SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ જયથ પ્રકારનાં નિ જપણાનાં ભાષણ સાંભળીને દ્રૌપદીને પારાવાર ક્રેાધ થયા; અને એણે કહ્યું, અરે મૂર્ખા ! અહીંથી જલદી ચાલ્યા જા. નૌકર વૃથા પ્રાણ ગુમાવી મેસીશ. તું ગાંધારીનો જમાઈ, એટલે કુંતીનોયે જમાઈ કહેવાય. આમ છતાં આવું ખેલવું તને શે।ભતુ' નથી. હશે, હવે સત્વર સમજીને ચાલતા થા. અવિચારીપણાને લીધે વૃથા કાળના માંમાં પડવાની ઈચ્છા કરીશ નહિ. પણ ઉન્મત્ત થયેલા જયદ્રથ એનું કહેવું સાંભળ્યું નહિ, તેમ એ એને રુચ્યુ'ચે નહિ. એણે દ્રૌપદીને બળાત્કારે પકડીને પેાતાના રથમાં નાખી અને સેનાની વાટ ન જોતાં રથ દાડાવીને નાસી છૂટચો. / ભાર૰ વન અ ૨૬૪૨૬૮. ૧૬ જયદ્રથ દ્રૌપદીને બળાત્કારે પકડીને રથમાં નાખી. તે જોઈને ધૌમ્ય ઋષિએ પણ અને ઘણા વાર્યાં. છેવટે ન લઈ જઈશ, છેડી દે વગેરે ખાલતા ખાલતે રથની પછવાડી દાડયો. અહીં પાંડવા આશ્રમમાં આવ્યા કે તરત ખીન્ન ઋષિઓએ થયેલા વર્તમાન એમને જણાવ્યા. સાંભળતાં જ તેઓ જયદ્રથની પાછળ ધાયા અને ઘણે દૂર જઈને એને પકડી પાડયો. એની પાછળ આવતા સૈન્યને ભીમસેને હરાવ્યું અને કાટિકને તા ઠાર માર્યો અને જયથને મારતા હતા તેવામાં યુધિષ્ઠરે કહ્યુ કે એને મારીશ નહિ. એથી દુઃશલાને દુઃખ થશે અને તેથી ગાંધારી અને ધૃતરાષ્ટ્રને પણ કષ્ટ થશે; ભીમસેને એને ન મારતાં એની પાસે કહેવડાવ્યુ` કે હું પાંડવાનો દાસ છું. પછી છેાડી દીધા. પાંડવા, દ્રૌપદી અને ધૌમ્યને લઈ આશ્રમમાં આવ્યા. પાંડવાએ જયદ્રથની આવી વલે કરી તેથી વિમનસ્ક થઈને એ સ્વયંવરમાં ગયા જ નહિ. સૈન્ય સહિત બધા રાજપુત્રાને પેાતાને દેશ પાછા જવા દઈને પાતે એકલા જ ગ`ગાદ્વાર ગયા અને ત્યાં રુદ્રને મારું કષ્ટ ભરેલું તપ કરીને હું બધા પાંડવાને જીતુ એવું વરદાન માગ્યું. પણ રુદ્રે કહ્યું કે એ થનાર નથી. પણ જા, જ્યારે અર્જુન નહિ હેાય ત્યારે તું એકવાર પાંડવાને હરાવીશ. એમ કહીને રુદ્ર Jain Education International જયદ્રથ અંતર્ધાન થયા અને જયદ્રથ એટલાથી જ સ ંતુષ્ટ થઈને પેાતાના નગરમાં પાછે આવ્યા. આ વરના પ્રતાપ વડે જ જ્યારે અભિમન્યુ ચક્રવ્યૂહમાં મરાયા તે વખતે એણે પાંડવાને હરાવ્યા હતા./ભાર॰ વન૦ અ૦ ૨૭૨. પછી ભારતના યુદ્ધમાં અર્જુન સંશપ્તકમાં રાકાયેલા હ્રાવથી ચક્રવ્યૂહમાં જયદ્રથ પાંડવાના પરાભવ કર્યાં જેથી અભિમન્યુ એકલા પડીને મરાયા; તેથી અર્જુને પ્રતિજ્ઞા કરી કે આવતી કાલે સૂર્યાસ્ત પહેલાં હું જયદ્રથને મારીશ; નીકર અગ્નિપ્રવેશ કરીશ. આ પ્રતિજ્ઞાથી ભયભીત થઈને, હુ` મારે દેશ જાઉ છું એવુ' એણે દુર્યોધનને કહ્યું. પણ દ્રોણાચાર્યે અને અભય આપીને રહેવાનું કહેવાથી પાતાને દેશ ન જતાં એ ત્યાં રહ્યો./ભારત દ્રોણુ॰ અ૦ ૭૩-૭૪ બીજે દિવસે અર્જુન વહેલી પરાઢમાં ઊઠયા, યથાવિધિ સ્નાનસંધ્યા અને શિવેાપાસના કરી, કૃષ્ણની રાહ જોતા બેઠે, એટલામાં કૃષ્ણ પણ વિધિપૂર્વક નિત્યક્રમથી પરવારી ત્યાં આવ્યા. સૈન્ય સહિત અર્જુન યુદ્ધભૂમિ પર આવી ઊભેા. કૌરવ સેના સહિત દ્રોણાચાર્ય પણ હાજર થઈ ગયા. દ્રો/ચાયે શકટ વ્યૂહની રચના કરી, તેમાં પદ્મવ્યૂહ રચ્યા અને તેની અંદર સૂચિવ્યૂહ કરી તેમાં જયદ્રથને બેસાડયા, આવી બરાબર ગઠવણુ કરી પાતે વ્યૂહના માં આગળ આવી ઊભા. શકટ વ્યૂહની રચના અજુ નને જ્ઞાત નહેાતી. / ભાર॰ દ્રોણુ॰ અ૦ ૮૦−૮૮. અહી કૃષ્ણે અર્જુનને સૂચવ્યું કે આચાર્યંની સાથે યુદ્ધ કરવામાં ન રાકાતાં શીઘ્રવ્યૂહમાં પ્રવેશ કર. એમ કહી પાતે રથને ત્યાં હાંકી ગયા, અજુ ને વ્યૂહમાં જતાં જતાં જ આચાર્યને વંદન કર્યું", અને આગળ ચાલ્યા. એને જોઈને દ્રોણાચાયે કહ્યું કે વ્યૂહના દ્વાર પર હું તારા શત્રુ ઊભેલા છતાં મને જીત્યા વગર અંદર જવુ... તને ઘટતુ નથી અર્જુને કહ્યું કે ગુમવાનને શત્રુ શિષ્ય પુત્ર समाऽस्मि ते । नचास्ति स पुमान् लेाके यस्त्वां युधि પરાયેત્ ।। / ભાર॰ દ્રોણુ અ॰ ૮૧, શ્લે૦ ૩૪ એમ કહીને જે ચાલ્યા, તે વ્યૂહમાં જ દાખલ થયા, જતાં જતાં એણે શતાવવિધ ચાદ્દાઓને પરાભવ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy