SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્યોધન ૨૫૪ દુર્યોધન પરંતુ ધૃતરાષ્ટ્રનું આવું કહેવું એણે માન્યું નહિ છેવટે શકુનિએ યુક્તિ બતાવી કે ઘતક્રીડામાં કપટ કરતાં મને સારું આવડે છે તેમ જ યુધિષ્ઠિરને ઘતક્રીડાને શેખ પણ છે. યુધિષ્ઠિરને ટેવ છે કે કઈ ઘત રમવાની માગણી કરે તે તેને ના કહેવી નહિ. માટે આપણે એને અહીં તેડાવી ઘત રમીએ. તું જો એને અહીં તેડાવે તે હું એની સાથે રમું, અને એની બધી સંપત્તિ તને છતી આપું. આ વિચાર કર્ણને જણાવતાં એને પણ પસંદ પડ્યો. આમ સઘળાઓએ એક થઈ ધૃતરાષ્ટ્ર પાસે પાંડવોને હસ્તિનાપુર તેડાવ્યા. ગોઠવણ પ્રમાણે ઘત રમ્યા અને તેમાં કપટ કરીને શકુનિએ સભામંડપ સહિત તેમની બધી સંપત્તિ જીતી લીધી. દ્રૌપદી ધરાધરીનું પિણ કરાવી તેને પણ જીતી લીધી. એ વખતે ભીષ્મ, દ્રોણ આદિ વૃદ્ધોએ ઘતને નિષેધ કર્યો, પણ દુર્યોધને કેઈનું કહ્યું કાને ધર્યું જ નહિ. આ વખતે ભીમસેનને ઘણે જ ક્રોધ આવ્યો. એણે સહદેવને કહ્યું કે અગ્નિ લાવ્યા અને યુધિષ્ઠિરનો હાથ બાળી નાખીએ. અર્જુને એને શાંત પાડો. એણે કહ્યું કે એમ કરવું આપણને ઘટિત નથી; એટલે ભીમસેન સ્તબ્ધ બેસી રહ્યો. પછી દ્રૌપદીને સભામાં આણી એની ફજેતી કરી. પાંડવોએ બાર વર્ષ વનવાસ કરવો; તેરમે વર્ષે ગુપ્ત રહેવું; અને જે અજ્ઞાતવાસમાં છતા થઈ જાય તો બીજા બાર વર્ષ વનવાસ જવું. આવો આવી બેલી કરે, રમી, કપટથી હરાવી તેમને અરણ્યમાં કાઢયા અને એમની સંપત્તિ નિષ્કટક ભોગવવા લાગ્યા, પાંડવ અરયમાં ગયા ત્યારે બધા પિતાને સારો કહે માટે ઉત્તમ નીતિએ એણે રાજ્ય કર્યું. છતાં પાંડવોને સમૂળ નાશ કરવાની એની લાલસા બિલકુલ શમી નહતી. પાંડ કયાં છે અને શું કરે છે એની એ નિરંતર છૂપી બાતમી રખાવતે એક સમયે પાંડવો દૈતવનમાં છે એ જાણી, શેષયાત્રા રાજ્યનાં ગોધન વગેરેની ગણતરી અને તપાસ કરવા નિમિત્તે ધૃતરાષ્ટ્રને કહીને પોતે કર્ણ, શકુનિ, દુઃશાસન વગેરેને જોડે લઈને દૈતવનમાં ગયે. ગાયે, બળદ, આખલા વગેરેની ગણતરી અને તપાસ થઈ રહ્યા બાદ તેઓ સઘળા દૈતવન પાસેના સરોવરમાં જળક્રીડા કરવા ગયા. એવું બન્યું કે એ સમય પહેલાં એ લેકેથી પાંડવોને કાંઈ ઉપદ્રવ ન થાય એટલા માટે ઈદ્ર ચિત્રરથ ગાંધર્વને એ વનમાં મેકલ્યો હતો. દુર્યોધન અને એની ટોળીને ચિત્રસેન સાથે ભેટો થઈ ગયો. ચિત્રસેને દૂત મોકલી દુર્યોધનને કહાવ્યું કે હું અહીં સ્ત્રીઓ સહવર્તમાન ક્રીડા કરું છું. સબબ તમે અહીં આવશે નહિ, પરંતુ એમણે ગાંધર્વદૂતનું અપમાન કરી એની જોડે ઊલટું કહાવ્યું કે તું આ વનમાંથી સત્વર નીકળી જા. નહિતે રાજા દુર્યોધનની સાથે કામ છે. આથી ચિત્રસેનને ક્રોધ આવ્યું અને એમની જોડે યુદ્ધ કરવા આવતાં તેમની વચ્ચે ઘણું ઉગ્ર યુદ્ધ થયું. ગાધવે કર્ણના અને કોણે ગાંધર્વના ઘણા માણસો મારી નાખ્યા. ગાંધર્વે કર્ણને નસાડ અને બીજાને એને પરભવ પમાડી દુર્યોધનને કેદી કરીને લઈ ગ. | ભાર૦ વન અ. ૨૪૩. કર્ણ નાસી છૂટયો અને દુર્યોધન કેદ પકડાયો એટલે બાકીના અરણ્યમાં ભટકતા હતા તે પાંડવોને મળ્યા. તેમણે બધી હકીકત પાંડવોને કહી. ભીમસેન કહે ઠીક, અમને રુચતું હતું તે ચિત્રસેને કર્યું, પણ યુધિષ્ઠિરને દયા આવી અને એણે ભીમને કહ્યું કે આવું બેસવું આપણને ઘટતું નથી. તું અને અર્જુન જાઓ અને ચિત્રસેન પાસેથી દુર્યોધનને છોડાવે. આથી નિરુપાય થઈ બન્ને ભાઈઓ ચિત્રસેન પાસે ગયા. ચિત્રસેને કહ્યું : તમે અહીં શું કરવા આવ્યા ? ઇન્ડે મને તમારા જ સંરક્ષણ સારુ મોકલે છે; કેમકે દુર્યોધન અહીં તમને ઉપદ્રવ કરવાની બુદ્ધિથી જ આવ્યા હતા. મેં એને કેદ કર્યો એ જ છે. એ સાંભળીને અર્જુને કહ્યું કે તારું કહેવું વાજબી છે, છતાં યુધિષ્ઠિરની આજ્ઞા જેમ અમને શિરસા વંદનીય છે, તેમ તને પણ હેવી જોઈએ. માટે તું દુર્યોધનને છોડી દે અને પિતાને સ્થળે જ, ચિત્રસેન એ વાત માને નહિ. આ ઉપસ્થી એનું અને અર્જુનનું યુદ્ધ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy