SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રહાસ ૧૯૮ ચકાસ બીજી તરફ એમ બન્યું કે તે દિવસે કાંઈ રાજ. સેવા સારુ પ્રધાનપુત્ર મદન રાજાની પાસે ગયે હતું. ત્યાં ગાલવ નામના પુરોહિતે રાજાને “અરિ- રાધ્યાય” વાંચી સંભળાવ્યું. તે ઉપરથી રાજાના મનમાં આવ્યું કે મારે મરણ કાળ ઘણે પાસે આવ્યો છે. વિષયાના વિવાહ સમયે રાજાએ ચંદ્ર- હાસને જે હતું, ત્યારથી એ એની નજરમાં ભાવી ગયા હતા.) રાજાને પુત્ર નહતો એટલે એના મનમાં આવ્યું કે ચંદ્રહાસને ચંપકમાલિની પરણાવી તેને રાજસત્તા સોંપવી. એણે મદનને આજ્ઞા કરી કે તું જઈને ચંદ્રહાસને તુરતાતુરત મારી હજૂરમાં મોકલ. મદન રાજમંદિરમાંથી નીકળીને પિતાને ત્યાં જ હતા. તે વખત હાથમાં પૂજાને થાળ લઈને ચંદ્રને હાસ દેવીની પૂજા સારુ જતા હતા, તે સામે મળે. રાજાની આજ્ઞાની વાત કહીને મદને એને -ઉતાવળે રાજા પાસે મોકલ્યો અને પોતે પૂજાનું સાહિત્ય લઈને ઘર ન જતાં, બારેબાર જ દેવીના મંદિરમાં ગયો. જેવો અંદર જાય છે કે પ્રથમથી છુપાઈ રહેલા ચાંડાળાએ પ્રધાનની આજ્ઞા પ્રમાણે એના ટુકડા કરી નાખ્યા. અહીં ચંદ્રહાસ જેવો આવ્યો કે કાંઈ મહુરત જેવા ન રહેતાં રાજાએ વિવાહવિધિથી પિતાની કુંવરી ચંપકમાલિની આપી અને અભિષેકપૂર્વક ગાદી પર બેસાડ. પછી ધૃષ્ટબુદ્ધિને કહ્યું કે તારી હવે અવસ્થા થઈ છે. આજથી આ તારો સ્વામી અને તારો પુત્ર મદન અને પ્રધાન, તું હવે ઈતર- ધ્યાનમાં રકા અને પણ અરણ્યમાં જાઉં છું. આમ કહીને પોતે અરણ્ય પ્રતિ ચાલતો થયો. ચંદ્રહાસ કુંવરીને પરણ્ય, ગાદી ઉપર બેઠે, એ બધું જોઈને ધૃષ્ટબુદ્ધિને ખરાબ તે ઘણુંચે લાગ્યું. પણ નિરુપાય. એણે નમ્રતાથી ચંદ્રહાસને પૂછ્યું કે આપ દેવીની પૂજા કરવા ગયા હતા કે નહિ? ચંદ્રહાસે જે થયું હતું તે એને કહ્યું. એ સાંભળીને ધૃષ્ટબુદ્ધિ ગભરાઈ ગયો અને ઉતાવળથી દેવીને મંદિર ગયે. જુએ છે તે પુત્રનું મડદું પડયું છે. અત્યંત સંતાપ અને શોકમાં એણે મંદિરના સ્તંભ ઉપર પોતાનું માથું પછાડીને પ્રાણ તા. બીજે દિવસે પ્રાતઃકાળમાં કઈ દેવીની પૂજા કરવા આવ્યું. તેણે બનેનાં મડદાં જોયાં. એણે ગામમાં આવી વાત કરી, ચંદ્રહાસને જાહેર કર્યું. ચંદ્રહાસ લાગલો જ મંદિરમાં ગયે અને જુએ છે તે મદનના કટકે કટકા થઈ મરણ પામ્યો છે. એ તરત સમ કે ધૃષ્ટબુદ્ધિએ મારે માટે રચેલા કાવતરાને ભોગ મદન થઈ ગયો છે. ધૃષ્ટબુદ્ધિની આ પાપબુદ્ધિ જાણ્યા છતાં પણ ચંદ્રહાસે મદનને જિવાડવાને દેવીની ઘણી સ્તુતિ કરી. દેવી પ્રસન થતી નથી જોઈને પિતે પિતાનું માથું કાપવા તૈયાર થયો. તે ઉપરથી દેવીએ પ્રસન્ન થઈને કહ્યું કે તું આવડું સાહસ શું કરવા કરે છે ? ધૃષ્ટબુદ્ધિ પિતાના દુરાચરણથી જ મરણ પામ્યો છે. ચંદ્રહાસ કહે કે એ ગમે તેમ હે, પણ મદનને જીવતો કરીને એને પણ જીવતે કરવો જ જોઈએ, કારણ મારા માથા ઉપર કાળી ટીલી ચોંટે. એની પ્રાર્થનાથી બનેને જીવતા કરી દેવી ત્યાંથી અંતર્ધાન થયાં. ચંદ્રહાસ બનેને પિતાના મંદિરમાં લઈ ગયે, મદનને પ્રધાનપદ પર નિયત કર્યો અને ધૃષ્ટબુદ્ધિને ઘણું શિખામણ દઈ શાંત કરી ઘેર મેકલ્ય. આ પ્રમાણે ચંદ્રહાસને રાજ્ય મળ્યું, વિષય અને ચંપકમાલિની એમ બે સ્ત્રીઓ મળી. તેમની સાથે આનંદમાં દિવસ ગાળતો હતો. એણે તરત જ મંત્રીને ચંદનાવતી એકલી કુલિંદા રાજાને ઘણું જ માનપુરસ્સર કીંતલપુરીમાં તેડાવ્યું, અને એની આજ્ઞા પ્રમાણે વર્તતાં રહી ઉત્તમ પ્રકારે ત્રણસો વર્ષ રાજ કર્યું. વિષયાથી એને મકરાક્ષ અને ચંપકમાલિનીને પેટે પદ્માક્ષ નામે બે પુત્રો થયા. પુત્રો પણ એના જેવા જ પરાક્રમી અને સુશીલ હતા. એક વખત આ બન્ને પુત્રો નગર બહાર ગયા હતા. તે વખતે યુધિષ્ઠિર રાજાએ અશ્વમેધ નિમિત્તે છૂટ મૂકેલે શ્યામકર્ણ ઘડે ફરતે ફરતો કતલકાપુરીમાં આવેલે એમણે જોયે. ઘોડાના કપાળમાં સુવર્ણ પત્રમાં લખેલું વગેરે જોઈને એમને આશ્ચર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy