SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરિહંત દેવો અર્થને કહે છે અને શાસનના હિતને માટે શ્રી ગણધરદેવો તેને નિપુણરીતે સૂત્રમાં ગૂંથે છે અને તેથી શ્રુત પ્રવર્તે છે.” તેઓ આવું શા માટે કરે છે તેની પણ સ્પષ્ટતા કરતાં તે જ મહાપુરુષ ફરમાવે છે કે “સામાઈયમાઈચં સુચનાણું જાવ બિંદુસારાઓ તસ્સ વિ સારો ચરણે, સારો ચરણસ્સ નિવ્વાણ ” || આવ. નિ. ગા. ૯૩ || “સામાયિક થી માંડી બિંદુસાર-ચૌદમું પૂર્વ સુધી શ્રુતજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ છે.” મતિ - શ્રત - અવધિ - મન:પર્યવ અને કેવળજ્ઞાન આ પાંચે જ્ઞાનોમાં શ્રુતજ્ઞાન એ બોલકું છે અને બાકીના ચાર જ્ઞાન મૂંગા છે. નય-નિક્ષેપ અને પ્રમાણાદિના અભ્યાસથી પ્રાપ્ત શ્રુતજ્ઞાન આત્મામાં સ્થિરીભાવને પામે છે. આ જ વાતને સ્તવનકારપૂ. શ્રી પદ્મવિજયજી મહારાજા શ્રી વીર પ્રભુના રૂઢિને રઢિયાળીરવીરતારી દેશનારે,”માં “ચારનિક્ષેપેરે, સાત ન કરીને માંહે ભલી સપ્તભંગી વિખ્યાત.’ની કડીમાં જણાવે છે. આશ્રુતજ્ઞાન સારી રીતે સમજી-સમજાવી શકાય માટે શ્રી જૈન શાસનમાં અનુયોગ એટલે કે સૂત્રનું વ્યાખ્યાના કરવાની પદ્ધતિ ખૂબ જ સુંદર અને માર્મિક છે. તેના દ્રવ્યાનુયોગ, ચરણ-કરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ એ ચાર પ્રકાર છે. બાલ, મધ્યમ અને પંડિત જીવો પોત-પોતાની કક્ષા અને ક્ષયોપશમ અનુસાર આ ચારે પ્રકારના અનુયોગના મર્મને સમજી - વિચારી આત્મસાત્ કરી પોત પોતાના આત્મ કલ્યાણના માર્ગે આગળ વધી શકે છે. યુગ પ્રધાન પૂ. શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજાના કાળ સુધી આ ચારે અનુયોગ એકી સાથે જોડાયેલા હતા. વતા પણ યોગ્ય શ્રોતાને પામી તે ચારે અનુયોગ સમજાવતા હતા. પણ દુષમકાળના પ્રભાવે મંદબુદ્ધિ, અલ્પષયોપશમા આદિવાળા શિષ્યોને પણ વ્યામોહ ન થાય અને સારી રીતે સમજી શકે માટે ચારે અનુયોગનું જુદુ-જુદુ વિભાજન કરેલ છે. ચારે અનુયોગ સ્વતંત્ર અને પોત પોતાની અપેક્ષાએ પ્રધાન ભાવને ભજનારા હોવા છતાંય એકબીજાની સાથે જોડાયેલા છે. શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી સૂયગડાંગ સૂત્ર, શ્રી દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આદિમાં મુખ્યતયા દ્રવ્યાનુયોગનું વર્ણના છે. શ્રી આચારાંગ સૂત્ર, શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ધર્મ સંગ્રહ, શ્રી શ્રાદ્ધવિધિ, આદિમાં ચરણકરણાનુયોગનું વર્ણન છે. શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ, શ્રી ચંદ્ર પ્રજ્ઞપ્તિ, શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, શ્રી લોક પ્રકાશ, ક્ષેત્ર સમાસ, બૃહત્સંગ્રહણી આદિમાં ગણિતાનુયોગનું વર્ણન છે. શ્રી જ્ઞાતાધર્મકથા, ઉપાસક દશાંગ, ઉપદેશમાલા, ઉપદેશ પ્રાસાદ આદિમાં ધર્મકથાનુયોગનું વર્ણન છે. જૈન શાસનનું કથાસાહિત્ય પણ બાકીના ત્રણેય અનુયોગથી ભરેલું, માર્મિક, તાત્વિક છે. જેમાં કથાના માધ્યમથી જીવોને તત્ત્વનું જ્ઞાન પીરસવામાં આવ્યું છે. પુણ્ય-પાપના વિવાદો, પુણ્ય-પાપની ચતુર્ભગી, આરાધક-વિરાધકજીવોના પ્રસંગોનો પરમાર્થ પામેલા પુણ્યાત્માઓ આરાધભાવ કેળવી તે ખસી ન જાય અને વિરાધકભાવથી બચીતે આવીન જાય માટે પ્રયત્નશીલ બની નિર્વાણપથપાપા પગલી ભરી કાલાંતરે ચારિત્રને પામી, નિર્વાણને પામે છે. શ્રી વસ્તુપાલ ચરિત્રમાં પુણ્ય-પાપની ચતુર્ભગી, છે અને છે, છે અને નથી, નથી અને છે અને નથી અને નથી એવા દષ્ટાન્તના માધ્યમથી સમજાવી છે. રાજસભામાં રાજાએ માંગેલી આ ચાર વસ્તુઓ તત્ત્વવેત્તા મંત્રીએ ઉદાર શ્રેષ્ઠી, વેશ્યા, સાધુપુરુષ અને માછીમાર જેવી વસ્તુઓ પ્રત્યક્ષ બતાવી - સમજાવી છે. E જાઈ
SR No.016125
Book TitleJain Katha Suchi Part 03
Original Sutra AuthorN/A
AuthorJinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy