SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ રાષ્ટ્રીય શાળામાંથી વિદ્યાપીઠના કામમાં આવ્યું. ખાસ કરીને ગણિતની પરિભાષાના શબ્દો ઉમેરવાનું કામ મને સોંપાયું હતું. તે વખતે વ્યાકરણના પ્રશ્નોની જે રસિક ચર્ચા થતી, તેનાં મીઠાં સંસ્મરણ યાદ આવે છે. બાદ ૧૯૩૧ની બીજી આવૃત્તિથી આજ સુધી આ કેશના સંપાદનકાર્યના મુખ્ય સેવક તરીકે કામ કરવાનું સદ્ભાગ્ય મને અનાયાસે મળ્યું છે, અને તે હું અદા કરી શક્યો, તે મારા જીવનમાં મળેલી ઈશ્વરકૃપા સમજું છું. આ કામ ગાંધીજીએ શરૂ કરાવ્યું, અને જીવ્યા ત્યાં સુધી, એ સતત વિકસતું રહી અક્ષત ચાલુ રહે, એની કેવી ચીવટ અને ચિંતા તે રાખતા હતા, તે સૌ અમને સેવકોને ખબર છે. એમને આ કાર્યમાં નિશ્ચિત કરીને સાંત્વન આપી શકાયું, એ વસ્તુ, અંગત રૂપે પણ, મારે માટે જીવનને અપૂર્વ લહાવો જ ઈશ્વરે આપ્યો ગણું છું. ઉપર જણાવી ગયો છું કે, ૧૯૬૦માં સંસ્થાની સેવામાંથી નિવૃત્ત થયો, ત્યારે આ આવૃત્તિનું કામ ઊભું હતું. ત્યારે મેં જણાવ્યું હતું કે, સંસ્થા જે તે કામ મને સંપશે, તો તે હું માથે લઈશ. તે તેણે મને સોંપ્યું તે માટે તેને આભારી છું. તે પછીનાં ૫-૬ વર્ષો દરમિયાન, તેને હું પૂરું કરી શકો, તેમાં જે સાથીઓએ મદદ કરી, તે સૌનો પણ આભાર માનું છું. આગળ પર કેશને માટેનાં વિકાસકામો માટેની સૂચનાઓ અનેક છે; કેટલીય એની અગાઉની આવૃત્તિઓનાં નિવેદનમાં અમલબજાવણી માગતી પડી છે. એ વિષે તે અંગ્રેજી વ્યુત્પત્તિશિકાર સ્કીટે તેના ગ્રંથને પ્રારંભે બે યથાર્થ કવિ-વાય ટાંક્યાં છે“Step after step the ladder is ascended.” (George Herbert) (પગથિયે પગથિયે જ સીડી ચડાય.) અને પરિપૂર્ણ બહત કોશ એવું કામ છે કે, સ્કીટનું બીજું કવિ-વચન તે સચોટ બતાવે છે – Labour with what zeal we will, Something still remains undone. (Longfellow) (ગમે તેટલી ઉત્કટતાથી કામ કરે, છતાં કાંઈક બાકી તો રહે જ !) આ કામમાં રહેલી અનેક ક્ષતિઓ માટે ક્ષમા ચાહું છું. છતાં, આશ્વાસન એટલું જરૂર છે કે, વજેરા: fહું પુનર્નવતા વિઘરે કર્યું એટલું પુણ્ય; મહેનતનું ભાવી ખીલતું અને ઊઘડતું જ રહે છે. દરેક વેળા બનતું આવ્યું છે તેમ, આ આવૃત્તિ આગળ જવામાં ભાવી આવૃત્તિને મદદરૂપ થશે. એ આવૃત્તિનું કામ કરવાનું કે જોવાનું પણ હવે મારે માટે ખરેખર ઈશ્વરાધીન બને છે. ગુજરાતીની સેવામાં આ કેશ ઉત્તરોત્તર ફૂલેફાલે એ જ પ્રાર્થના. તા. ૩૦-૩-૬૭ મગનભાઈ પ્રભુદાસ દેસાઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy