SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વાલિ રાજ થયા હતા અને એના નાના ભાઈ સુગ્રીવ યુવરાજ થયા હતા. / ભાર॰ સ૦૯–૧૮, ૭ એની સ્ત્રીનું નામ તારા. / ભાર૦ ૧૦ ૨૮૧-૧૭, ૦ અને પુત્રનુ નામ અંગદ, સુગ્રીવની અનુમતિથી વાલિ રાજ્ય કરતા હતા એવામાં એકદા રાવણુ કિષ્કિંધા આવ્યા તે સુગ્રીવ ઇયાદિ મુખ્ય મુખ્ય માણુસેને પૂછવા લાગ્યા કે વાલિ કયાં છે ? એનું શું કામ છે પૂછતાં તેણે કહ્યું કે મારે વાલિ સાથે યુદ્ધ કરવું છે. સુગ્રીવે કહ્યું : તારે યુદ્ધ કરવું ઢાય ! વાલિનું જ શું કામ છે? મારી સાથે જ તું કેમ યુદ્ધ નથી કરતા ? એમ ખાલી વાલિએ મારેલા રાક્ષસેા વગેરેનાં હાડકાંના ઢગલા તેણે રાવણને દેખાડયા, એ જોઈ રાવણે કહ્યું કે એમ છે તે તે મારે તેની જ સાથે યુદ્ધ કરવું છે. આ સાંભળી સુગ્રી વે કહ્યું કે, ઠીક ત્યારે, એ હમણાં જ દક્ષિણ સમુદ્રમાં સ્નાન કરવા ગયેલા છે, તું ત્યાં જા. એટલે રાવણુ વાલિને ખાળતા ખાળતા દક્ષિણુ સમુદ્ર ઉપર ગયે ત્યાં વાલિ તેની નજરે પડયા. તે ન જાણે એમ તેને પક્ડી લેવા રાવણુ વાલિ પાસે જાય છે, એટલામાં તે વાલિએ જ તેને પકડયા તે બગલમાં ધાલી દૂખાવી રાખ્યા અને પછી ખીજા સમુદ્રોમાં સ્નાન કરી કિષ્કિંધા આવ્યા પછી, જાણે આળખતા જ ન હેાય તેવા ડાળ કરી ઘાંટા પાડી રાવણુને પૂછ્યું' કે તુ' ક્રાણુ ? અહીં. શુ કરવા આવ્યા હતા? લજવાઈ ગયેલા રાવણે પેાતાનું નામ ક્હી કહ્યું કે તને મેટા બલાઢચ નણી તારી સાથે સખ્ય કરવાના હેતુથી હું અહી. આવ્યા હતા. આવું સાંભળતાં વાલિએ કહ્યું કે ઠીક ત્યારે, તારું ને મારું સખ્ય થયું. એમ કહી એક માસ પર્યંત રાવણને રાખી લઈ, પછી એને જવાની આજ્ઞા આપી. / વા૦૨।૦ ઉત્ત॰ સ૦ ૩૪ ૦ (વાલિના ગાલભ ગંધવ સાથે પંદર વર્ષ સુધી ચાલેલા સતત યુદ્ધ સારુ ગાલભ શબ્દ જુઓ.) આ જ પ્રમાણે એકદા દુંદુભિ દૈત્ય આની સાથે યુદ્ધ કરવા આવ્યા અને વાલિને હાથે મરણ २० વાણિ પામ્યા. ત્યારથી વાલિને ઋષ્યમૂક પર્યંત અગમ્ય થઈ પડયા. ( ૧. દુંદુભિ શબ્દ જુએ.) દુંદુભિ મરણુ પામ્યા પછી તેના ભાઈ માયાવિ વાલિ સાથે યુદ્ધ કરવા આવ્યા. તેનું અને વાલિનું ઘણા દિવસ યુદ્ધ ચાલ્યું, તેમાં શિકસ્ત પામી નાસતાં નાસતાં માયાવિ એક ગુફામાં ભરાયા. એટલે વાલિએ તેની પૂરું પડી ને ગુઢ્ઢાના દ્વાર પર સુગ્રીવને રાખી, પોતે તેની પાછળ અંદર પેઠે, આ વાતને કઈક માસ વીતી ગયા તા પણ વાલિ પાછો બહાર આવ્યા નહિ, તેથી સુગ્રીવને ચિંતા થઈ. એટલામાં અંદર વાલિએ માયાવિને મારી નાખ્યા હશે તેના લેહીને મેાટા પ્રવાહ ગુઢ્ઢામાંથી બહાર નીકળ્યા. આ લેહી નીકળતું જોઈ અને વાલિ પણ બહાર ન આવ્યા, એ જોઈ સુગ્રોવ વાલિ મૃત્યુ પામ્યા હશે એમ સમજ્યા તેથી તે ત્યાંથી કિષ્કિંધા આવવા નીકળ્યા. ત્યાંથી નીકળતાં તેણે ગુફાના માં પર એક પ્રચંડ પથ્થર મૂકયા, અને કિષ્કિંધા આવી બનેલા વમાન સઘળાને કહ્યો. એ સાંભળી બધા ખિન્ન થયા, અને સુગ્રીવના ના કહ્યા છતાં તેને ગાદી પર બેસાડયો. આ વાતને ઘણા દિવસ વીતી ગયા અને અહીં સુગ્રીવ આનંદથી રાજ્ય કરે છે. એવામાં વાણિ ત્યાં ગુફાના દ્વાર આગળ આવ્યા તે તેના પર ઢાંકી દીધેલી મેાટી શિયા ભાંગી નાખી ગુઢ્ઢા બહાર નીકળી જુએ છે । ત્યાં સુગ્રીવ ન મળે ! એથી તેને ઘણુ આશ્ચર્ય થયું ને કિષ્કિંધા આવ્યા. ત્યાં સુગ્રીવને રાજ્ય કરતા જોઈ તેના ક્રોધની સીમા રહી નહિ. એ ક્રોધમાં તે સુગ્રીવ ઉપર ધસ્યા અને બન્ને વચ્ચે જબરું યુદ્ધ થયું. તેમાં સુગ્રીવ પરાભવ પામી નાઠે. તે ઋષ્યમૂક પર્વત પર ચઢવો, કારણ કે અહી" આવવાથી વાલિનું મૃત્યુ છે એ વાત સુગ્રીવ જાણુતા હતા. સુગ્રીવને ઋષ્યમૂક પર ચઢતા જોયા કે પૂઠે લાગેલા વાલિ પાછા ફર્યા તે કિષ્કિંધા આવી સુગ્રીવની સ્ત્રીનું હરણ કરી, પૂર્વવત્ રાજ્ય કરવા લાગ્યા. સુગ્રીવની સાથે વેર બાંધવાનું આ જ કારણુ. સુગ્રીવના ઋષ્યમૂક ઉપર જતાં જ ૧૫૩
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy