SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વસિષ્ઠ માધ્યદિન, ઉમાક્ષતિ, પેપલાદિ, વિચક્ષુષ, વૈશપાયન, સૈવલ્ક અને ક્રુડિન એ ઋષિઓ, વાસિષ્ઠ, ઋતુછ્યું અને આત્રેય એવા ત્રણ પ્રવરના હતા અને શિવકણું, વય અને પાદપ એ ત્રણ પ્રવરનાયે કેટલા ઋષિઓ હતા, આ છેલ્લામાં વાસિષ્ઠ પ્રવર કેમ નહિ આવ્યુ. હેાય તે સમજાતું નથી, ન આ વસિષ્ઠ પેાતાને આશ્રમે રહી આશ્રમ ધ ચલાવતા હતા. એ ચલાવવામાં કામધેનુને પ્રતાપે તેને ઘણી અનુકૂળતા થઈ પડી હતી. ગમે ત્યારે ગમે તેટલા અતિથિ આવી ચડે તાપણુ તેમની ગમે તે ઈચ્છા થાય તે સધળી પૂરી પાડી તેમના સત્કાર કરતાં અને અડચણુ પડતી નહેાતી. એકદા એવું બન્યું કે વિશ્વામિત્ર રાજા પોતાના સૈન્ય સાથે અરણ્યમાં મૃગયા ખેલવા નીકળ્યા હતા, તે આને આશ્રમે આવ્યા. તેને શ્રેષ્ઠ વસિષ્ઠે તેનું એવું તે। ઉત્તમ આતિથ્ય કર્યું. કે સઘળાને ઉત્તમ પાત્રામાં પીરસીને દિવ્ય ભાજન જમાડયું. આશ્રમમાં રાંધવા વગેરેની શી ખટપટ ઢાવા છતાં અન્ન કયાંથી આવ્યું, એ વિશ્વામિત્ર વસિષ્ઠને પૂછ્યું, કામધેનુના પ્રતાપથી આ સઘળું થયું' એવુ. વસિષ્ઠના કહેવાથી, વિશ્વામિત્ર એ ગાય તેની પાસે માગવા લાગ્યા. વસિષ્ઠે ઉત્તર વાળ્યા કે આ ગાય તારે લઈ જવાનું પ્રયાજન ...? તું રાન હેાઈ તારી પાસે પુષ્કળ દ્રવ્ય હેાવાથી તારે એની શી ગરજ પડે? અમે અરણ્યમાં રહેનાર, દ્રવ્યહીન એટલે અમારે જ એને ખરો ઉપયાગ. વિશ્વામિત્રે કહ્યું : તે ગમે તેમ હા, પણ તારે એ ગાય મને આપવી જ પડશે. તે જો નહિ આપે તા હું બળાત્કારે લઈ જઈશ, વસિષ્ઠે ક્યું કે ભલે ત્યારે લઈ જા, વિસષ્ઠના આમ કહેવાથી વિશ્વામિત્ર જેવા ગાયને લઈ જવા લાગ્યા કે ગાયે પેાતાના શરીરમાંથી સન્ય નિર્માણુ કરી, વિશ્વામિત્રને તે તેના સૈન્યને પરાભવ કરી, પેાતે વસિષ્ઠ પાસે પછી આવી. તે વેળા એણે આ પ્રમાણે સૈન્ય ઉત્પન્ન કર્યું. તેના પૂંછડામાંથી પહવ નામના ૧૯ ૧૪૫ વિસષ્ઠ મ્લેચ્છ, તેની ચેાનિમાંથી યવન, છાણમાંથી શખર, તેના ઉદરમાંથી શશ્ન ઇત્યાદિ, મૂત્રમાંથી પૌંડૂ, કિરાત, સિંહલ, ખબર, ખશ, ચિક્ષુક, પુલિંદ, ચીન અને કેરલ ઉત્પન્ન થયા હતા. આથી બ્રહ્મબળ આગળ ક્ષત્રિયબળને ધિક્કાર હજો એવુ કહી વિશ્વામિત્રે રાજ્ય છેાડયુ અને બ્રહ્મબળ પ્રાપ્ત કરવાના હેતુથી અરણ્યમાં તપશ્ચર્યા કરવા લાગ્યા. આ જ આની અને વિશ્વામિત્રની વચ્ચે વેરનુ મૂળ કારણુ થઈ પડયું. (૧. વિશ્વામિત્ર શબ્દ જુએ.) વિશ્વામિત્ર તપઃસંપન્ન થયા પછી, પેાતાને વસિષ્ઠે હૈ બ્રહ્મર્ષિ' એમ સંખેાધી મેાલાવે એવા પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ વસિષ્ઠ કેમે કર્યાં તેને બ્રહ્મર્ષિ કહે નહિ. જ્યારે જ્યારે પરસ્પર મળે, ત્યારે રાજર્ષિ કહીને જ ખાલાવે. જેમ જેમ વસિષ્ઠે એમ કહે તેમ તેમ વિશ્વામિત્રને અધિક ક્રોધ વ્યાપતા જાય. આથી એણે વસિષ્ઠના શક્તિ આદિ સે। પુત્રા રાક્ષસ પાસે મરાવ્યા. તેથી જો કે વસિષ્ઠને શાક થયા, પણ વિશ્વામિત્રને બ્રહ્મષિ તા ન જ કહ્યો. પુત્રશાથી ભગ્ન હૃદયના વસિષ્ઠે પેાતાના શરીરને દારડે બાંધી હૂખી મરવાના હેતુથી એક નદીમાં ઝંપલાવ્યું. પરંતુ એ નદીએ જ અને પાશમુક્ત કરી બહાર કાઢી નાખ્યો. આથી એ વિમનસ્ક થયે। પણ એ નદીનું નામ ત્યારથી ‘વિપાશા' પડયું, તે હજુયે એ જ ચાલે છે. એવી જ રીતે આણે પુનઃ એક વેળા હૈમવતી નદીમાં ઝંપલાવ્યું. પરંતુ તેણે પણ શતપ્રવાળરૂપ થઈ આને ડૂબવા દીધા નહિ. એથી એ નદીનું નામ પશુ શતદું પડયું, જે હજુયે એ જ ચાલે છે. કાઈ પણ પ્રકારે પેાતાને મૃત્યુ આવતું નથી જોઈ ઉદાસ થઈ વસિષ્ઠે એક વખત આશ્રમ છેાડી ચાલતા થયા. તેની પાછળ પાછળ તે જાણે નહિ એમ શક્તિની સ્ત્રી અદશ્યતિ નીકળી પડી, એ આગળ ચાલ્યેા જાય છે એટલામાં તેણે પેાતાની પાછળ વેદધ્વનિ સાંભળ્યા એટલે પાછુ જુએ છે તે પેાતાની
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy