SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ (ઘ) હોય ત્યાં તે ઘટક જ લખવું; જેમ કે, શાલ/સાલ, શાળા/સાળા, શારસાર જ્યાં શસ નો વિકલ્પ હોય ત્યાં બંને રૂપો સ્વીકારવાં. અગાશી-અગાસી, ઉજાશ-ઉજાસ, ઓશરી-ઓસરી, કપાશિયોકપાસિયો, જશોદા-જસોદ, વીશ-વસે, ત્રીસ-ત્રીસ, પચીસ-પચીસ, પચાશ-પચાસ, એશી-એસી વગેરે (ખ) જઝ નો વિકલ્પ સ્વીકારવો : સાંજ-સાંઝ, મજા-મઝા, સમજ-સમઝ ' (ગ) વિશે-વિષેમાંથી માત્ર “વિશે” જ રાખવું. ભાષામાં જેમ તત્સમ અને તદ્ભવ બંને રૂપો માન્ય છે તેમ પ્રેરક માટેનાં – રાવ, -ડાવ, આર-આડ, રૂપો વિકલ્પ રાખવાં. ઉદા. કહેવરાવ-કહેવડાવ, ગવરાવ-ગવડાવ, બેસાર-બેસાડ ઉપરાંત, લીમડો-લીંબડો, આમલી-આંબલી, ચીબરી-ચીબડી, ચીંથરું-ચીંથરું, આફૂસ-હાફૂસ વગેરે બંને રૂપો ચાલુ રાખવાં. (૧૩) ક્રિયાપદોનાં મૂળ અંગો ઉપરથી પ્રેરક, કર્મણિ કે ભાવે પ્રયોગનાં અંગો સિદ્ધ થાય ત્યારે મૂળ અંગોની જોડણી બદલાય. ક્રિયાપદના મૂળ અંગ તરીકે “વું” પ્રત્યય સિવાયનું રૂપ જ હોય : ઊગ-ઉગાડ, ઊઠ-ઉઠાડ, કૂદ-કુદાવ, મૂક-મુકાવ, ઊઘડ-ઉઘાડ, ઊતર-ઉતાર, ઊખડ-ઉખેડ, ઊઘલ-ઉઘલાવ, કર્મણિ-ભાવેનાં ઉગાય, ઉઠાય, કુદાય, મુકાય, ઉઘાડાય જેવાં રૂપો બને છે. જીવ, દીપ, પૂજા અને પીડ એ ધાતુઓનાં તેમ કબૂલનાં રૂપો ઉપરની વ્યવસ્થામાં ગોઠવી લેવાં. કૃદંત રૂપોમાં પ્રત્યય જેને લાગ્યો હોય તે મૂળ કે સાધિત અંગની જોડણી જ રાખવી; જેમ કે, ભૂલનાર, મૂકનાર, ભુલાવનાર, મુકાવનાર, ભૂલેલું-ભુલાયેલું, મૂકેલું-મુકાયેલું, મૂક્યું-મુકાયું, ભૂલ્યુંભુલાયું (ભૂલશે-ભુલાશે) ૧0
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy