SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે કે હ જ્યાં દર્શાવવો ત્યાં જુદો પાડીને દર્શાવવો અને ન દર્શાવવો ત્યાં મુદ્દલ ન દર્શાવવો. હ ને આગલા અક્ષર સાથે જોડવો નહીં. ૧૦. નાહ, ચાહ, સાહ, મોહ, લોહ, દોહં, કોહ, સોહ એ ધાતુઓને અનિયમિત ગણી એઓનાં નીચે દર્શાવ્યા પ્રમાણે રૂપો સાધિત કરવાં : નાહ : નાહું છું; નાહિયે છિયે; નહાય છે; નાહો છો; નાહ્યો-હ્યા, -હી, હ્યું, -હ્યાં; નાહીશ; નાહીશું; નહાશો; નહીંશે; નહાત; નહાતો; -તી, તું, નાહનાર; નાહવાનો અથવા નાવાનો; નાહેલો; -લી, -લું; નહા; નહાજે; નાહવું નવડા(-રા)વવું; નવાવું; નવાય; નાવણ; નાવણિયો; નવેણ; નવાણ. ચાહ : ચાહું છું; ચાહિયે છિયે; ચાહે છે; ચાહો છો; ચાહ્યો, -હ્યા, -હી, -હ્યું, -હ્યાં; ચાહીશ; ચાહીશું; ચાહશે; ચાહશો; ચાહત; ચાહતો, -તી, -તું; ચાહનાર; ચાહવાનો; ચાહેલો, -લી, -લું; ચાહ, ચાહજે; ચાહવું. ચહવડા(-રા)વવું : ચહવાવું, ચહવાય એ રૂપો શક્ય અને વ્યાકરણદૃષ્ટિએ પ્રામાણિક લાગે છે, પણ આવા પ્રયોગો પ્રચલિત નથી. સાહ : ચાહ પ્રમાણે. સવડા(-રા)વવું; સવાવું; સવાય. મોહ : મોટું છું, મોહિયે છિયે; મોહે છે; મોહો છો; મોહ્યો, -હ્યા, -હ્યું, -હ્યાં; મોહીશ; મોહીશું; મોહશે; મોહશો; મોહત; મોહતો, -તી, -તું, મોહનાર; મોહવાનો; મોહેલો, -લી, -લું; મોહ; મોહજે; મોહવું. મોહડા(-રા)વવું; મોહાવું; મોહાય. લોહ : લોહું છું; લોહિયે છિયે; લુહે છે; લુહો છો; લોહ્યા, -હ્યા, -હી, -હ્યું, -હ્યાં; લોહીશ; લોહીશું; લોહશો; લોહત; લોહતો, -તી, -તું; લોહનાર; લોહવાનો અથવા લોવાનો; લોહેલો, -લી, -લું; લોહ; લોજે; લોહવું. લોવડા(-૨ા)વવું; લોવાય; લોવણિયું. દોહ : દોહું છું; દોહિયે છિયે; દુહે છે; દુહો છો; દોહ્યો, -હ્યા, -હી, -હ્યું, -હ્યાં; દોહીશ; દોહીશું; દોહશે; દોહશો; દુહત અથવા દોહત; દોહતો, -તી, -તું; દોહનાર; દોહવાનો અથવા દોવાનો; દોહેલો, -લી, -લું; દોહ; દોજે. દોવડા(-૨ા)વવું; દોવાવું; દોવણ; દોણી. કોહ : સામાન્યતઃ મોહ પ્રમાણે. ૧૨
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy