SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ કાલયાવત બ્રાહ્મણુના દ્રોહ કરે છે તેને યમદૂતા આ તપ્ત પતરા પર ઊભા રાખી યાતના કરે છે. કાલયાવત વૃંદાવન તે જ. ૧૩૧ કાલા પાવતીની શક્તિ. (શુભનિશુંભ શબ્દ જુએ.) કાલા (૨) કશ્યપ ઋષિની સ્ત્રીઓમાંની એક અને ચાર પુત્રા હતા, એ બધા કાલકેય કહેવાતા. (કાલકેય શબ્દ જુઓ.) કાલાગ્નિરુદ્ર મહાદેવની એક મૂત્તિ કાલાગ્નિરુદ્ર (૨) મુખ્ય યજુવે દીપનિષત્. કાલાનલ કાલનર રાજાનુ` ખીજુ` નામ. કાલાપ ઋષિવિશેષ / ભા૦ સ૦ ૪–૨૪, કાલિકા ભારતવર્ષીય નદી / મત્સ્ય૦ અ૦ ૧૧૩, કાલિકા (૨) કાલી શબ્દ જુએ. કાલિંગ કલિંગ દેશના રાજા, આ અનિરુદ્ધના વિવાહ સમયે આવ્યા હતા. એણે રુકિમને ધૃત રમી બલરામને હરાવવાનું સૂચવ્યુ હતું. વ્રત રમતા હતા ત્યારે આ રાજા બલરામનુ ઉપહાસ કરીને હસ્યા હતા. આથી ગુસ્સે થઈ બળરામે એના દાંત પાડી નાખ્યા હતા. / ભાગ ૧૦-૬૧૨૭–૩૭.) કાલિ’જર ભારતવષીય વન. કાલિજર (૨) કાશીમાં એક સ્થળવિશેષ. કાલિંદી અંશુમતી નદીનું ખીજું નામ. કાલિદી (૨) યમુના નદીને પણુ આ નામે વણું વી છે. / ભાર૰ વિરાટ॰ અ૦ ૫, શ્લા. ૧. કાલિ'દી (૩) કૃષ્ણની સાતમી સ્ત્રી. મને કૃષ્ણ પતિ મળે એમ ઇછી એ યમુનાને તીરે તપ કરતી હતી. પ્રાય એ યમુનાની મૂર્તિમાન દેવતા હાવી જોઈએ, કારણ એ કેાની દીકરી વગેરે હકીકત કાઈ જગાએ મળતી નથી. એક સમયે કૃષ્ણે ચોમાસામાં ઇન્દ્રપ્રસ્થમાં રહ્યા હતા, ત્યારે અર્જુનને લઈને મૃગયા રમવા ગયા હતા. તે વખતે આને તપ કરતાં એઈ અને પૂછપરછ કરતાં બધી હકીકત નણી એટલે એને જોડે ઇન્દ્રપ્રસ્થ લઈ ગયા; અને ચામાસુ વીત્યા બાદ દ્વારકા ગયા અને ત્યાં એનું વિધિવત્ પાણિગ્રહણ કરીને પેાતાની શ્રેષ્ઠ સ્ત્રી – પટરાણીઆમાં દાખલ કરી. / ભાગ૦ ૧૦ સ્ક્ર. અ॰ પ૮. Jain Education International કાલિય ♦ અને કૃષ્ણથી શ્રુત વગેરે પુત્ર થયા હતા. (૪ કૃષ્ણ શબ્દ જુઓ.) કાલિય શ્વદ્રવેય કુળમાં જન્મેલે એક નાગ. એ પૂર્વે' રમણુદ્વીપમાં રહેતા હતા. એ દ્વીપમાં ગરુડ વારે વારે જઈને નાગાનું ભક્ષણ કરી જતા હતા. તેથી સઘળા નાગેએ મળીને એક વખત એવા વિચાર કર્યો કે આપણે એને કાંઈ નિયમિત ભક્ષ્ય આપવાનું ઠેરવીએ. તે પ્રમાણે ઠરાવ કરીને ગરુડને જણાવ્યું. એણે એ કબૂલ કર્યું. એ ગેાઠવણુથી ગરુડને નિરંતર નિયમાનુસાર ભક્ષ્ય મળવા લાગ્યું અને નાગાને પણ એક રીતે સુખ થયુ. એક વખત એમ બન્યુ કે ગરુડનું ભક્ષ્ય ગરુડને ન આપતાં કાલિય પેતે ખાઈ ગયા, તેથી એનું અને ગરુડનુ′ જબરું યુદ્ધ થયું. ગરુડની આગળ પેાતાનું કાંઈ ચાલતું નથી એ જોઈને એ ત્યાંથી નાઠો. તે જમના નદીના ધરામાં આવીને સતાયેા. ત્યાં ભરાયા જોઈને ગરુડ પા ગયા. સૌરિ ઋષિએ આપેલા શાપને લઈને ગરુડથી ત્યાં અવાય એમ નહતુ. આ માઁ કાલિયને ખબર હાવાથી એ જમનાના જળમાં આવીને કેવળ નિર્ભયપણે રહેવા લાગ્યા. એનું વિષ એવું ઉગ્ર હતું કે જમનાના એ દ્રહના પાણીને સ્પર્શીને જતા વાયુ ઊડતાં પક્ષીને લાગે તે। તે પણ મરી જાય. પરિણામે જમનાને એ ધરા પશુપ`ખી બધાંએ વ કરી દીધા હતા, એક વખત દૈવઇચ્છાથી બધા ગાવાળિયા ગાયાને લઈને હું ઉપર ગયા. તેમણે અને ગાયાએ એમાંનું પાણી પીધું અને બધાં ઝેર ચઢવાથી મરણુ પામ્યાં. કૃષ્ણને આ વાતની ખબર પડતાં જ પોતે ત્યાં ગયા અને જમના કાંઠે એક ઝાડ પાસે જ હતું તેના પર ચઢવા અને જમનામાં ભુસ્કા માર્યા, કાલિય હતા ત્યાં જઈને પેાતાની અદ્ભુત શક્તિ વડે કરીને એને પકડયા; અને ખૂબ ગૂ`વો. ઢાલિયે જાણ્યુ કે હું મૂએ. એટલામાં એની સ્ત્રીએ આવીને કાલાવાલા કરીને પ્રાર્થના કરી કે એને પ્રાણુદાન આપવું જેઈએ, કાલિય ઘણા જ નરમ થઈ ગયા હતા. પછી એનો પાસે યમુનાનું જળ શુદ્ધ કરાવી તેમ જ ગાય-ગાવાળાને પૂર્વવત્ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy