SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ ઉત્કલ (૨) એ નામને એક બ્રહ્મષિ, (૩ અગિરા શબ્દ જુઓ.) ઉત્કલ (૩) વૃત્રાસુરને અનુયાયી એક અસુર. સમુદ્રમંથન પછી થયેલા દેવ અને દૈત્યના યુદ્ધમાં એણે માતૃગણા સાથે યુદ્ધ કર્યું. હતું. / ભાગ૦ ૮, સ્ક૦ ૦ ૧૦, શ્લા ૩૩ ઉત્કલ (૪) વૈવસ્વત મનુનેા પૌત્ર. ઇલ રાજાના ત્રણ પુત્રમાંના મેટા, ઉત્કલ (૫) ભારતવષીય એક દેશ / ભાર॰ ભીષ્મ ૦ ૯ ઉત્કલા ઋષભદેવ વંશના સમ્રાટ રાજાની સ્ત્રી અને મરીચિ રાજાની માતા, ઉત્કાચલા પાંડવાના પુરાહિત ધૌમ્ય ઋષિના તપસ્થાનની પાસે આવેલું એ નામનુ એક તી. ઉત્તક. એક પુરાતન ઋષિ, સૂર્યવંશી કુવલાશ્વ રાજાએ એની સહાયતા વડે ઉંધુ નામના દૈત્યને માર્યા હતા. (કુવળાશ્વ શબ્દ જુએ.) ઉત્તંક (૨) એક પુરાતન ઋષિ, એ ગૌતમ કુળના ધૌમ્ય ઋષિના શિષ્ય હતા. એણે પેાતાની ગુરુપત્નીની માગણીથી સૂર્યવંશી સૌદાસ અથવા મિત્રસહુ નામના રાજાની રાણીનાં કુંડળ આણી આપ્યાં હતાં. આથી પ્રસન્ન થઈને ધૌમ્ય ઋષિએ અને પેાતાની કન્યા પરણાવી હતી. / ભાર૰ અશ્વ૰ અ૦ ૫૩, ૦ * દૈત્યને મારવાને કુવલાશ્વ રાજાએ ઉત્ત`કની સહાયતા લીધી હતી એવા લેખ છે પણ તે અસંભાવ્ય છે, કારણ કુવલાશ્વરાન ઈક્ષ્વાકુ કુળમાં અગિયારમા રાજા હતા, અને સૌદાસ અથવા મિત્રસહ એ અડતાલીસમા હતા. અર્વાચીન રાજાની રાણીનાં કુંડળ આણીને ગુરુપત્નીતે આપનાર પ્રાચીન રાજાને સહાય આપનાર શી રીતે હેાય? માટે કાઈ બીજો ઉત્તક હાવા જોઈએ, ઉત્તંક (૩) વેદ નામના ઋષિના શિષ્ય, એનું મૂળ નામ ઉપમન્યુ હતું. એ જ્યારે ગુરુકુળમાં રહ્યો હતા ત્યારે વૈદ ઋષિએ એને આજ્ઞા કરી હતી કે એણે રાજ સવારે ગાયા વનમાં લઈ જઈને ચરાવવી ૧૧ ૧ Jain Education International ઉત્તક અને રાજ સંધ્યાકાળે ઘેર લાવવી, એ પ્રમાણે એ રાજ કરતા હતા. પેાતાના નિર્વાહ સારુ અરણ્યમાંના ઋષિઓને આશ્રમેથી મધુકરી માગતા. એક વખત ગુરુએ પૂછ્યું કે તું તારે નિર્વાહ શી રીતે કરે છે ? એણે કહ્યું કે મધુકરી માગીને ખાઉં છું ગુરુએ કહ્યું કે શિષ્યે મધુકરી લાવી ગુરુને અણુ કરવી જોઈએ, તેમાંથી ગુરુ કૃપા કરીને જે આપે તે શિષ્યે ખાવી જોઈએ. આમ રીત હૈાવા છતાં તું આમ અવિધિ ક` કેમ કરે છે ? એણે તથાસ્તુ કહીને ત્યાર પછી રાજ મધુકરી ગુરુને સમર્પણુ કરવા માંડી, પણ ગુરુએ એને કાંઈ આપ્યું નહિ. કેટલાક દિવસ જતાં ભૂખ નિવારણુ સારુ એણે ફરીથી મધુકરી માગીને ખાવા માંડી. આ વાતને પણ ઘણા દિવસ થયા અને એને બિલકુલ નિસ્તેજ ન થયેલા જોઈને ગુરુએ પાછું પૂછ્યું કે, તું શી રીતે નિર્વાહ કરે છે તે માલ. આ ઉપરથી એણે ખરી હકીકત કહી. ગુરુએ કહ્યું કે ફરીથી એમ કરીશ નહિ, કેમકે અરણ્યવાસી ઋષિઓને આપણા તરફથી એમ પીડા થાય. આ ઉપરથી એણે મધુકરી માગવી મૂકી દીધી, અને અપવાસ કરવા માંડયા. પણ બહુ જ ભૂખ લાગવાથી ગાયેાના ટાળામાંથી એક ગાયને દાહીને દૂધ પીવા લાગ્યા. ગુરુને જાણુ થવાથી એના પણ પ્રતિબંધ કર્યો એટલે ધાવતા વાછરડાને માંઢે જે દૂધનું ફીણુ ચાંટથું ઢાય તે ચાટીને નિર્વાહ કરવા માંડયો. જ્યારે ગુરુએ એને પણ નિષેધ કર્યાં, અને ભૂખે તા રહેવાય નહિ એમ થયું, ત્યારે એણે આકડાનું દૂધ પીને રહેવા માંડયું, આથી કરીને એની આંખે ઝાંખ વળવા માંડી, અને એક દિવસ ગાયાને લઈને ગયા ત્યાં તે એની આંખે એકાએક ગઈ. આવી સ્થિતિમાં સધ્યાકાળે ગાયા લઈને ઘેર આવતાં ન દેખાવાથી એ કૂવામાં પડયો. ગાયા બધીયે ઘેર આવી પણ ઉપમન્યુ આવ્યા નહિ. એ જોઈને ગુરુ એની શેાધ કરવા ગયા. એને મેાલાવવાને ‘હે ઉપમન્યુ, હૈ ઉપમન્યુ' એમ બૂમ પાડતા હતા. એ બૂમ સાંભળીને ઉપમન્યુએ કૂવામાંથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy