SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ વિરચિત અભિધાનચિત્તામણિના આધારે સંકલિત થયેલ અભિધાન વ્યુત્પત્તિપ્રક્રિયાકેશના પ્રથમ ભાગના પ્રકાશનનું સદ્ભાગ્ય અમને પ્રાપ્ત થયું તે અમારા માટે અત્યંત આનંદને વિષય છે. સંસ્કૃત ભાષાના અભ્યાસીઓને, ગ્રંથેના વાચનલેખન કરનારાઓને તથા સંશોધકોને આ કેશ અત્યંત ઉપયોગી થશે તેમાં બેમત નથી. મુખ્યતયા પંદરથી અધિક લેક પ્રમાણ અભિધાન ચિંતામણિ મૂળમાં આવતા શબ્દને આ કેશમાં અકારાદિ કમે ગઠવ્યા છે. સાથે તેના લિંગ , કલેકાંક, ગુજરાતી અર્થ, પર્યાયવાચક શબ્દો તથા વ્યુત્પત્તિઓ પણ આપવામાં આવેલ છે. વિશ્વમાં સંસ્કૃત/પ્રાકૃત સાહિત્યક્ષેત્રે જૈનશાસનનું સહુ પ્રથમ સ્થાન છે. તેનું મુખ્ય કારણ જૈન શાસનને શ્રમણ વર્ગ છે. અનેક અનેક ઉપદ્રમાં વિલીન થતા થતા પણ આજે જે વિશાળ જૈન સાહિત્ય ઉપલબ્ધ થાય છે તેમાં આપણા પૂર્વાચાર્યોની શ્રત પાસના જ મુખ્ય કારણ છે. અનેક મહાપુરુષોએ જીવનભર શ્રતની મહાન ઉપાસના કરીને વિશાળકાય ગ્રંથના નિર્માણ કર્યા છે/રક્ષા કરી છે. આજે પણ અનેકવિધ મુનિભગવંતે શ્રત પાસના દ્વારા આ પણ થતનિધિની રક્ષા અને અભિવૃદ્ધિ કરવા પ્રયત્ન કરે છે. જેના પરિણામે પૂર્વ પુરુષોના અનેક નવા નવા ગ્રંથો પ્રકાશિત થઈ રહ્યા છે તેમજ નવા નવા ગ્રંથના નિર્માણ પણ થઈ રહ્યા છે. શ્રુતપાસનામાં જીવન વ્યતીત કરી જૈન સાહિત્યની સેવા/ભક્તિ કરનાર આ મહાત્માઓની આપણે જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. પ્રસ્તુત ગ્રન્થ પણ જૈન શાસનના સાહિત્યક્ષેત્રમાં નવદિત થતા મુનિર્વાદનું સંકલન છે. અધ્યાત્મયોગી પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાના ત્રણ શિષ્ય પ્રશિષ્યો તથા વર્ધમાનતનિધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય એમ કુલ ચાર મુનિ ભગવંતેના પરિશ્રમથી આનું સર્જન થયું છે. આ મહાત્માઓ છે. ૧ મુનિશ્રી પૂર્ણચન્દ્ર વિજયજી મ. ૨ મુનિશ્રી મુનિચન્દ્ર વિજયજી મ. ૩ મુનિશ્રી દિવ્યરત્ન વિજયજી મ. ૪ મુનિશ્રી મહાબોધિ વિજયજી મ. ચારે પૂ એ બાળવયમાં સંયમ ગ્રહણ કરીને ગુરુકુળવાસમાં રહીને વિનયપૂર્વક સુંદર અધ્યયન કર્યું છે/શ્રુતજ્ઞાન મેળવ્યું છે. આપણે આશા રાખીએ કે ચારે મહાત્માઓ ભવિષ્યમાં ખૂબ ખૂબ શ્રુતપાસના કરવા દ્વારા જૈન સંઘની શ્રુત સમૃદ્ધિની રક્ષા/વૃદ્ધિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016099
Book TitleAbhidhan Vyutpatti Prakriya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorPurnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy