SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ *૨૬. વિભક્તિ કે વચનના સ્વરાદિ પ્રત્યયો લગાડતાં કે સમાસ બનાવતાં શબ્દને એનો ઈ હોય તો શબ્દની મૂળ જોડણી વિકલ્પ નિયમ ૨૫ પ્રમાણે લખવી. ઉદા. નદી-નદીઓ કે નદિયો, સ્ત્રી-સ્ત્રીઓ કે સ્ત્રિયો, ખૂબી-ખૂબીઓ કે ખૂબિયો, બારી-બારીઓ કે બારિયો.. *૨૭. (ક) ગયેલું, થયેલું, સચવાયેલું, જોયેલું વગેરે જેવાં રૂપો જણાવ્યા પ્રમાણે લખવાં. . (કરીએ છીએ, ખાઈએ, પ્રકારનાં દીર્ઘ “ઈએ' વાળાં અસ્વાભાવિક રૂપો નિયમ ૨૫ પ્રમાણે નિરર્થક થઈ જાય છે, તેથી જતાં કરવાં. કારણ એ છે કે મૂળ પ્રત્યય “ઈયે” છે, “ઈએ” કદી નહીં.) (ખ) જુઓ – જુવો, ધુઓ - ધુવો, ખુઓ – ખુવો, રુઓ – રુવો, એ જ પ્રમાણે જુએ - જુવે વગેરે લખવાં. એ રીતે મુઓ – મુવો. (નોંધ: અકારાંત - આકારાંત - ઓકારાંત ધાતુઓનાં “એલું” પ્રત્યયવાળાં રૂપો વચ્ચે ‘ય’ ઉમેરી ૨૭ (ક) પ્રમાણે લખવાં. ઉદા. ગયેલું, ગાયેલું, ખાયેલું, સમાયેલું, જોયેલું, રોયેલું વગેરે.) (ગ) સૂવું, પીવું જેવાં ક્રિયાપદોમાં સુએ - સુઓ, પિઓ – પિયો, એ રીતે પિએ - પિયે. ૨૮. પૈસો, ચૌટું, પૈડું, રવૈયો એમ લખવું. પણ પાઈ, પાઉંડ, ઊડઈ, સઈ એવા શબ્દો દર્શાવ્યા પ્રમાણે લખવા. *૨૯. સજા, જિંદગી, વણજારો, એમાં “જ; ગોઝારું, મોઝાર, એમાં ‘ઝ; સમજ (-ઝ), સાંજ(-ઝ), મજા -ઝા)માં વિકલ્પ. ૩૦. આમલી - આંબલી, લીમડો-લીંબડો, તૂમડું-તુંબડું, કામળી-કાંબળી, ડામવું-ડાંભવું, પૂમડું-પૂંભડું, ચાંદલો-ચાંલ્લો, સાડલો-સાલ્લો એ બંને રૂપો ચાલે. ૩૧. કહેવડાવવું-કહેવરાવવું, ગવડાવવું-ગવરાવવું, ઉડાડવું – ઉરાડવું, બેસાડવું - બેસારવું જેવાં પ્રેરક રૂપોમાં ડ અને ૨ નો વિકલ્પ રાખવો. ૩૨. કવિતામાં નિયમાનુસાર જોડણી વાપરી હ્રસ્વ દીર્ઘ બતાવનારાં ચિહ્નો વાપરવાં. *૩૩. નિયમ ૨૨મામાં આ સમાઈ જાય છે એટલે જરૂર નથી, રદ કરવો. (ફૂદડીવાળા સંશુદ્ધ નિયમો છે.) ૧૬
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy