SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ભગદત્ત २२ યજ્ઞ કર્યા તે વેળા અર્જુન ઉત્તર દિશા જીતતા જીતતા જતા હતા ત્યારે આના અને સમાગમ થયા. તે બન્ને વચ્ચે આઠ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. પરંતુ અર્જુનના માર વડે જર થયા એટલે યુક્તિથી કહેવા લાગ્યા કે હે અર્જુન, તારું શૌર્યાં જોઈ હું ધણા જ સંતુષ્ટ થયે; કેંદ્ર મારા મિત્ર છે અને તું એનેા પુત્ર હાઈ તારે તે મારે પણ મંત્રી જ હાવી જોઇએ. માટે તારું ષ્ટ હું શું કરું, તે મને કહે. અર્જુને કહ્યું કે યુધિષ્ઠિરે યજ્ઞ આરંભ્યા છે. અને દ્રવ્ય જોઇશે એવુ સમજી આમણે અર્જુનને અપાર દ્રવ્ય આપ્યુ તે વિદાય કર્યા. / ભાર॰ સભા૦ અ૦ ૨૬. ઘણી ભારતના યુદ્ધમાં તે દુર્યોધન પક્ષમાં હતા અને એવું પ્રથમ વિરાટ રાજા સાથે યુદ્ધ કર્યું. / ભાર૦ ભીષ્મ૦ ૦ ૪૩, ૨ ગજયુદ્ધ કરવામાં તે ધણા કુશળ હાઈ તેની પાસે હાથીએ પણ તેવા જ ઉત્તમ હતા. એણે પાંડવાના સૈન્ય પર ધસી જઈ વાર તેમની રેવડી દાણાદાણ કરી નાખી હતી. એક વેળા એ પાંડવસૈન્ય પર તૂટી પડી યુદ્ધ કરતા હતા; અર્જુન સંશપ્તક સાથે યુદ્ધમાં મચ્યા હતા ત્યાંથી તેના પરાભવ કરી પાછળ આવતાં જુએ છે તા આણે સૈન્યમાં મેટા ગભરાટ ફેલાવી દીધેા હતા. તેથી તે એના પર ધસ્યા અને એ બે વચ્ચે જબરુ યુદ્ધ થયું. તે વેળા તેણે અર્જુન ઉપર વૈષ્ણવાસ્ર મૂકયું', તેને અજુ ને નાશ કરી લાગલા જ તેને મારી નાખ્યા. / ભાર૦ દ્રોણુ૦ અ૦ ૨૯. • તેને આની પૂર્વે કૃતપ્રજ્ઞ અને વદત્ત નામે ખે પુત્ર હતા. ભગદ્મત્ત (ર) આ જ નામના દુર્ગંધન પક્ષના ખીજો એક રાજા. ભગપાદ એક બ્રહ્મર્ષિં. (૨. અત્રિ શબ્દ જુએ.) ભગવત્પઢી ગંગા નદી વામન ભગવાને પેાતાના જમણા પગ વડે બધું ભ્રમણ્ડલ પ્રાપ્ત કરી દઈ, ડાબા પગ વડે સ્વર્ગાદિ લેાક પ્રાપ્ત કરી દીધા. તે વેળા તેમના નખ વડે બ્રહ્માંડની કિનારી ઉપરનુ` વેજન ફૂટીને બ્રહ્માંડ બહારના આવરણમાંથી એ કાણાને ભગીરથ રસ્તે પાણી બ્રહ્માંડમાં પેઠું. આ પ્રમાણે વિષ્ણુના પગમાં આવેલું પાણી તેમના પાદસ્પર્શથી પવિત્ર થઈ જગતમાત્રને પવિત્ર કરે છે. હારા વ પછી ગંગા સ્વર્ગમાં વિષ્ણુપદમાં ઊતરી. આમ વિષ્ણુના પગમાં ભરાઈને પવિત્ર બનવાથી ગ`ગાભાગીરથીને વિષ્ણુપાદેાદક એવું નામ સંપાદન થયું છે. ભગવદ્દાત પરીક્ષિત રાજા, / ભાગ૦ ૧૨-૧૩–૧૯. ભ્રન્ગ નાવિશેષ. / ભાર૰ આ૦ ૫૭-૯, ભન્ત્રકાર અવિક્ષતને પુત્ર, એક ક્ષત્રિય. / ભાર૦ આ ૧૦૫-૪૧. ભન્ગકાર (ર) ક્ષત્રિય, એક યાદવ./ ભાર॰ . આ ૨૩૯–૧૧. ભગવાન શ્રીમન્નારાયણ તે જ. ભન્ગાવન આ રાન્ન મૃગયા ખેલવા ગયેા હતા. ત્યાં કાઈ સાવરમાં સ્નાન કરતાં જ સ્ત્રી થઈ ગયા, એવી એની કથા છે. / ભાર॰ અનુશા ૦ ૩૪. ભગીરથ સૂર્યવંશી ઇવાકુ કુલાત્પન્ન સગરવ’શના દિલીપ રાજાને પુત્ર. દિલીપ રાજાએ પૂર્વજોના ઉદ્દારને અથે ગંગા પ્રાપ્ત કરવા દીધ કાળ પંત તપ કર્યું. પર ંતુ તેને સિદ્ધિ પ્રાપ્ત ન થતાં તે મરણ પામ્યા. પછી ગાદી પર આવેલા ભગીરથે પણ રાજ્યની વ્યવસ્થા કરી પિતાની પેઠે જ તપના આરંભ કર્યાં. આ તપશ્ચર્યા તેણે હિમાલય ઉપરના ગેાક ક્ષેત્રમાં એક હજાર વર્ષ પ``ત કરી હતી. / ભાર॰ વન૦ અ૦ ૧૦૮. ૰ આ તપ વડે પ્રસન્ન થઈ ગંગા સાક્ષાત્ તેની સામે આવી ઊભી રહી. તેને જોઈ રાજાએ તેને વંદન કર્યું" ને પ્રાર્થના કરી કે તારા જળ વડે મારા પૂર્વજોને ઉદ્ધાર કર. તેણે કહ્યું કે હું તારે અર્થે આવું તેા ખરી, પણુ પાપી માણુસા મારા જળમાં સ્નાન કરી પોતપેાતાનાં પાપ મારામાં મૂકી જાય તેના ઉપાય શેા, તે મને કહે, ભગીરથે કહ્યું કે પુણ્યવાન પ્રાણી તારા જળમાં નહાશે તેથી તારાં પાપ ધેાવાશે અને આમ થવાથી પાતકે તને ખાધાર્તા થઈ પડશે નહિ. તેથી
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy