SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઝૂમી છે, એટલે હું ત્યાં જઈશ. તમે કૃપા કરી ત્યાં આવી, ચૈદ્ય માગધાદિને હરાવી, રાક્ષસ વિધિએ મારું હરણ કરજો. આટલાથી તે આપ નહિ આવે તા હું પ્રાણત્યાગ કરી, અને સેકડા જન્મ ધારણ કરીને પણ તમને જ વરીશ, પણ શિશુપાલને સ્પર્શ કરીશ નહિ.' આવા સંદેશા લઈ બ્રાહ્મણુ કૃષ્ણ પાસે દ્વારકા ગયા ને તેમને સવિસ્તર હકીકત કહી સ ંભળાવી. તે સાંભળતાં જ કૃષ્ણ બ્રહ્મણુ સાથે રથારૂઢ થયા તે કુંડનપુર ગયા. ત્યાં શિશુપાળ આવી પાંચ્યા હતા અને જરાસંધ, દંતવક્ર, વિદૂરવ અને પૌદ્ગક વાસુદેવ ઇત્યાદિ અનેક રાજા લગ્નના સમારભ માટે ભેગા મળ્યા હતા. અહી દ્વારકામાં બળરામને કાઈ યાદવે સમાચાર કહ્યા કે કુ`ડિનપુરથી કાઈ બ્રાહ્મણુ આવ્યા હતા, તેણે કાંઈ સંદેશા ક્યો, તેની સાથે કૃષ્ણ ત્યાં ગયા. તે ઉપરથી બળરામ મેાટુ' સૈન્ય સાથે લઈ તેમની પાછળ પાછળ જ નીકળ્યા, જ્યાં કૃષ્ણ રુકિમણીનું હરણ કરી જાય છે, ને ત્યાં ભેગા થયેલા રાન્ન કૃષ્ણને પડવાના પ્રયત્ન કરી રહ્યા છે, ત્યાં જઈ પહેાંચ્યા. પછી યાદવેાનું અને ભેગા મળેલા રાજાઓનું જબરુ યુદ્ધ મચ્યું. તેમાં કૃષ્ણ-બળરામે સર્વાંના પરાભવ કર્યાં અને રુક્મીને શિક્ષા કરી. (રુક્મો શબ્દ જુએ.) રુકિમણીના પિતાએ લગ્ન સમારભ ઉત્તમ પ્રકારે કરી યથાયેાગ્ય વિવાહ વિધિથી રુકિમણી કૃષ્ણને પરણાવ્યાં, અને તે કૃષ્ણ સાથે દ્વારકા ગયાં | ભાગ॰ દેશમ॰ અ૦ ૫૨-૫૪, રુકિમણીને કૃષ્ણથી પ્રદ્યુમ્ન ઇત્યાદિ પુત્ર અને ચારુમતી નામની કન્યા મળી અગિયાર સંતાન થયાં હતાં, કૃષ્ણની બધી સ્ત્રીઓમાં એ પટરાણી હતાં. કૃષ્ણ નિજધામ ગયા ત્યારે એમણે કૃષ્ણના દેહ સાથે સહગમન કર્યું. રુમી વિદર્ભ દેશના અધિપતિ ભીષ્મક રાજાના પાંચ પુત્રામાં સહુથી મેાટા. રુકિમણીના મેાટા ભાઇ, આણે રુકિમણીને તેની તેમ જ માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ શિશુપાલને પરણાવવા વિચાર કર્યા. ત્યાં દ્વારકાથી કૃષ્ણે આવી રુકિમણીનું હરણુ ૧૨૭ રુમી કર્યું. તે જોઈ ક્રોધે ભરાઇ, પાતે ખેલાવેલા રાજાઆને સાથે લઇ, હું રુકિમણીને પાછી લઈ આવી તેનું લગ્ન શિશુપાળ સાથે કરીશ અને જો એમ ન કરી શકું તા ડિનપુરમાં પાછા નહિ જાઉં એવી પ્રતિજ્ઞા કરી, કૃષ્ણ સાથે યુદ્ધ કરવા નીકળ્યા, પછી કૃષ્ણનું તે એનું યુદ્ધ થયું. તેમાં કૃષ્ણે એને પડયા તે જેવું ખડ્ગ કાઢી તેનું માથું કાપી નાખવા જાય છે, ત્યાં રથમાં બેઠેલાં રુકિમણી કૃષ્ણને પગે પડયાં તે ભાઈને છેાડાવ્યા, પણ કૃષ્ણે તેને એમ ને એમ છેાડી ન મૂક્તાં વિરૂપ કરીને છેડયો. પ્રતિજ્ઞા પ્રમાણે કુડિનપુર ન જતાં, રુકમી ખીજું જ એક ભાજટ નામે નગર વસાવી ત્યાં રહ્યો. / ભાગ૦ ૧૦ સ્ક૰ અ॰ પર-૫૪. પછી એણે કૃષ્ણથી બલાઢચ થવાની લાલસાથી ગંધમાદન પર્વત પર રહેનાર કોઈ એક સામાન્ય માણસ પાસેથી ચતુષ્પાદ ધનુર્વેદ અને મહેન્દ્ર નામનું ધનુષ્ય મેળવ્યું, આતે ચેગે કરીને એ ઘણા બલાઢય થઈ પડયો હતા. કેટલેક કાળે ભારતનું યુદ્ધ થતાં, તે વેળા, ઘણા ધમંડ સાથે એક અક્ષેાહિણી સૈન્ય લઈ, એ પ્રથમ પાંડા પાસે આવ્યા અને અર્જુનને કહેવા લાગ્યા કે તું આ યુદ્ધથી ખીશ નહિ. હું. કૌરવાને મારી તને રાજ્ય પર ખેસાડીશ. અજુ ને તેને કહ્યું કે મને યુદ્ધતા લવલેશ પણ ભય નથી તેમ જ મારે તારી સહાયની પણ ઇચ્છા નથી. તારે રહેવું હાય તા રહે, તે જવું હુંાય તા ન. આથી આ વિમનસ્ક થઈ દુર્યોધન પાસે ગયા, અને ત્યાં પશુ ઉપર પ્રમાણે જ ખેાલ્યા. પરંતુ દુર્ગાને પણ તેનેા અંગીકાર ન કર્યા, એટલે આ પોતાને નગરે પાછા આવ્યેા. આને એક રુમવતી નામની કન્યા હતી, તે એણે રુકિમણીના પ્રીતિપાત્ર પુત્ર પ્રદ્યુમ્નને આપી હતી; અને એક પુત્ર હતા, પણ તેનું નામ ગ્રંથીમાંથી મળી આવતું નથી. તેના એ પુત્રની રાચના નામની કન્યા, પ્રદ્યુમ્ન પુત્ર અનિરુદ્ધને આપી હતી. એ વિવાહના સમારંભ વખતે કાંઈ કારણુ ઉત્પન્ન થતાં બળરામે રુમીને મારી નાખ્યા. (૨. રાચના શબ્દ જુએ.)
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy