SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તીર(-)થી નિર્દેશ કર્યો છે. કૃતિનામની જોડે મૂકેલા સાદા કૌંસમાં કૃતિની રચના સમય કે લખનસમય જે ઉપલબ્ધ હોય તે આપ્યો છે. અને તેની સાથે કૃતિ મુદ્રિત હોય તો તેનો નિર્દેશ કર્યો છે. ક્યારેક સળંગ લખાણમાં કૃતિ મુદ્રિત હોવાની વાત સૂચવાઈ ગઈ હોય તો કૌંસમાં મુદ્રિતનો નિર્દેશ નથી કર્યો. જયાં મુદ્રિતનો નિર્દેશ ન હોય ત્યાં કૃતિ મુદ્રિત હોવાની માહિતી કોશકાયલયને ઉપલબ્ધ નથી થઈ એમ સમજવું. એ કૃતિઓ અમુદ્રિત હોવાની સંભાવના વિશેષ છે, પણ તે મુદ્રિત હોવાની શક્યતા સાવ નકારી શકાય નહીં. કર્તાની અધિકૃત કૃતિઓની વાત કર્યા પછી કર્તાની શંકાસ્પદ કૃતિઓની ચર્ચા કરી છે. છેલે કર્તાએ ગુજરાતી સિવાય અન્ય ભાષાઓમાં જે કૃતિઓ રચી હોય એમના નિર્દેશ છે. આવી કૃતિઓ કઈ ભાષાની છે એ કહ્યું છે. પરંતુ એ સિવાય એમને વિશે બીજી માહિતી આપી નથી. કર્તા અધિક્રણ ઉપરાંત કેટલીક નોંધપાત્ર મધ્યકાલીન કૃતિઓ વિશેનાં સ્વતંત્ર અધિકરણ પણ કોશમાં છે. આ અધિકરણોમાં કૃતિનો રચનાસમય, કૃતિનું મહત્ત્વ, વસ્તુ, એની સમીક્ષા ઇન્ય દિ બાબતોને સમાવી છે. સામાન્ય રીતે કૃતિમાંથી લાંબાં અવતરણ નથી આપ્યો, પરંતુ વકતવ્યને સ્ફટ કરવા જરૂર જણાઈ ત્યાં કેટલીક ટૂંકી માર્મિક પંકિતઓને અવતરણ રૂપે આપી છે. ક્યારેક કોઈ કૃતિ વૈકલ્પિક કર્તાનામે મળતી હોય કે એવી સંભાવના કરવામાં આવી હોય ત્યારે એ કૃતિઓનું, સાહિત્યક દૃષ્ટિએ નોંધપાત્ર ન હોય તોપણ, અલગ અધિકરણ કર્યું છે અને વૈકલિપક કર્તાનામોમાં પ્રતિનિર્દેશ કર્યો છે, જેમ કે નેમિ-બારમાસા.' અધિકરણ શક્ય તેટલાં માહિતીપ્રધાન કર્યા છે. મૂલ્યાંકનલની અભિપ્રાય આવશ્યક હોય એટલા આપ્યા છે, અને ત્યાં કર્તા કે કૃતિ વિશે પ્રચલિત વિચારોને અનુસરવાનું વલણ વિશેષ છે. તેમ છતાં કોશને પોતાના સ્વતંત્ર અભિપ્રાય હોય એમ બનવાનું. ક્યારેક કર્તા કે કૃતિ વિશેના અભિપ્રાયમાં મોટો ભેદ હોય તો બન્ને અભિપ્રાય આપ્યો છે. સંદર્ભ સામગ્રી અધિકરણને અંતે ઉપયોગમાં લીધેલી સંદર્ભ સામગ્રીની નોંધ ‘કૃતિ,’ ‘સંદર્ભઅને ‘સંદર્ભસૂચિ' એ રીતે ત્રણ વિભાગમાં મૂકી છે. “કૃતિ' વિભાગમાં કર્તાની કૃતિઓ મુદ્રિત રૂપે જે ગ્રંથ કે સામયિકમાં ઉપલબ્ધ થતી હોય તેની માહિતી છે. આ માહિતીને કર્તાની એકાધિક કૃતિઓના સર્વસંગ્રહો, કર્તાની કૃતિઓનાં સ્વતંત્ર સંપાદનો, કર્તાની કૃતિઓ જેમાં મુદ્રિત થઈ હોય તેવા અન્ય સંચયો કે ગ્રંથો અને કર્તાની કૃતિઓ જેમાં પ્રકાશિત થઈ હોય તે સામયિકો એમ ચાર વિભાગમાં વહેંચવામાં આવી છે અને દરેક વિભાગને પોલા ચોરસ(I])થી જુદો પાડ્યો છે. દરેક પેટાવિભાગની સામગ્રીન ગ્રંથનામના ‘અકારાદિ ક્રમમાં ગોઠવી છે, અને બધા પેટાવિભાગોની સામગ્રીને સળંગ ક્રમાંકથી દર્શાવી છે. કૃતિ પ્રકાશિત થઈ હોય એ ગ્રંથ કે સામયિમાં કર્તાના જીવન-કવન અંગે ઉપયોગી માહિતી હોય તો ગ્રંથ કે સામયિક અંગેના ઉલ્લેખને અંતે સાદા કૌંસમાં (૧) એવી સંજ્ઞા મૂકવામાં આવી છે. કર્તા કે કૃતિ વિશે જ્યાં માહિતી મળતી હોય તેની નોંધ ‘સંદર્ભ વિભાગમાં આપી છે. કર્તા વિશેના ચરિત્રાત્મક કે વિવેચનાત્મક સ્વતંત્ર ગ્રંથ, કર્તા કે એમની કૃતિઓ વિશે માહિતી કે વિવેચન મળતું હોય એવા અન્ય ગ્રંથો, કર્તા ને એમની કૃતિઓ વિશે માહિતી કે વિવેચન મળતું હોય તેવાં સામયિકો તથા કર્તાની કૃતિઓ જયાં નોંધાઈ હોય તેવી હસ્તપ્રતસૂચિઓ એમ ચાર પેટાવિભાગમાં આ માહિતીને પણ વહેંચી છે, અને દરેક વિભાગને પોલા ચોરસથી જુદો પાડ્યો છે. અહીં પણ બધા પેટાવિભાગોની સામગ્રીને સળંગ ક્રમાંકથી દર્શાવી છે. ‘કૃતિ’ અને ‘સંદર્ભ” વિભાગોમાં વખતોવખત પુનરાવર્તિત થતા કેટલાક ગ્રંથોનો સંક્ષપાક્ષારથી નિર્દેશ થયો છે. આ ગ્રંથોની સૂચિ પાછળ આપવામાં આવી છે. અન્ય ગ્રંથોને ગ્રંથનામ, લેખક કે સંપાદક, સંશોધક, સંક્લનકારનું અને પ્રાપ્ય ન હોય તો પ્રકાશક કે છેવટે મુદ્રકનું નામ, પ્રકાશનવર્ષ (પહેલા સિવાયની આવૃત્તિ હોય ત્યારે કેટલામી આવૃત્તિ છે તેના નિર્દેશ સાથે) એ રીતે મૂકવામાં આવ્યા છે. આ વિભાગમાં ગ્રંથનામો કે સામયિકોને અવતરણચિહનથી સૂચિત નથી ક્યાં, પરંતુ અપવિરામથી જુદાં પાડવાં છે. સામયિકોનો સંદર્ભ આપતી વખતે પહેલાં સામયિકનું નામ, તેના માસ અને વર્ષ, લેખનું નામ અને છેલ્લે લેખના કર્તા કે સંપાદક વચન સામયિકો વધી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy