SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ યુધિષ્ઠિર એટલે તેણે પિતાનું ખરું રૂપે પ્રગટ કર્યું અને આના પ્રતિ બોલ્યા કે હે યુધિષ્ઠિર ! જેને યમ (ધર્મ) કહે છે તે હું જ છું. બ્રાહ્મણનાં અરણ કાષ્ઠ લઈ જઈ, તારી સાથે સંભાષણ થાય એ હેતુથી મેં જ તારા ભાઈએાની આવી અવસ્થા કરી. તો હવે આ ચારમાંથી હું કાને સજીવ કરું? આ સાંભળી અને ઘણું જ ખરાબ લાગ્યું. તો પણ નિર્લભપણે ન્યાયપુરસ્પર જ બોલવું એવા વિચાર કરી, આણે યમ(ધર્મ)ને કહ્યું કે મારા પિતાને કુંતી તથા માદ્રી એવી બે સ્ત્રીએ, તે પિકી કુંતીને યેષ્ઠ પુત્ર જેવો હું વિદ્યમાન છું, તે જ માદ્રીના બે પુત્રોમાંને યેષ્ઠ જે આ નકુળ તે સજીવ થાઓ. આનું આ બોલવું સાંભળી એનું અંતઃકરણ ખરેખર પરમ વિશાળ છે એવું જોઈ યમ(ધર્મ)ને નિસ્સીમ આનંદ થયે. એથી આને બ્રાહ્મણનાં અરણ્યકાર્ડ પાછાં આપી, એના ચારે ભાઈઓને સજીવ કરી તે અંતર્ધાન થયા.. પછી ચારે ભાઈ સહિત હર્ષ થી આશ્રમે આવી બ્રાહ્મણને તેનાં અરણ્યકાષ્ઠ આપી સન્માન પુરસ્મર વિદાય કર્યો. તે ભાર૦ વન અ૦ ૩૨૪. વનવાસનાં બાર વર્ષ પૂરાં થતાં, ધૌમ્ય પુરેહિતની અનુમતિથી, અજ્ઞાતવાસને માટે પૂર્વ મસ્ય દેશમાં વિરાટ રાજાની નગરીમાં જવાને આણે વિચાર કર્યો. | ભાર૦ વન ૩૧૫૦ અને ત્યાં કંક નામ ધારણ કરીને રહ્યો. (કંક શબ્દ જુઓ.) અજ્ઞાતવાસ પૂરો થતાં જ, બંધુ સહવર્તમાન પ્રગટ થઈ આ ઉપપ્તવ્ય નગરીમાં રહ્યો, અને રાજ્યને અડધે ભાગ આપો એવું કહેણ લઈને પ્રથમ દ્રુપદરાજાના પુરોહિતને હસ્તિનાપુર મેક. એ જઈને પાછો આવ્યો કે લાગલે જ તેની પૂઠે પૂઠે સંજય દ્વારા ધૃતરાષ્ટ્ર અને અન્યાયયુક્ત સંદેશે મેક જે સાંભળી અને અતિશય આશ્ચર્ય અને ખેદ ઉત્પન્ન થયાં. (૫. ધૃતરાષ્ટ્ર શબ્દ જુઓ.) પછી કૃષ્ણને સામ કરવા મેકલ્યા; પરંતુ તેઓ જતાં જતાં આને કહેતા ગયા કે, હું જાઉં છું અને સામ કરવાનો પ્રયત્ન કરું છું, પણ તું યુદ્ધની સઘળી યુધિષ્ઠિર તૈયારી કરજે; લગીરે આળસ કરીશ નહિ. આટલું આને કહી તેમણે ભીમ વગેરેની અનુમતિ લીધી અને હસ્તિના પુર ગયા. ત્યાં જઈ તેમણે બહુ પ્રકારે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને બંધ કર્યો, પરંતુ તેમના તરફથી કોઈ ફળ ન થતાં, યુદ્ધ કરવું એવા પરિણામ ઉપર આવતાં તે પાછો આવવા નીકળ્યા. (૪. કૃષ્ણ શબ્દ જુઓ.) અહી કષ્ણ જતાં જતાં કહી ગયા હતા તે પ્રમાણે, અનેક રાજાઓને બોલાવવા મોકલી યુધિષ્ઠિરે યુદ્ધની તૈયારી કરી જ હતી; પણ પાછા આવી દુર્યોધને સૈન્ય તૈયાર કરી કુરુક્ષેત્રમાં આપ્યું છે, એમ કહ્યું ત્યારે જ એ પણ સૈન્ય સહિત કુરુક્ષેત્રમાં ગયો. તે જ સમયમાં શલ્ય રાજા આની પાસે આવવા નીકળેલો, તેને દુર્યોધને વચમાંથી પિતાના પક્ષમાં લઈ લીધે; તેથી એ તેઓને ભેટીને પુનઃ પાછે દુર્યોધન પાસે ગયે. (શલ્ય શબ્દ જુઓ.) યુધિષ્ઠિર પિતાના હાથમાં માહેંદ્ર નામનું ધનુષ્ય રાખતો. યુદ્ધકાળે અનંતવિજય નામને શંખ તે વગાડતે. તેના રથના અો હાથીદાંતના રંગના હતા, અને તેના ઉપરની વજામાં સુવર્ણ ચંદ્ર અને નક્ષત્રગણુ એવાં ચિહ્ન હતાં. યુદ્ધના આરંભકાળે, આ અશ્વ ઉપર બેસી બને સૈન્યના મધ્યભાગમાં ગયે અને પ્રથમ શંખનાદ કરી સવેને સાવધ કરી મોટેથી આવું બોલ્યા કે, કૌર તરફથી જે ધા ને મારા પક્ષમાં આવવું હોય તે હજુયે આવે; હું તેને અંગીકાર કરીશ. તે ઉપરથી દાસીપુત્ર યુયુત્સુ પિતાની સેના સહિત આના પક્ષમાં આવ્યું. | ભાર૦ ભીમ અ૦ ૪૩, , પછી આણે પિતાની સેનાનું આધિપત્ય ધૃષ્ટદ્યુમ્નને આપ્યું અને કૌરવ સેનાપતિ ભીષ્મ રણમાં આવી યુદ્ધને આરંભ થતાં જ, એમણે યુદ્ધનો આરંભ કરાવ્યું. ભીષ્મ દશ દિવસ પર્વત ઘણું નીતિથી યુદ્ધ કર્યું અને તે બાણશય્યા પર સૂતા એટલે દ્રોણાચાર્યનું પાંચ દિવસનું પ્રખર યુદ્ધ ચાલ્યું. તેમાં
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy