SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જોડણી વિષે રાખે છે, જેટલી તેમને રાખવી પડે છે, એટલી આપણે સૌ પિતાની ભાષાને વિષે કાં ન રાખીએ ? વિદ્યાપીઠે આમ કરવાને સારુ તુરત સાધન પેદા કરવું જોઈએ.” અને તે સાધન વિષે સૂચના કરતાં તેમણે જણાવ્યું કે, “તેને કેશ તો છે જ. પણ તેથીયે સાદો ને સસ્તો ખિસ્સાકાશ થવો જોઈએ.... (તેમાં) કેવળ જોડણી જ હોય તો બસ છે. તેમાંય બધા શબ્દોની જરૂર ન હોય. જેની જોડણી વિષે શંકાને જરા પણું સ્થાન હોય, એટલા જ શબ્દ આપવા જોઈએ. નિયમાવલિ પૈસે બે પૈસે નોખી આપવી ઘટે છે. પણ નિયમાવલિ સમજવાની તસ્દી બધા લેશે એમ ન માનવું જોઈએ. લોકોને તો તૈયાર સામગ્રી જોઈએ. તે તો જોડણીકોશ જ પૂરી પાડી શકે.” આ સૂચના મુજબ “જેડણી માટે ખિસ્સાકોશ” તૈયાર કરીને (તા. ૧૫-૯-૪૦) બહાર પાડવામાં આવ્ય; નિયમાવલી પણ એક નાનકડા ચોપાનિયા રૂપે બહાર પાડી હતી. તેઓશ્રીએ લખ્યા મુજબ, નિયમાવલી તો ખાસ લોકપ્રિય ન થઈ એટલે કે, તે કામ ન દઈ શકી. પરંતુ ખિસ્સાકેશ તેમાં સફળ નીવડ્યો – સારી પેઠે ચાલ્યો. ૧૯૪૧માં તેની બીજી આવૃત્તિ તૈયાર કરી; તે પછી આજ સુધીમાં તેનાં આઠ પુનર્મુદ્રણ થઈને કુલ ૧,૩૦,૦૦૦ નકલે બહાર પડી ચૂકી છે. તેમ જ ૧૯૪૦ બાદ, તેઓશ્રીએ પ્રગટ કરેલી આશા પ્રમાણે, શાળામાં શિક્ષણ તેમ જ પાઠયપુસ્તકે જોડણીકોશ મુજબ ચાલુ થયાં; તેમ જ લેખકે પ્રકાશકે સૌ કોઈ ક્રમે ક્રમે આ જોડણુ-વ્યવસ્થા અપનાવવા લાગ્યા. અને ૧૯૪૮માં તેઓશ્રીએ આ દુનિયામાંથી વિદાય લીધી ત્યાં સુધીમાં એમની આશા ઠીક ઠીક ફળી હતી, એમ કહી શકાય. ત્યાં સુધીમાં ત્રીજી આવૃત્તિ ક્યારની ખલાસ થઈ ચૂકી હતી. આ વર્ષોમાં ગુજરાતી વર્તમાનપત્રોમાં “શબ્દબ્હ’ની કસેટીઓ ચાલતી હતી; જોડણીકોશને સ્વીકારીને તેઓએ આ સ્પર્ધા યોજવાનું જાહેર કર્યું હતું. આથી પણ જોડણીકેશને સારો ફેલાવો મળ્યો હશે એમ મનાય. વચ્ચે ૧૯૪૨ - ૫ ની સ્વરાજની આખરી લડાઈ આવતાં, નવી આવૃત્તિ તૈયાર કરવામાં અનિવાર્ય વિલંબ થશે. પછી ચોથી આવૃત્તિ ૧૯૪૯માં બહાર પડી, ત્યારે જોડણીકોશ અને તેની નિયમાવલી ગુજરાતના બની ચૂક્યાં હતાં, એમ ગણાય. પછીની ૪થી આવૃત્તિ આ રીતે સ્થિર થયેલી નિયમાવલીને અનુસરીને બહાર પડી હતી. તેમ જ આ ૫ મી આવૃત્તિ પણ બહાર પડે છે. આમ જોડણીકોશની લગભગ ૪૦-૪૫ વર્ષની યાત્રા થઈ તે પ્રસંગે, ઈ. સ. ૧૯૦પની પહેલી સાહિત્ય પરિષદ મળી, ત્યારે તેના પ્રમુખપદેથી સ્વ સાક્ષરશ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીએ શરૂમાં જ પોતાના વ્યાખ્યાનમાં જોડણીના આ અટપટા પ્રશ્ન બાબતમાં ઉદગાર કાઢેલા. તે યાદ આવે છે. તેમણે ત્યારે કહ્યું, જોડણી, લિપિ વગેરેમાં મતભેદ છે અને એક યુગ જાય અને બીજો આવે એવી સ્થિતિ છે. હાલ તો સંધ્યાકાળની સમીપે છીએ અને રાત્રિ વિતીને મળસકું થાય ત્યારે સિદ્ધ સ્વરૂપ આખરે પ્રગટ થાય.” આજે એ વાતને ૬૦ વર્ષ પૂરાં થાય છે. આનંદની વાત છે કે, મળસકું વીતીને કયારનું સવાર પણ થઈ ચૂક્યું છે. અને તે પછી આપણું સાક્ષરેએ સેવેલા બીજા અનેકવિધ મનોરથ પણ આખરે સિદ્ધ સ્વરૂપે પહોંચ્યા છેજેમ કે, આપણી ભાષામાં કામ કરતી યુનિવર્સિટી તથા સ્વરાજ સરકાર વગેરે,–એ પણ આખરે સિદ્ધ સ્વરૂપે પ્રગટ થઈ ચૂકી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy