SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ કામ કાંતિકેશલ કાંતિકેશલ ઈશાન્ય કેળનું બીજું નામ. કાત્યાયન એક બ્રહ્મર્ષિ ( ૨ કશ્યપ શબ્દ જુઓ.) આ યાજ્ઞવલક્યની સ્ત્રી કાત્યાયનીના પિતા. કાત્યાયન (ર) દશરથિ રામની સભામાંના આઠ ધર્મશાસ્ત્રીઓ પૈકી એક. કાત્યાયની પાર્વતીનું બીજું નામ. કાત્યાયની (૨). યાજ્ઞવલ્કય ઋષિની બીજી સ્ત્રી. કાઢય પુત્ર જે સંપૂર્ણ નાગ, સપ તે. કાદુપિંગાક્ષ એક બ્રહ્મર્ષિ (૨ કશ્યપ શબ્દ જુઓ.) કાનીને અગ્નિવેમ્ય ઋષિનું નામ. વ્યાસ, કર્ણ ઈ ને કન્યાથી ઉત્પન્ન થયાને લીધે પડેલું નામ. કાન્યકુંજ ભારતવષય ભરતખંડસ્થ દેશ. હાલ એને કને જ કહે છે. દેશનું આ નામ કેમ પડ્યું તે જાણવા કુશનાભ શબ્દ જુઓ. કાપશ્ય દશ્યને અધિપતિ, નિષાદ જાતિને. | ભા૨૦ શાં૧૩૫-૩. એને કાયવ્ય પણ કહેતા. કાપવ્ય જાતિવિશેષ. / ભાર૦ સ. ૭૮-૮૮. કાપી ભરતખંડની નદો. | ભાર૦ ભીષ્મ અ૦ ૯ કપિલી બ્રહ્મદત્ત રાજાની નગરી. કપિલેય પંચશિખ ઋષિનું નામ. કાંપિલ્ય સમવંશી પુરુકુલત્પન્ન અજમઢવંશના ભર્યાશ્વ અથવા ભદ્રાહ્ય રાજાના પાંચમાને એ પુત્ર. કાંપત્ય (૨) દક્ષિણ પાંચાળમાં આવેલી ક પદ રાજાની નગરી. કાય પતંજલિ ઋષિનું, તેઓ કપિવંશમાં ઉત્પન્ન થયેલા હોવાથી પડેલું નામ. કાજ ઉત્તર અને પશ્ચિમ એમ દિશાભેદથી આ મિ રોગ દિશાએથી આ દેશના બે પ્રકાર છે. પશ્ચિમે એક કાંબોજ હાઈ ઉત્તર તરફ બે કાબે જ છે. તેમાં એકનું ઉત્તર કાંબેજ અને બીજાનું પરમ કાંબોજ એવું નામ છે. ઇંદ્ર- પ્રસ્થને મધ્ય ગણુને આ દિશાઓ કહેલી છે. તે ભાર૦ સમાં ૦ ૦ ૨૭; ભાર૦ ભીષ્મ અ૦ ૮, ૯ અહીં પાંડવોના સમયમાં સુદક્ષિણ નામે રાજા રાજ્ય કરતા હતા, કામ કામદેવ. પ્રેમ-પ્રીતિને દેવ. શ્વેદમાં (દસ ૧૨૯માં) કહ્યું છે કે ઉત્કટ પ્રણિધાન વડે અસ્તિત્વમાં આવેલા બ્રહ્મમાં આન્દોલન થઈને તેમાં મનનું પૂર્વરૂપ એવી ઈચ્છા સૌથી પ્રથમ ઉત્પન્ન થઈ. ઋષિમુનિઓએ પોતાની બુદ્ધિ વડે મનન કરીને એ ઈચ્છા-કામ તે સત અને અસતને જોડનાર છે એમ નિર્માણ કર્યું છે. આ ઈચ્છા-કામ-તે ઇંદ્રિયસ્વાદની ઈચ્છા નહિ, પણ સામાન્યતઃ દરેક સકર્મની ઈચ્છા. એ કામને માટે અથર્વવેદમાં એક મઝાનું સૂક્ત છે. એ સૂક્તમાં કામનું સત્કર્મની ઈચ્છાનું - શ્રેષ્ઠદેવ, અથવા સરજનહાર તરીકે વર્ણન છે. “પ્રથમ કામ ઉત્પન્ન થયો. દેવ, પિતૃઓ કે મનુષ્ય કોઈ એની બરાબરી કરી શકતું નથી. હે કામ ! તું એ બધાંથી શ્રેષ્ઠ છે. તું મહાન છે.” એ જ વેદના બીજા ભાગમાં પ્રથમ ઉત્પન્ન થયેલી ઈચ્છાને, તેમ જ એ ઈચ્છા પૂરી પાડવાની શક્તિને પણ કામ નામ આપ્યું છે. વળી એ જ વેદમાં કામ એ. અગ્નિ જ છે, એમ કહ્યું છે. છતાં એમ પણ કહ્યું છે કે અગ્નિ અને કામને જો છૂટાં પાડીએ તે અગ્નિના કરતાં કામ ઐતરેય બ્રાહ્મણમાં કામને ન્યાયના અધિષ્ઠાતા દેવ ધર્મ અને આસ્થાની અધિષ્ઠાત્રી દેવી શ્રદ્ધાને પુત્ર કહ્યો છે. હરિવંશમાં કામને લક્ષ્મીને પુત્ર અને બીજા ગ્રંથમાં એને બ્રહ્મમાનસપુત્ર કહ્યો છે. એના જન્મ સંબંધી ચેથી એ વાત છે, જેમાં એને જન્મ પાણીથી થયો છે એમ વર્ણવ્યું છે. એથી એનું નામ “ઇરાજ' એવું છે. એ સ્વતઃ ઉદ્દભવ્યું છે અને અન્યથી જમ્પ નથી, માટે એને “અજ’ અને ‘અનન્યજ’ એમ પણ કહ્યો છે. દક્ષને ત્યાં યજ્ઞ વખતે દહન થયા પછી સતીએ હિમાલયને ઘેર અવતાર લીધો હતો. પાર્વતી પૂર્વજન્મના પતિ શંકરને જ પતિ ઇછતી હતી. પણ શ્રીશંકર પિતે તપ કરવા જઈને સમાધિસ્થ હતા. તે સમયે તારકાસુરને દેવો ઉપર અને પૃથ્વી ઉપર ઘણે જુલમ હતા. જે શંકરના વીર્યથી થયેલ કઈ હોય તો જ તે એને જીતી શકે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy