ધાત્મ શ્રદ્ધાન જ્ઞાન ચારિત્ર પરિણત) મુનિને, નિશ્ચયનયથી મોક્ષમાર્ગ છે કારણ કે ત્યાં (મોક્ષરૂપ) સાધ્ય અને (મોક્ષમાર્ગરૂપ) સાધન, એક પ્રકારનાં અર્થાત્ શુદ્ધાત્મરૂપ (શુદ્ધાત્મપર્યાયરૂપ) છે. અભિન્નતા :એકત્વ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy